વિટામિન C શરીર માટે ખૂબ જ આવશ્યક છે. મહિલાઓને એક દિવસમાં 75 mg, જ્યારે પુરુષોને 95 mgવિટામિન Cની જરૂર હોય છે. આપણું શરીર પોતાની રીતે વિટામિન C બનાવી નથી શકતું અને તેને સંગ્રહ પણ નથી કરી શકતું. આથી, તેની કમી પરી કરવા માટે રોજના ડાયટ પ્લાનમાં દરરોજ વિટામિન C લેવું આવશ્યક હોય છે.
કયા માણસોમાં હોય છે વિટામિન Cની કમી- બહારનું ખાનપાનની આદતો, કિડનીની તકલીફ ધરાવતા લોકો, ખૂબ જ વધુ સ્મોકિંગ- આલ્કોહોલ પીનારા લોકોમાં વિટામિન Cની કમી જોવા મળે છે. શરીરમાં વિટામિન C ખૂબ જ નહિવત હોવા પર કેટલાક ખાસ લક્ષણો જોવા મળે છે.
ઘા પર જલ્દી રૂઝ ના આવવી- વાગવા પર કે ઘા લાગવા પર બ્લડ અને ટિશ્યૂમાં રહેલું વિટામિન Cનું સ્તર ખૂબ જ નીચે જતું રહે છે. શરીરને કોલેજન બનાવવા માટે તેની આવશ્યકતા હોય છે. કોલેજન એક પ્રકારનું પ્રોટીન હોય છે, જે સ્કિન રિપેર એટલે કે બોડી ને સાંધવાનુંનું કામ કરે છે.
વિટામિન C ન્યૂટ્રોફિલને પણ મદદ કરે છે. ન્યૂટ્રોફિલ શ્વેતકણ હોય છે, જે વાયરસ સામે લડે છે. વિટામિન Cની કમી થવા પર શરીરને આ તમામ આવશ્યક વસ્તુઓ નથી મળી શકતી, જેને કારણે ઘા ભરાવામાં ઘણો વધારે સમય લાગી જાય છે.
પેઢામાં બ્લડ આવવું, નાકમાંથી બ્લડ આવવું- વિટામિન C રક્ત વાહિકાઓની કોશિકાને સ્વસ્થ રાખે છે. દાંત અને પેઢાની મજબૂતાઈ માટે પણ કોલેજન જરૂરી છે. એક અભ્યાસ મુજબ, પેઢાની બીમારી ધરાવતા જે માણસોએ 15 દિવસ સુધી દ્રાક્ષ ખાધી હતી, તેમના પેઢામાંથી બ્લડ નીકળવાનું બંધ થઈ ગયું. આ ઉપરાંત, વારંવાર નાકમાંથી બ્લડ ફૂટવું તે પણ વિટામિન Cની કમીનો સંકેત હોઈ શકે છે.
વજનમાં વધારો- એક અભ્યાસમાં વિટામિન Cના ઓછાં સ્તર અને વધતા વજનની વચ્ચે એક ચોક્કસ પ્રકારનો સંબંધ મળી આવ્યો છે, ખાસ કરીને પેટના ફેટ પર. તો બીજી તરફ યોગ્ય માત્રામાં વિટામિન C મળવા પર બોડીની ચરબી એનર્જીમાં બદલાઈ જાય છે.
સુકી, કરચલીવાળી સ્કિન- વિટામિન Cની કમીથી સ્કિન સુકી અને નિર્જીવ બની જાય છે. આ ઉપરાંત, ત્વચા પર કરચલી અને ફોડલીઓ પણ થવા માંડે છે. જ્યારે જે લોકો વિટામિન Cથી ભરપૂર યોગ્ય ખોરાક લે છે, તેમની સ્કીન નરમ અને હાઇડ્રેટેડ હોય છે. વિટામિન C એક એન્ટીઓક્સિડન્ટ છે, જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
થાક અને આળસ- વિટામિન Cની કમીથી દરેક વખતે થાક અને આળસ નો અનુભવ થાય છે. કેટલાક લોકો પર કરવામાં આવેલ અભ્યાસમાં જણાયું કે, વિટામિન Cની કમીને કારણે થાક વધુ લાગે છે. જોકે, થાક અને ગુસ્સાના અન્ય પણ ઘણા કારણો હોઈ શકે છે.
નબળી રોગપ્રતિકારક શક્તિ- વિટામિન Cની ઉણપથી રોગપ્રતિકારક શક્તિ નબળી બની જાય છે. તેના કારણે તમે વારંવાર બીમાર પડી શકો છો અને રિકવર થવામાં ઘણો સમય લાગી શકે છે. કેટલાક અભ્યાસ અનુસાર, વિટામિન C ન્યુમોનીયા અને બ્લડ ઈન્ફેક્શન જેવી બીમારીઓથી રક્ષણ આપવાનું કામ કરે છે. આ ઉપરાંત, તે હાર્ટની બીમારીઓ અને કેન્સરની સંભાવનાને પણ ઓછી કરી શકે છે.
આંખોમાં ઝાંખપ પડવી- જો તમારી આંખોમાં ઉંમરની સાથે ઝાંખપ થઈ રહી હોય તો વિટામિન C અને અન્ય એન્ટીઓક્સિડન્ટની કમીને કારણે તે વધુ જલ્દી બગડી થઈ શકે છે. યોગ્ય ડાયટ પ્લાન દ્વારા વિટામિન C લેવાથી મોતિયો થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે.
સ્કર્વી – વિટામિન Cની કમીથી ઘણા માણસોને સ્કર્વી રોગ પણ થઈ જાય છે. તેના કારણે દર્દીઓને નબળી રોગપ્રતિકારક શક્તિ, થાક, દાંત કકડવા, નબળા નખ-દાંત, સાંધાનો દુઃખાવો અને વાળ બરછટ થઈને ખરવા જેવી સમસ્યાઓ થવા માંડે છે. શરીરમાં વિટામિન Cનું પ્રમાણ વધતા જ આ તમામ લક્ષણો ઓછાં થઈને ધીમે ધીમર બંધ માંડે છે.
વિટામિન C ધરાવતા ખોરાક- સંતુલિત ડાયટ પ્લાન દ્વારા તેની કમીને દૂર કરી શકાય છે. અડધો કપ સિમલા મિર્ચ, પોણો કપ નારંગીનું જ્યૂસ, અડધો કપ બ્રોકલીથી વિટામિન Cનું જરૂરી પ્રમાણ પ્રાપ્ત કરી શકાય છે. આથી, તમે પોતાના ડાયટ પ્લાનમાં નારંગી, લેમન, પાલક મેથી, કીવી, આંબળાને જરૂર સામેલ કરો.