આ ઘરેલુ દવા 1 જ દિવસમાં તાવ, કફ અને ઉધરસનો સફાયો કરી દેશે, 100 ટકા અસરકારક ઘરગથ્થુ ઉપચાર

અત્યારની સીઝન એવી છે કે ઘણા બધા લોકોને શરદી, તાવ અને કફ થાય છે. વાયરલ સંક્રમણ શરદી ઉધરસનું કારણ બની શકે છે. આવી સમસ્યાઓમાં આપણે એલોપથી દવા લઈએ તેના કરતાં ઘરે જ આયુર્વેદિક ઘરઘથ્થુ ઉપચારો કરીએ એ સારું છે. એલોપેથિક દવાથી તાત્કાલિક સારું લાગે છે પરંતુ ઇમ્યુનિટી માં વધારો થતો નથી. જેથી ફરીથી તકલીફ થવાની સંભાવના રહે છે. 

આવી રોજિંદી વાયરલ બીમારીઓનો ઈલાજ આપણા ઘરમાં જ હોય છે. આપણા રસોડામાં આવી ઘણી બધી વસ્તુઓ ઔષધિ સ્વરૂપ હોય છે જેના લીધે આવા વાયરલ રોગોનો ઈલાજ કરી શકાય છે. તો ચાલો આપણે જાણીએ શરદી, ઉધરસ, તાવ અને કફને દૂર કરવા માટેનો ઘરેલુ ઉપાય. 

આજે આપણે જાણીશું આયુર્વેદિક ઔષધિ બનાવવાની રીત: સામગ્રી : ગોળ – ૨૦૦ ગ્રામ, હળદર – ૫૦ ગ્રામ, સૂકી આદુ પાવડર – ૫૦ ગ્રામ, કાળામરી પાવડર – ૨૦ ગ્રામ. 

સૌથી પહેલા ગોળ લઇને વાસણમાં ગરમ કરવા મૂકો. ગોળ તેમાં ગરમ થઇ ઓગળી જાય એટલે તેમાં સૂકી આદુ પાવડર, કાળામરી અને હળદર આ ત્રણેયનો પાવડર ઉમેરો. ત્યાર પછી એને હલાવીને સરખી રીતે ભેગું કરો. તેને થોડું ઠંડુ થવા દો, જો તે વધારે ઠંડુ થઈ જશે તો તેનો પાયો સરખો બનશે નહીં તેથી તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી તેમાંથી થોડું લુણ લઇને તેની નાની ગોળીઓ બનાવો. આ આપની આયુર્વેદિક ઔષધી તૈયાર છે. 

હવે આપણે જાણીશું કે આ આયુર્વેદિક ઔષધી નો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. જ્યારે તમને તાવ, કફ, શરદી જેવી કે અન્ય કોઈ તકલીફ થતી હોય ત્યારે દર ૪-૫ કલાકે ૨ – ૨ ગોળી થોડા હુંફાળા પાણી સાથે લેવી જોઈએ. આ ગોળી લેવાથી માત્ર ૩ દિવસમાં શરીરમાં થતું કળતર, કફ, શરદી જેવી સામાન્ય સમસ્યાઓ દૂર થઈ જશે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આયુર્વેદ નુસખા પ્રત્યેક વ્યક્તિની પ્રકૃતિ અનુસાર કામ કરતી હોય છે. માટે, આયુર્વેદિક નુસખાઓ દ્વારા કોઈ વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન દરેક વ્યક્તિને હંમેશા થશે જ એવું માનવું જોઈએ નહીં. મોટા ભાગના આવા ઘરગથ્થુ ઉપચારો નિર્દોષ અને લાભદાયક હોય છે. પરંતુ ક્યારેક વ્યક્તિની પ્રકૃતિ અનુસાર આડઅસર પણ થઈ શકે છે. માટે કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા કેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. જેથી કોઈ ઘરેલુ ઉપાયથી તમને આડઅસર ન થાય. 

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!