તમે પણ રોજ દૂધ વાપરતા હોય તો 2 મિનિટનો સમય કાઢીને આ માહિતી જાણી લેજો

દૂધ આપણી મૂળભૂત જરૂરિયાતોમાંની એક છે. દૂધ વિના મોટાભાગના લોકોનો દિવસ અધૂરો હોય છે. આપણે રોજ વિપુલ પ્રમાણમાં દૂધનો ઉપયોગ કરીએ છીએ. દૂધ એ આપણા બધાના ઘરોમાં રોજિંદી વપરાતી વસ્તુ છે, અને તેથી તેની માંગ વધારે છે.

જેમ જેમ દૂધની જરૂરિયાત વધે છે, તેમ દૂધનું ઉત્પાદન પણ વધતું જાય છે. પરંતુ આવા સમયમાં નકલી દૂધ નું પ્રમાણ પણ વધતું જાય છે. દૂધમાં ભેળસેળ કરવાથી શરીર પર પણ ગંભીર અસર પડે છે.  આવું ન થાય તે માટે તમારે જાગ્રત રહેવું અને તપાસવું જોઈએ કે દૂધ વાસ્તવિક છે કે નકલી. તો ચાલો જાણીએ એવી કેટલીક રીતો વિશે કે જેના દ્વારા વાસ્તવિક અને બનાવટી દૂધનું પરીક્ષણ કરી શકાય.

પ્રથમ રીત છે દૂધ સૂંઘવાની, દૂધ નકલી છે કે વાસ્તવિક છે તે તમે દૂધને સુંઘીને નક્કી કરી શકો છો.  જો તમને દૂધમાંથી સાબુ જેવી ગંધ આવે છે, તો આ દૂધ ભેળસેળવાળું છે.  આનો અર્થ એ કે તમે કૃત્રિમ દૂધનો ઉપયોગ કરી રહ્યાં છો. આવું દૂધ પીવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે.

દૂધમાં ફોર્મેલીનની ભેળસેળ છે કે નહીં તે તપાસ કરવા માટે, 10 મિલી દૂધમાં 5 મિલી સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. પછી જો દૂધમાં રીંગણ કલરની રિંગ બને તો આ ફોર્મેલીનની ભેળસેળવાળું દૂધ છે. લાંબા સમય સુધી દૂધને જાળવવા માટે આ કરવામાં આવે છે.

દૂધમાં ભેળસેળ થાય છે કે કેમ તે ચકાસવા માટે લાકડા અથવા પથ્થર પર દૂધના થોડા ટીપા મુકો. જો દૂધ નીચે પડે છે અને પથ્થરને ચિહ્નિત કરે છે તો પછી સમજો કે દૂધ શુદ્ધ છે. આ પદ્ધતિ પણ એક અસરકારક પદ્ધતિ છે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અડધો કપ દૂધમાં પાણીનો યોગ્ય જથ્થો ઉમેરો. જો તે સહેજ હલાવવાથી ફીણ આવે તો દૂધમાં ડીટરજન્ટ ઉમેરવામાં આવ્યું છે. દૂધમાં સ્ટાર્ચની મિલાવટ જાણવા માટે તેમાં ટીંચર આયોડિનનાં થોડા ટીપાં ઉમેરો. જો દૂધ વાદળી થાય છે, તો તેમાં સ્ટાર્ચ ઉમેરવામાં આવ્યું છે.

થોડું દૂધ લઈ બે હથેળીઓ વચ્ચે ઘસો, જો હાથ ચીકણા ના થાય તો દૂધ અસલી હશે અને જો હાથ ચીકણા થાય તો દૂધ નકલી હશે. દૂધ ને કોઈ વાસણમાં કાઢતા તે ફીણવાળું થાય તો દૂધ નકલી છે. જો દૂધમાં યુરિયા ઉમેરેલું હોય તો  પીળાશ પડતું થઈ જાય છે.

એક બાઉલમાં થોડા ટીપાં દૂધ લો અને તેમાં હળદર નાખો.  જો તરત જ હળદર દૂધમાં ભળી જાય તો દૂધમાં કંઈક ભેળવવામાં આવ્યું છે. 5 મિલી કાચા દૂધમાં  દારૂના 5 ટીપાં ઉમેરો.  હવે તેમાં 5 ટીપાં રોજઈલિક એસિડ નાંખો. જો રંગ 30 સેકંડમાં લાલ થઈ જાય છે, તો દૂધમાં ભેળસેળ કરવામાં આવી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો દૂધ ઉકળયા પછી પીળૂ દેખાય છે, તો તે બનાવટી છે. કારણ કે શુદ્ધ દૂધ ઉકળતા પછી પણ સફેદ રહે છે. નકલી દૂધમાં ગંધ પણ હોય છે, કારણ કે શુદ્ધ દૂધ ગંધહીન હોય છે. વાસ્તવિક દૂધ મધુર હોય છે જ્યારે નકલી દૂધનો  સોડા જેવો સ્વાદ આવે છે.

દૂધથી કાચનો એક ગ્લાસ ભરો, એક મીણબત્તી પ્રગટાવો અને ગ્લાસને એક ફૂટની ઊંચાઈ પર લઈ જાઓ. જો ગ્લાસની અંદરની જ્યોત લાંબી લાગે છે, તો દૂધ વાસ્તવિક છે. જો જ્યોત  ફેલાતી જોવા મળે છે, તો તે દૂધ નકલી છે. સામાન્ય કરતાં વધુ સમય સુધી દૂધ ઉકાળો. જો ક્રીમ પીળી રંગની હોય તો તેમાં યુરિયા અથવા રસાયણો હોય છે.

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!