શરદી અને ઉધરસ આ દિવસોમાં દરેકને ચિંતાયુક્ત બનાવે છે. જેના કારણે કફની સમસ્યા પણ થાય છે. બદલાતી મોસમમાં, ઉધરસ ના લીધે કફ ઘણીવાર છાતી અને ગળામાં એકઠા થાય છે.
જેથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જો લોકોને છાતીમાં કફ જમા થાય તો તેથી તે ફેફસાના ચેપ અને બળતરાનું કારણ બની શકે છે. તો ચાલો આજે જાણીએ શરદી, ખાંસી અને છાતીમાંના કફની સારવાર વિશે.
લીંબુના રસમાં આદુની પેસ્ટ અને સિંધવ મિક્ષ કરી પીવાથી શરદી અને કફ મટે છે. આદુને પાણીમાં ઉકાળીને પીવાથી શરદી મટે છે. એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ નવશેકા પાણી સાથે પીવાથી કફની સમસ્યા દૂર થાય છે.
મધ ગળાના કફને સાફ કરે છે અને લીંબુ કફને કાઢી નાખે છે. આ મિશ્રણ ખાંસીથી સંપૂર્ણ છૂટકારો મેળવવા માટે ખૂબ ઉપયોગી છે. આ મિશ્રણને અઠવાડિયામાં ત્રણ વખત લેવાથી છાતી અને ગળામાંથી કફ દૂર થાય છે.
ગરમ પાણીમાં લસણના રસ નાખી કોગળા કરવાથી શરદી મટે છે. શરદીથી છૂટકારો મેળવવા માટે એક ચમચી આદુનો રસ અને મધ સવારે અને સાંજે પીવો. 1 કપ પાણી ઉકાળો, તેમાં 3 લીંબુનો રસ નાખો, બરાબર મિક્સ કરો,
ત્યારબાદ થોડોક ભૂકો લસણ નાખો અને તેમાં કાળા મરી 1/2 ચમચી ઉમેરો અને છેલ્લે એક ચપટી મીઠું નાખો. આ બધી વસ્તુઓને મિક્ષ કરીને પેસ્ટ બનાવીને તેનું સેવન કરવાથી છાતી અને ગળામાં નો કફ દૂર થાય છે.
આદુનો પાઉડર ગોળ અને થોડું ઘી સાથે મેળવીને તેમાંથી ગોળીઓ બનાવીને ખાવાથી શરદી અને કફ મટે છે. આદુ, કાળા મરી અને તુલસીના પાનનો ઉકાળો બનાવી પીવો, શરદી મટે છે. આદુ તમારી શ્વસન પ્રણાલીમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે અને ઉધરસથી રાહત આપે છે.
તમે કાચું આદુ ચાવશો, આદુના કેટલાક ટુકડા કરી લો અને તેને 10 મિનિટ સુધી પાણીમાં ઉકાળો અને આ પાણી 5 થી 6 વખત પી શકો છો. શ્રેષ્ઠ પરિણામો માટે, તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો.
ગરમ રેતીથી શેક કરવાથી શરદી મટે છે. ગરમ ચણા સુગંધવાથી શરદી મટે છે. આદુના ટુકડા અને લીલી હળદર ના ટુકડા ભેગા કરો. આ ટુકડામાં ફુદીનો અને તુલસીના પાન નાખો અને તેને ગરમ કરો અને પીવો.
હિંગ સૂંઘવાથી નાક મનો કફ દૂર થાય છે. ગરમ દૂધમાં હળદર પીવાથી ગળું સાફ થાય છે અને ગળા અને નાકમાંથી કફ નીકળી જાય છે. ફુદીનાની ચા બનાવો અને તેમાં મીઠું નાખીને પીવાથી શરીરની કફ મટે છે.
ગળા અને છાતીના કફથી છુટકારો મેળવવા માટે, બે ચમચી દ્રાક્ષનો રસ લો અને તેમાં બે ચમચી મધ નાખો. આ મિક્સરને અઠવાડિયામાં ત્રણ વખત નિયમિતપણે લો. આનાથી તાત્કાલિક ફાયદો થશે. અજમાની પોટલીને સૂંઘવાથી શરદીમાં રાહત મળે છે.
કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે. તાજા ફૂદીનાનો રસ પીવાથી શરદી મટે છે. નાગરવેલનાં બેથી ચાર પાન શરદી મટાડી શકે છે. સૂવાના સમયે ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરવાથી પીવાથી શરદી અને કફ મટે છે.
સાકરની ચાસણીમાં સરસવ મિક્સ કરી લેવાથી શરદી મટે છે. ગરમ દૂધમાં કાળા મરીનો પાઉડર અને સાકર મિક્ષ કરવાથી શરદી મટે છે. સૂંઠને પાણીમાં ઉકાળીને તે પાણી પીવાથી શરદી મટે છે.
છીંકણી ની જેમ સાકરનો બારીક પાવડર સૂંઘવાથી શરદી મટાડે છે. તુલસીના પાનની ચા પીવાથી કફ મટે છે. તુલસી, આદુ, કાળા મરી અને ગોળ ઉકાળો અને દિવસમાં ત્રણ વખત પીવો. નાકમાં ફુદીનાના રસના ટીપાં નાખવાથી સળેખમ મટે છે. રૂમાલમાં લવિંગ તેલના સુગંધ લેવાથી શરદી મટે છે.