આજના સમયમાં શરીરમાં ચરબી વધવાનું મુખ્ય કારણ જંક ફૂડ અને પેકેજડ ફૂડનો વધુ પડતો ઉપયોગ છે. તેમાં રહેલા ખરાબ કાર્બસ અને તેલનો વધુ પડતો ઉપયોગ અને અન્ય કેમિકલ્સ આ માટે જવાબદાર છે.
મોટા ભાગે કેળું અને ચીકુ ન ખાશો. આ સ્થૂળતામાં વધારો કરે છે. ફુદીનાની ચા પીવાથી જાડાપણું ઓછું થાય છે. મરી અને મીઠા સાથે ટમેટા અને ડુંગળીનો કચુંબર ખાઓ. તે શરીરને વિટામિન સી, વિટામિન એ, વિટામિન કે, આયર્ન, પોટેશિયમ, લાઇકોપીન અને લ્યુટિન પ્રદાન કરે છે. જમ્યા પહેલા તેને ખાવાથી પેટ ઝડપથી ભરાઈ જશે અને વજન નિયંત્રિત થશે.
રાગી નાગલી અથવા નચની તરીકે પણ ઓળખાય છે વજન ઘટાડવા માટે તે એક ઉત્તમ અનાજ છે. તેમાં ટ્રાયપ્ટોફન નામનો એમિનો એસિડ હોય છે જે ભૂખ ઘટાડે છે અને વજન ઘટાડવા માટે સારા પરિણામ આપે છે. રાગી આયર્નની સાથે ફાઇબરનો ઉત્તમ સ્રોત છે જે પાચનમાં મદદ કરે છે અનિદ્રા પણ વજન વધારવા તરફ દોરી જાય છે.
વિટામિન સી સમૃદ્ધ, રાગી ધાન્યના લોટમાં રહેલ ગ્લુટેન દ્રવ્ય મુક્ત છે. જે કોલેસ્ટરોલનું નિયંત્રણ કરે છે અને સારી નિંદ્રા લેવામાં મદદ કરે છે. રાગીના બીજનું સેવન રાત્રે પણ કરી શકાય છે, તે સારી ઊંઘમાં મદદ કરે છે અને આરામ આપે છે.
રાગી ની કૂકીઝ, ઇડલી અને બ્રેડ સિવાય રાગીના લોટમાંથી દલિયા બનાવવાની એક સરળ રીત પણ છે. તેથી તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકો પણ તેને ખૂબ જ જોશથી ખાય છે. વિશ્વના હજારો લોકો વજન ઘટાડવા માટે ઓટ્સનો ઉપયોગ કરે છે. બદામના લોટ અથવા ક્વિનોઆ લોટ જેવા ખર્ચાળ લોટની તુલનામાં ઓટ્સ પ્રમાણમાં સસ્તું છે અને કાર્બોહાઈડ્રેટથી સમૃદ્ધ છે. તે આપણા શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર નિયંત્રિત કરે છે અને હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે
હનીમાં ઘણા એવા ગુણધર્મો છે જે સ્લિમિંગ તેમજ ચરબીમાં મદદ કરે છે. માનવ શરીરને મજબુત બનાવવાની સાથે, સવારે હળવા પાણી સાથે મધનું નિયમિત સેવન કરવાથી શરીરમાં વધતા વજનને નિયંત્રણમાં રાખવામાં વજન ઓછું થઈ શકે છે.
ઓટ્સના લોટના ઉપયોગથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી વારંવાર ભૂખ નથી આવતી અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આખી રાત ભીંજાયેલા ઓટ્સ ખાવાથી તમે વજન ઘટાડી શકો છો. આખી રાત પલાળેલા ઓટ્સ ખાવા તે વધુ પોષક છે અને ગેસ પર રાંધવા કરતા વજન ઓછું કરવામાં વધુ મદદ કરે છે.
હુંફાળું ગરમ પાણી વધેલા વજનને દૂર કરવામાં બહુ મદદરૂપ બને છે. લીંબુ અને હુંફાળું પાણી ચરબી બાળવા માટે સૌથી અસરકારક પીણું ગણાય છે. જો વજન ઓછું કરવા માગતા હોય તો ભોજન બાદ લીંબુને સહેજ હુંફાળા પાણી સાથે મિક્સ કરીને પીવાથી વજન ઘટાડવામાં ખૂબ જ મદદ કરે છે.વજન ઘટાડવું એ એવી વસ્તુ નથી જે તાત્કાલિક થાય છે. તે એક પ્રક્રિયા છે જે સતત અને સંતુલિત ડાયટ પછી જ રિઝલ્ટ મળે છે.