તમારી ઇમ્યુનીટી વધારવી હોય તો કરી લો આ કામ

 સૌથી પહેલા આપણે આપણી ઈમ્યૂનિટીનું સાચવવી પડશે. ઘણા સંશોધન અનુસાર, એ સત્ય વાત સામે આવી છે કે, ઓછી ઈમ્યૂનિટી ધરાવતા માણસોને કોરોનાનું સૌથી વધુ જોખમ અને નુકસાન થવાની સંભાવના છે.

ઈમ્યૂનિટી નબળી પડવાનું સૌથી મોટું કારણ તમારો રોજીંદો ખોરાક છે. એવામાં જાણો એવી કઈ ચીજવસ્તુઓ છે, જેને આરોગવાથી તમારી ઈમ્યૂનિટી પર ખરાબ અસર પડે છે અને તે ખૂબ જ નબળી પડે છે.

સ્મોકિંગ- જો તમે ધુમ્રપાન અથવા તો પછી શરાબ નું સેવન કરતા હો, તો પ્રયત્ન કરો કે તેનાથી શક્ય હોય ત્યા સુધી દૂર રહો. તેને કારણે ઈમ્યૂનિટી ઓછી થવાની સાથે ઘણી અન્ય રોગોનો પણ શિકાર થઈ શકાય છે.

ફાસ્ટ ફૂડ- જો તમારે ફિટ રહેવું હોય તો જંક ફૂડને છોડીને હેલ્ધી ઘરનું ખાવાનું ખાવું જોઈએ. જંક ફૂડમાં સુગર, સોડિયમ અને ફેટ વધુ માત્રામાં હોવાની સાથે ફાઇબરની માત્રા ખૂબ જ નહિવત પ્રમાણમાં હોય છે. જેને કારણે તમારી ઈમ્યૂનિટી ઓછી થઈ શકે છે.

સોડા- સોડામાં સુગર અને કેલરી વધુ પ્રમાણમાં હોય છે. તેમાં ન્યૂટ્રિએન્ટ્સ નથી હોતા. જેના કારણે તમારી ઈમ્યૂનિટી ઓછી પડવાની સાથે તમારું શરીરનું ફેટ અને વજન ઝડપથી વધી શકે છે. આથી સોડા પીવાને બદલે દાડમ કે મોસંબીનું રસ પી શકાય, તેમાં કોઈપણ પ્રકારની સુગર નથી હોતી અને તે આરોગ્યપ્રદ પણ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

 

આઈસ્ક્રીમ- સ્વાદમાં ગળ્યો અને ટેસ્ટમાં સ્વાદિષ્ટ લાગતા આઈસ્ક્રીમમાં ફેટ અને સુગર વધારે પ્રમાણમાં હોય છે. જે ઈમ્યૂનિટીને નબળી બનાવે છે. આથી, આઈસ્ક્રીમનું સેવન નહિવત માત્રામાં કે કોઈક વખતે જ કરવું જોઈએ. આઈસ્ક્રીમ ખાવાને બદલે તમે ડ્રાયફ્રુટ, નટ્સ, બેરી અથવા તો હનીનું સેવન કરી શકો છો.

સોડિયમવાળો ખોરાક- સોડિયમવાળો ખોરાક જેમકે, ફ્રીઝ કરેલ મીટ, શાકભાજી, ચીઝ લોડેડ પિઝા, નાસ્તો વગેરે હોઈ શકે છે. જો તમે વધારે સોડિયમ વાળા ખોરાકનું સેવન કરશો તો તમારું બી.પી. વધશે. આ સાથે જ તમારી ઇમ્યુનિટી પણ ઘટશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વેફર્સ, ફ્રાઇસ- બટાકા અથવા તો બીજા તૈયાર નાસ્તા કે જેમાં વધુ માત્રામાં મીઠું હોય અને જે ખરાબ તેલમાં કે એકના એક તેલમાં વારંવાર તળેલા હોય છે, તે પણ તમારી ઈમ્યૂનિટી સિસ્ટમ પર ખરાબ અસર પાડી શકે છે અને તમારી રોગપ્રતિકારકતા ઘટી શકે છે.

તેમાં ખૂબ જ ઓછી માત્રામાં ન્યુટીએન્ટ્સ હોય છે. આથી, તે વધારે ના ખાવા જોઈએ. તેને બદલે તમે ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર કેળા, મલ્ટીગ્રેન રોટલી, ખજૂર કે અન્ય ડ્રાયફ્રુટ નું સેવન કરી શકો છો.

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!