જે વસ્તુને તમે નકામી ગણી ફેંકી દો છો તેના ફાયદા જાણી ચોંકી ઉઠશો, હાલ જ જાણી લો નહીં તો પસ્તાશો

કેરીની સીઝન ઉનાળાની શરૂઆત સાથે શરૂ થાય છે. ફળોના રાજા કેરીનો સ્વાદ ખૂબ જ મધુર હોય છે. તો કેરીની ગોટલી પણ શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. આપણે કેરી ખાધા પછી છાલ અને ગોટલી ફેંકી દઈએ છીએ. પરંતુ તે ગોટલી ફેંકવાને બદલે મુખવાસ અથવા બીજી રીતે તેનું સેવન કરવાથી વ્યક્તિના શરીરમાં વિટામિન બી -12 ની ઉણપ દૂર થઈ શકે છે.

આ સાથે ગોટલીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઘણી બીમારીઓથી છૂટકારો મળી શકે છે. ગોટલીમાં મેન્ગીફેરીન નામનું તત્વ હોય છે જે માનવ શરીરમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. 

100 ગ્રામ ગોટલામાં બે કિલોગ્રામ કેરીનો રસ કરતાં વધુ પોષક તત્વો હોય છે. કેરી કરતાં ગોટલી વધુ પોષક હોય છે. જેને મોટાભાગના લોકો ડસ્ટબિનમાં ફેંકી દે છે. કેરીની ગોટલીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, તેલ અને ફાયટોકેમિકલ્સ ભરપુર માત્રામાં હોય છે.

માનવ શરીર દ્વારા જરૂરી 20 એમિનો એસિડ્સમાંથી, ફક્ત 9 એની જાતે બનતા જ નથી.  આ નવ એમિનો એસિડ્સમાંથી આઠ ફિનાઇલ, એલાનાઇન, વેલીન, થ્રેઓનિન, ટ્રિપ્ટોફન, મેથિઓનાઇન, લ્યુસીન, આઇસોલીસીન, લાઇસિન અને હિસ્ટિડાઇનથી કેરીની ગોટલી સમૃદ્ધ હોય છે. એમિનો એસિડમાંથી બનાવેલ પ્રોટીન શરીરના પાચનને મજબૂત કરવામાં મદદ કરે છે. જેના કારણે ખોરાક સરળતાથી પચે છે.  

વળી, શરીરમાં હાજર ફાઈબર શરીરમાંથી વધારાની સુગર કાઢી નાખે છે. ઉપરાંત, તે પેટ સાથે સંબંધિત કોઈપણ સમસ્યાને દૂર કરે છે. તેમજ પ્રોટીન માટે એમિનો એસિડ્સ ખૂબ જ આવશ્યક છે. આ ઉપરાંત સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ઝીંક, મેંગેનીઝ પણ તેમાં યોગ્ય માત્રામાં મળી આવે છે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ગોટલીમાં ડ્રાયફ્રૂટ્સ કરતાં પોષક તત્વો વધુ હોય છે. તેનું સેવન કરવાના પણ ઘણા ફાયદા છે. કેરીની ગોટલીમાં કાર્બોહાઇડ્રેટ, ચરબી અને પ્રોટીન ઉપરાંત, 44 થી 48 ટકા ફેટી એસિડ્સ, એમિનો એસિડ્સ, તેમજ વિવિધ ખનિજો શામેલ હોય છે. તેનો ઉપયોગ ઘઉંના લોટ તરીકે પણ થઈ શકે છે કેમ કે તેમાં સ્ટાર્ચના રૂપમાં કાર્બોહાઈડ્રેટ હોય છે.

કેરીની ગોટલીમાં મેંન્ગીફેરીન નામના તત્વથી ભરપુર માત્રા છે, જે ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ ફાયદાકારક છે.  વળી, તેમાં હાજર આઇસો મેંગિફેરીન, ફ્લેવોનોઇડ્સ જેવા તત્વો કેન્સર જેવા ગંભીર રોગો સામે રક્ષણ આપે છે.

ઉપરાંત, આપણા આહારમાં પોવિસાકેરાઇડના સ્વરૂપમાં સ્ટાર્ચ શામેલ હોય છે. જ્યારે આ સ્ટાર્ચ છૂટા પડે છે, ત્યારે સુગર તેનાથી અલગ થઈ જાય છે અને તે લોહીમાં ભળી જાય છે.  તેથી આંતરડામાં એમીલેઝ નામનો રસ ઝરે છે.  આ રસ સુગરને સ્ટાર્ચથી અલગ પાડે છે. પરંતુ ગોટલીમાં મંગિફેરીન નામનું તત્વ આ પ્રક્રિયાને ધીમું કરે છે. તેથી ડાયાબિટીઝ નિયંત્રણમાં રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કેરીના ગોટલાને શેક્યા પછી તેનો ઉપયોગ કરો. તે અતિસારને મટાડે છે. અને કેરીનો રસ પચાવે છે.  અતિસાર અને ઝાડાની સ્થિતિમાં શેકેલા કેરીના ગોટલાને દહીં અથવા છાશ સાથે લેવાથી રાહત મળે છે.

કેરીની ગોટલીનો સ્વાદ તૂરો છે. જો તમને ફુટેલી નસકોરી, હરસ વગેરેમાં રક્તસ્રાવ બંધ કરવો હોય તો ગોટલી લો.  ગોટલીનો પાવડર પાણીમાં પલાળી શરીરે લગાવવાથી ખંજવાળ આવતી નથી.

ગોટલી માથાની જૂ દૂર કરવા માટે ફાયદાકારક છે. ગોટલીને બાઉલમાં મેશ કરી પાવડર બનાવો. આ પાઉડરમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળ પર લગાવો. આ કરવાથી માથાના જૂ દૂર થઈ શકે છે. ઝાડા થાય તો કેરીની ગોટલીનું શાક ખાવાથી તે દૂર થઈ જાય છે. દિવસમાં ત્રણ ચમચી તેનો પાવડર અને ખાંડ સમાન માત્રામાં લેવાથી ઝાડાથી રાહત મળે છે. કેરીની ગોટલી યોગ્ય માત્રામાં ખાવાથી હાઈ બ્લડ પ્રેશરથી રાહત મળે છે.  આ ઉપરાંત હૃદયરોગને પણ મટાડી શકાય છે.

કેરી ખાવાથી કોલેસ્ટરોલ નિયંત્રિત કરી શકાય છે. ગોટલી રક્ત પરિભ્રમણનું નિયમન કરીને ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને દૂર કરવામાં મદદ કરે છે. ઘણા લોકો મેદસ્વીપણાથી પરેશાન છે.  ગોટલીનું સેવન જાડાપણું ઘટાડવા માટે પણ ફાયદાકારક છે.  આની સાથે ગોટલી વજન ઘટાડવા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેનાથી ચરબી વધતી નથી.

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!