આયુષ મંત્રાલયે જાહેર કર્યા કોલોના સામેના આયુર્વેદિક રામબાણ ઉપાયો

કોરોના સામે રક્ષણ મેળવવા માટે હેલ્થ વિશેષજ્ઞો દરેકને કોરોના દરમિયાન યોગ્ય પગલાંઓની સલાહ આપે છે. આ ઉપરાંત સંક્રમણથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવા પર પણ ભાર આપે છે. આયુષ મંત્રાલયે કોરોનાથી બચવા માટે કેટલાક ઉપાય કહ્યા છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરી શકે છે. આ ઉપાયોને આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ તેના વિશે.

આયુષ મંત્રાલય દરેકને હૂંફાળા પાણી પીવાની સલાહ આપે છે.દિવસભરમાં વારંવાર હુંફાળું પાણી પીવો. આ ઉપરાંત હૂંફાળા પાણીમાં એક ચપટી મીઠું અને હળદર નાખી દિવસમાં 2 થી 3 વખત કોગળા કરો.

ઘરે રાંધેલું ગરમ ભોજન ખાઓ. ખોરાક એવો ખાઓ કે જે સરળતાથી પચી જાય. ખાવામાં હળદર, જીરું, ધાણા, આદુ અને લસણ જેવા ગરમ મસાલાનો ઉપયોગ વધારે કરો. આમળા અથવા પછી તેમાંથી બનેલી પ્રોડક્ટ વધારે ખાવો.

આયુષ  મંત્રાલયની સલાહ મુજબ, દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ માટે યોગ અને પ્રાણાયામ પ્રયાસ કરો. આ ઉપરાંત સારી ઉઘ લો. દિવસમાં ઉઘવાથી દૂર રહો અને રાત્રે 7-8 કલાકની ઉઘ લો.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બે વખત 20 ગ્રામ ચ્યવનપ્રાશ  સવાર-સાંજ ખાલી પેટ હૂંફાળા પાણી સાથે લો. દિવસમાં એક વખત હળદર વાળું દૂધ પીવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉપરાંત ગુડૂચી ઘનવટી 500 ml / અશ્વગંધા વટી 500 ml રોજ બે વખત જમ્યા પછી હૂંફાળા પાણી સાથે લઇ શકો છો. તુલસી, તજ, સૂંઠ અને કાળા મરીથી બનેલો ઉકાળો પીવો. તેના માટે આ તમામ સામગ્રીને 150 ml હૂંફાળા પાણીમાં નાંખી ઉકાળો. દિવસમાં એક અથવા બે વખત પીવો. તમે તેમા સ્વાદ માટે ગોળ અને ઈલાયચી નાંખી શકો છો.

રોજ રાત્રે સૂતી વખતે નાકમાં ગાયનું ઘી નાંખો.

સૂકા કફથી દૂર રહેવા માટે નાસ લો. તમે સાદા પાણી અથવા પછી તેમાં કુદીનાના પાન અથવા પછી કપૂર નાંખીને પણ નાસ લઇ શકો છો. દિવસમાં એક વખત નાસ જરૂર લો. જોકે ધ્યાન રાખે કે વધારે ગરમ પાણીથી નાસ ના લો. લવિંગને મધ સાથે મિક્સ કરી દિવસમાં બેથી ત્રણ વખત ખાઓ. તેનાથી ઉધરસ અને ગળામાં રાહત મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!