ગળો વિવિધ પ્રકારની હોય છે. ગળો કડવી અને તૂરી હોય છે. ગળો આપણાં શરીરમાંથી તમામ પ્રકારની બીમારીઓને દૂર કરવામાં સક્ષમ છે. ગળોની વેલ અમૃત સમાન ફાયદાકારક માનવામાં આવે છે. તેને અમૃતા પણ કહેવામાં આવે છે. પણ તમામ પૈકી લીમડાની ગળો સૌથી લાભદાયી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ ગળાના ફાયદા વિશે.
10 ગ્રામ ગળોના રસમાં 1-1 ગ્રામ મધ અને સિંધાલૂણ નાખીને બરાબર મિક્ષ કરી લો. તેને આંખમાં લગાવવાથી આંધડાપણું અને અન્ય નેત્રરોગો દૂર થાય છે. ત્રિફળા ચૂર્ણ, ગળોનો રસ, પીપળના પાંદડાનું ચૂર્ણ અને મધ સાથે મેળવીને સવાર-સાંજ લેવાથી આંખોની રોશની તરત જ વધી જાય છે.
તડકામાં ફરવાથી અથવા પિત્તના પ્રકોપથી ઉલટી થાય તો , ગળાના 10-15 ગ્રામ રસમાં થોડી સાકર મેળવી, સવાર-સાંજ પીવાથી ઉલટી બંધ થાય છે. 125 mlથી 250 ml. ગળોમાં 25 થી 30 ગ્રામ મધ મેળવીને દિવસમાં ત્રણ વખત લેવાથી ઉલટી થતી બંધ થાય છે.
ગરમ પાણીમાં ગળાને ઘસી અને કાનમાં બે ટીપાં નાખવાથી કાનનો બધો મેલ નીકળી જાય છે. સૂકી આદુ, મોથા, અતિસ, ગળો આ બધાને સમાન માત્રામાં લો અને પાણીમાં ઉકાળો બનાવો. સવારે અને સાંજે 30-30 ગ્રામ તે પીવાથી મંદાગ્નિ, કબજિયાત, મરડો જેવા રોગો મટે છે.
ગળામાં રહેલા એન્ટીઓકિસડન્ટો ઇમ્યુનિટીને વધારે છે અને શરીરમાંથી ટોક્સિક પદાર્થો બહાર કાઢવાનું કામ કરે છે અને માનસિક તાણ ઘટાડે છે. ગળાથી ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર અને ટીબી જેવા રોગોમાં પણ રાહત મળે છે. જો કે, આયુર્વેદિક ડોકટરની દેખરેખ હેઠળ ગળાનો ઉપયોગ વધુ યોગ્ય છે.
20 થી 30 ગ્રામ ગળાના અર્કમાં બે ચમચી મધ મિક્ષ કરી પીવો એ શરદી માં ખૂબ જ ફાયદાકારક છે. ગળો અને આદુના પાવડરને સૂંઘવાથી હિચકી બંધ થાય છે અથવા ગળો અને આદુના પાવડરનો ઉકાળો બનાવી તેમાં દૂધ મેળવી પીવાથી ફાયદો થાય છે.
આંખો, છાતી, હાથ-પગના તળિયામાં, પેશાબમાં થતી બળતરા અને એસિડિટીમાં ગળો, ગોખરુ અને આમળાનો પાવડર સરખા ભાગે લઇ તેમાંથી એક ચમચી પાવડર સવાર સાંજ લેવાથી આ સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
આયુર્વેદ નુસખા પ્રત્યેક વ્યક્તિની પ્રકૃતિ અનુસાર કામ કરતી હોય છે. માટે, આયુર્વેદિક નુસખાઓ દ્વારા કોઈ વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન દરેક વ્યક્તિને હંમેશા થશે જ એવું માનવું જોઈએ નહીં. મોટા ભાગના આવા ઘરગથ્થુ ઉપચારો નિર્દોષ અને લાભદાયક હોય છે. પરંતુ ક્યારેક વ્યક્તિની પ્રકૃતિ અનુસાર આડઅસર પણ થઈ શકે છે. માટે કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. જેથી કોઈ ઘરેલુ ઉપાયથી તમને આડઅસર ન થાય.