આજે આખી દુનિયા તમાકુના વ્યસનના પડકારનો સામનો કરી રહી છે. WHO ના અનુસાર, વિશ્વભરમાં 1 અબજથી વધુ લોકો ધૂમ્રપાન કરે છે અને આ વ્યસન દર વર્ષે 7 મિલિયન લોકોની હત્યા કરે છે. તમાકુમા રહેલા નિકોટીન ને કારણે તેનું વ્યસન લાગી જાય છે અને તે જલ્દીથીથી છુટતું નથી.
પરંતુ કોશિશ કરવામાં આવે, તો તમે સિગારેટ છોડી શકાય છે. એકલા ભારતમાં લગભગ 10 કરોડ ધૂમ્રપાન કરનારાઓ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વના 12% ધૂમ્રપાન કરનારા ભારતમાં રહે છે. દર વર્ષે દેશમાં 13.5લાખ લોકો ધૂમ્રપાનને કારણે પોતાનો જીવ ગુમાવે છે. સિગરેટમાં 400 ઝેર અને 69 એવા તત્વો હોય છે જે કેન્સરનું કારણ બની શકે છે.
તમાકુની સૌથી વધારે અસર ફેફસાં પર થાય છે. તમાકુનું વ્યસન 40-49 વર્ષના લોકોમાં સૌથી સામાન્ય છે. તે પછી તે 50-59 અને 30-39 વર્ષની વયના લોકોમાં જોવા મળે છે. યુવાન મિત્રોના દબાણથી સ્ટાઈલ, સ્ટેટમેન્ટ અને સ્ટ્રેસના કારણે ધૂમ્રપાન કરતા હોવાનું માલુમ પડ્યું છે.
જો તમારું મનોબળ મજબૂત છે, તો તમે નિયમિત કાઉન્સલિંગ અને દવાથી તમે ધૂમ્રપાન છોડી શકો છો. આ સાથે રોગથી બચવા નિયમિત હેલ્થની તપાસ કરાવવી પણ જરૂરી છે. તમારા સંબંધીઓ માટે પણ તમાકુ છોડવાનો પ્રયાસ કરો. આયુર્વેદિક ઉપચાર તમને આ પ્રયત્નમાં મદદ કરશે અને તમે સ્વસ્થ જીવન જીવી શકશો.
જો તમને તમાકુની તૃષ્ણા હોય, તો થોડા દાણા અજમાના લઈ ચાવો. આ નિયમિત કરવાથી તમે વ્યસનમાંથી મુક્તિ મેળવશો. ત્રિફળા તમારા શરીરમાંથી ઝેર દૂર કરે છે અને તમાકુની તૃષ્ણાને ઘટાડે છે. તમે દરરોજ રાત્રે 1 ચમચી ત્રિફળા ગરમ પાણી સાથે મેળવી શકો છો, તેનાથી પાચન પણ સુધારશે.
જિનસેંગ એ એક જડીબુટ્ટી છે જે તલપ ઘટાડે છે અને જ્યારે તમે ધૂમ્રપાન છોડતા હો ત્યારે ચીડિયાપણું, મૂડ સ્વિંગ સહિત માનસિક અને શારીરિક લક્ષણોથી રાહત મેળવે છે. જિનસેંગમાં તમે સ્મોક કરો ત્યારે ખુશી આપતા ડોપમાઇન ન્યુરોટ્રાન્સમીટરને કંટ્રોલ કરવાની ક્ષમતા રહેલી હોય છે જે ધૂમ્રપાન કરતી વખતે શરીરને ખુશ કરે છે.
સૂકું આદુ ચાવો
આદુમાં સલ્ફર હોય છે. તેથી તેને ચાવવાથી તમે વ્યસનમાંથી મુક્તિ મેળવશો. લીંબુના રસમાં આદુનો નાનો ટુકડો નાખો. કાળા મરી ઉમેરો અને બરણીમાં સ્ટોર કરો. જ્યારે પણ તમને ધૂમ્રપાન કરવું હોય, ત્યારે તમાકુને બદલે આદુનો ટુકડો ચાવો.
જ્યારે તમે તમાકુની ઝંખના કરો છો ત્યારે કંઈક ચાવી લો. જો તમે આદુ, અનનાસ, ચ્યુઇંગમ ચાવશો, તો તમાકુની તૃષ્ણા ઓછી થશે.