કોરોણાને હરાવવો હોય તો આયુષ મંત્રાલયે જાહેર કરેલા આ ઘરઘથ્થુ ઉપચારો અપનાવજો તમારી ઇમ્યુનિટી ફૂલ થઈ જશે

કોરોનાવાયરસની મહામારી  વચ્ચે આયુષ મંત્રાલય દ્વારા કેટલીક જાણકારી આપવામાં આવી છે જે લોકોને ઇમ્યુનિટી વધારવામાં ઉપયોગી બને તેમ છે. આયુષ મંત્રાલય દ્વારા લોકોને કેટલાક આયુર્વેદિક ઉપાયો સુચવ્યા છે જે કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ઘરે બેઠા જ વધારી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દિવસભર હુંફાળું પાણી પીવુ કારણ કે હુંફાળું પાણી વધારે માત્રામાં પીવાથી શરદી, કફ અને શ્વસનતંત્ર સંબંધિત તકલીફોમાં રાહત મળે છે. આ ઉપરાંત રસોઈમાં હળદર, જીરું, ધાણાં અને લસણ અને સૂંઠ તથા કાળા મરીનો ઉપયોગ વધારે કરવો.

બાફેલા મગનો વઘાર કરીને ગરમ સૂપ પીવો.

બાજરીના લોટને ઘીમાં શેકી અજમો, સૂંઠ, હળદર, ગોળ વગેરે નાખી ગરમ રાબ બનાવવી અને સાથે સાથે ઘરનો સાત્વિક, ખોરાક ખાવો જોઇએ. ખાવા પીવામાં ચોકસાઈ રાખવાથી પણ ઇમ્યુનિટી વધારી શકાય છે, જો શાકભાજીમાં પરવળ, હળદર, લસણ અને કારેલાનું સેવન કરવું તે પણ હિતકારક છે.

ખાવા પીવા અને તેના સિવાય ઘરમાં હળવા આસનો કે યોગથી પણ ઇમ્યુનિટી માં વધારો થાય છે.. ઘરમાં યોગાસન, પ્રાણાયમથી પણ ઇમ્યુનિટી વધારી શકાય છે. અડધી ચમચી હળદર 200 ml ગરમ દૂધમાં ઉમેરી દિવસમાં એક કે બે વાર લેવું. ઉકળતા પાણીમાં અજમો, કૂદીનો કે વિક્સ નાખી નાસ લેવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઘરમાં કપૂર, ગુગળ, લીમડાના પાન, સરસવ,ગાયના છાણા અને ગાયનું ઘી નાખી ધુપ કરવો.

રાજ્યમાં હાલ કોરોનાનો કહેર  છે. ત્યારે ગુજરાત સરકાર આયુષ નિયામક દ્વારા કોવિડની હાલની વિપરીત સ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખવા આ મુજબના કેટલાક ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો સુચવ્યા છે.

 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!