ગળામાં દુખાવો અને અન્ય સમસ્યાઓ શરીરમાં શ્વસનતંત્રમાં થતી કોઈ ગરબડ સાથે સંબંધિત હોય છે. જ્યારે ગળામાં ચેપ લાગે છે તેનાથી ગળામાં સોજો કે દુખાવો થાય છે. તેનાથી શરદી અને ખાંસી પણ થાય છે.
ગળામાં દુખાવો, સતત બળતરા, અને જમતી કે કંઈક પીતી સમયે ગળામાં દુખાવો થાય છે. અને તે કોઈને પણ થઈ શકે છે, પરંતુ તે સામાન્ય ચેપ પણ હોય કે ટીબી પણ હોઈ શકે છે.
શરદી અને તાવમાં કાળા મરી ખૂબ જ લાભદાયક છે. છ કાળા મરીને વાટી લો અને તેને એક ગ્લાસ ગરમ પાણીમાં છ પતાસ સાથે ભેળવી લો અને ખાંસી, શરદી અને ગળાના દુખાવાથી છૂટકારો મેળવવા માટે દરરોજ રાત્રે થોડા દિવસ કોગળા કરો.
ગળામાંથી દુખાવો દૂર કરવા માટે, તમાલપત્રને પાણીમાં ઉકાળીને તેનાથી કોગળા કરવા જોઈએ. આ ઉપરાંત ડુંગળીમાં સિંધાલૂણ મીઠું અને જીરા પાવડર ભેગું કરીને ખાવું જોઈએ. આમ કરવાથી ગળાની બળતરા ઓછી થાય છે. આખો ધાણા ચાવવાથી દુર્ગંધ દૂર થાય છે. અને ગળાના દુખાવાથી રાહત મળે છે. રાત્રે સૂતી વખતે દૂધમાં હળદર નાખીને પીવાથી ગળાની બળતરા ઓછી થાય છે.
દ્રાક્ષ ને લસોટી ઘી અને મધ સાથે સારી મિક્ષ કરીને જીભ પર લગાવવાથી ગળાના દુખાવામાં રાહત મળશે. શેકેલા લવિંગને ચૂસવાથી ગળાના દુખાવા મટે છે. ડુંગળીના કચુંબરમાં જીરું અને સિંધાલૂણ ઉમેરી ખાવાથી ગળું સાફ રહે છે અને કફ જામતો નથી. ગરમ પાણીમાં હીંગ નાખીને પીવાથી અવાજ ખુલી જાય છે, મીઠા અને હળદરને ગરમ પાણીમાં નાખી કોગળા કરવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે.
જાયફળને પાણીમાં ઉકાળીને તેના કોગળા કરો, તેનાથી ગળાની બળતરામાં રાહત થાય છે. આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ગળાના દુખાવાથી રાહત આપે છે. એક કપ પાણીમાં આદુ નાખીને ઉકાળો. પછી તે પાણી દિવસમાં બે થી ત્રણ વાર પીવો. આ કરવાથી ગળાના દુખાવામાં ઘણી રાહત મળશે.
લસણ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ગળામાંથી દુખાવો દૂર કરવા માટે, લસણની કળીને મોંની બંને બાજુ મુકો અને તેને ધીરે ધીરે ફેરવો.જ્યારે લસણનો રસ ગળા નીચે જાય છે, તેમ તમને ગળાના દુખાવા અને ખરાશથી રાહત મળશે. આ સિવાય લવિંગ, તુલસી, આદુ અને કાળા મરીથી બનેલી ચા પણ ગળાના દુખાવામાં ફાયદાકારક છે.
તજ ગળાનો દુખાવો મટાડે છે. તજનું દૂધ બનાવવા માટે, કડાઈમાં દૂધ ગરમ કરો, તેમાં તજનો નાનો ટુકડો નાખો અને ગેસ બંધ કરો. ત્યારબાદ તેમાં મધ ઉમેરીને ગાળી લો. તેનાથી ગળાના દુખાવા અને ખરાશથી રાહત મળશે.
ગળામાં દુખાવો થાય ત્યારે મસાલેદાર ખોરાક ન લેવો જોઈએ. ગળાના દુખાવાને દૂર કરવા માટે ઠંડા પાણી અને આઈસ્ક્રીમથી બચવું. ગળાના દુખાવામાં લીંબુ પણ રાહત આપી શકે છે. લીંબુના ટુકડા પર મીઠું અને મરીનો પાઉડર છાંટો અને પછી લીંબુને ધીરે ધીરે ચાટો. તેનાથી પણ તમે રાહત મેળવી શકો છે. તમે ગરમ પાણીમાં લીંબુનો રસ નાખીને તેનાથી પણ કોગળા કરી શકો છો.
મધના એન્ટિસેપ્ટિક ગુણધર્મો ગળાના દુખાવાને દૂર કરે છે. એક અથવા બે ચમચી મધને નવશેકું પાણીમાં મિક્સ કરો અને દિવસમાં ત્રણથી ચાર વાર પીવો. જો તમને ગળામાં દુખાવો થાય છે, તો સૂતા પહેલા એક ચમચી મધ લો. હળદરવાળું દૂધ પણ ખૂબ લાભદાયી છે. તેના બળતરા વિરોધી ગુણધર્મો ગળાની બળતરાને દૂર કરે છે.
હુંફાળા મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળાનો દુખાવો અને ગળાની શુષ્કતા દૂર થાય છે. બેકિંગ સોડાને હુંફાળા પાણીમાં નાખીને તેનાથી પણ કોગળા કરી શકાય છે. બેકિંગ સોડા ચેપને દૂર કરવામાં મદદ કરે છે.
લીલા શાકભાજી તેમની લાભદાયી ગુણધર્મો માટે જાણીતા છે. મેથીમાં એન્ટિ-માઇક્રોબાયલ ગુણ હોય છે તેથી તે ગળાને આરામ અપાવે છે. તે ગળાના દુખાવા અને બળતરાથી પણ આરામ આપે છે.
આયુર્વેદ નુસખા પ્રત્યેક વ્યક્તિની પ્રકૃતિ અનુસાર કામ કરતી હોય છે. માટે, આયુર્વેદિક નુસખાઓ દ્વારા કોઈ વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન દરેક વ્યક્તિને હંમેશા થશે જ એવું માનવું જોઈએ નહીં. મોટા ભાગના આવા ઘરગથ્થુ ઉપચારો નિર્દોષ અને લાભદાયક હોય છે. પરંતુ ક્યારેક વ્યક્તિની પ્રકૃતિ અનુસાર આડઅસર પણ થઈ શકે છે. માટે કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. જેથી કોઈ ઘરેલુ ઉપાયથી તમને આડઅસર ન થાય.