વગર દવાએ મેળવો શરદી, ઉધરસ, કફ અને ગળાના દુખાવાથી છુટકારો ફક્ત 2 જ દિવસમાં

ઉધરસની સાથે કફ આવવું અથવા સુકી ઉધરસ આવી બંનેમાં પરિશાની થાય છે. રાત્રે ઊંઘ આવતી નથી. ઘણા લોકોને રાત્રે અથવા ઊંઘ દરમિયાન પણ ઉધરસ આવે છે. જેમાં બેદરકારી કરવી નહીં તેનો તરતજ ઉપાય કરવો.

100 ગ્રામ આદુનો છૂંદો કરવો, તેમાં બે થી ત્રણ ચમચી મધ મિક્સ કરો, બે ચમચી પેસ્ટ દિવસમાં બે વખત લેવાથી રાહત મળે છે. આ પેસ્ટનું સેવન કરવાથી તમારી છાતી અને ગળામાં કફ દૂર થાય છે.

લીલા અને સુકા દ્રાક્ષ બંનેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.  દ્રાક્ષનું સેવન ફેફસાં માટે અને જામેલા કફની સમસ્યાથી રાહત માટે ખૂબ ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું છે.

આદુ અને મધ આયુર્વેદમાં શ્રેષ્ઠ ઓસડ માનવામાં આવે છે અનેકવિધ ઔષધિઓના નિર્માણમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને વસ્તુનું એક સાથે સેવન કરવાથી તમે અનેક રોગોથી રક્ષણ મેળવી શકો છો. આ બંનેના સેવનથી શરદી-ઉધરસ દૂર કરીને તમારા શ્વાસ લેવાની પ્રક્રિયાને સામાન્ય બનાવી શકાય છે.

સાથે જ જો તમે તેમાં બે ચમચી મધ મિક્સ કરો અને અઠવાડિયામાં ત્રણ વાર આ પેસ્ટનું સેવન કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે કાળા અને સફેદ બંને મરીનું સેવન આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કાળા મરી સ્વાદમાં તીક્ષ્ણ હોય છે, તેથી કાળા મરીનો ઉપયોગ ઉધરસની સમસ્યાથી રાહત માટે અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે, એક / બે ચમચી સફેદ મરી લઈ તેને પીળી લેવા પછી તેમાં એક ચમચી મધ સાથે મિક્સ કરો. આ પેસ્ટને માઇક્રોવેવમાં દસથી પંદર મિનિટ સુધી મૂકો. આ પેસ્ટના સેવનથી જામેલા કફમાં ત્વરિત રાહત મળે છે. ખાંસીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે, આ પેસ્ટને નિયમિત રીતે એક અઠવાડિયા સુધી ત્રણવાર લેવાથી રાહત મળે છે.

જો તમે બ્લેક ટી બનાવો છો, તો તેમાં એક ચમચી તાજા લીંબુનો રસ મિક્સ કરો અને પછી તેમાં એક ચમચી મધ નાખી ખાવાથી કફની સમસ્યા દૂર થાય છે. થોડા દિવસો તેનું સેવન કરવાથી, તમારી ઉધરસને લગતી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.  મીઠાના પાણીના ઉકાળા એ એક પ્રાચીન અને અસરકારક ઉપાય માનવામાં આવે છે.

તેના માટે સૌપ્રથમ એક ગ્લાસ નવશેકું પાણી લો, તેમાં એક ચમચી મીઠું નાખો અને તેને સારી રીતે ભેરવી દો. પછી તમારા ગળાને પાછળની બાજુ લઇ જઈને આ પાણી મોમાંભરીને ધીમે ધીમે કોગળા કરો. આ પાણી ગળીને ગળીના જવું તેનું ધ્યાન રાખવું. કોગળા કરી બધુજ પાણી બહાર કાઢી નાખવુ

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બે કપ પાણી લો, તેમાં ત્રીસ કાળા મરીના દાણા ઉમેરો અને તેને ઉકાળો. હવે જ્યારે આ પાણી ચતુર્થાંશ રહે ત્યારે તેને ગાળી લો અને તેમાં એક ચમચી મધ નાખો. આ પાણી સવારે અને સાંજે પીવો. આમ આ ઘરેલુ ઉપાયથી કફવાળી ખાંસી અને કફ બંનેમાંથી છૂટકારો મળી શકે છે. રાત્રે સૂતી વખતે નાકમાંથી શ્વાસ લેવાથી નાક અને ગળામાં રહેલો મ્યુકસ વધુ સક્રિય થાય છે. જેના કારણે કફની સમસ્યાને વધે છે.

બે-ત્રણ ઓશિકા મૂકીને ઊંચાઇ પર માથું રાખવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. આ મિશ્રણના નિયમિત સેવનથી, તમારી છાતી અને ગળામાં સંચિત કફ ધીમે ધીમે અદૃશ્ય થવા માંડે છે, આદુ પીસી લો અને તેને તમારા મોમાં નાના ટુકડા કરીને ચુસવા. આ કરવાથી શરીરમાંથી ઉધરસ સરળતાથી દૂર થઈ જશે.  જો તમને કાકડા અને ગળાની કોઈ તકલીફ છે, તો મોં ખોલો અને કાચા હળદરનો રસ તમારા ગળામાં નાખો અને થોડા સમય માટે ચૂપ બેસો. જેના કારણે રસ ગળામાંથી નીચે જશે અથવા તુરંત જ સમસ્યા ઓછી થવા લાગે છે.  અને આરામદાયક લાગે છે

જેઠી મધના 5 ગ્રામ પાઉડરને પાણી સાથે ઉકાળો અને અડધો કપ પાણી બાકી રહે પછી તેને ગાળી લો. આ ઉકાળાને અડધો કપ સવારે અને સાંજે પીવો. આ ઉપાય બે-ત્રણ દિવસ કરવાથી, કફ સહેલાઇથી નીકળી જશે અને ઉધરસ પણ ઓછી થવા માંડશે છે. લીંબુમાં હાજર સાઇટ્રિક એસિડ અને મધમાં સમાવિષ્ટ તત્વો કફના સંચયને ઘટાડવામાં મદદ કરે છે અને ગળાના દુખાવામાં રાહત આપવા માટે પણ ફાયદાકારક હોઈ શકે છે.  .

મધ અને આદુનો ઉપાય, મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે કફથી રાહત માટે મદદગાર છે.  સૂવાના સમયે અડધો ચમચી આદુનો રસ અડધો ચમચી મધ સાથે મેળવી લેવાથી રાત્રે ઉધરસની સમસ્યાથી મુક્તિ મળે છે. ખાંસીથી બચવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે મહત્તમ પ્રવાહી લો. તે લાળ (ઉધરસ) ને પાતળો કરે છે અને રાત્રે ઉધરસની સમસ્યાથી બચાવે છે.

જામેલાં કફ ની સમસ્યા માટે હળદર પણ અસરકારક ઉપાય હોઈ શકે છે. હળદર એ એક ઉત્તમ એન્ટિસેપ્ટિક્સ છે. તે એન્ટીઓકિસડન્ટ તત્ત્વ સમૃદ્ધ છે અને તેમાં કક્ર્યુમીન પણ છે, જે શરીરની બધી આંતરિક અને બાહ્ય સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર અને દોઢ ચમચી કાળા મરીનો પાઉડર મિક્સ કરો. ત્યારબાદ તેમાં એક ચમચી મધ નાખો. આ દૂધના નિયમિત સેવનથી છાતી અને ઉધરસ થોડા દિવસોમાં સાફ થઈ જાય છે 

લસણમાં પોષક તત્વો ભરપુર હોય છે. જો તમે એક કપ પાણી માં ત્રણ લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરી લો, ત્યારબાદ થોડો ગ્રાઉન્ડ લસણ નાખી દો અને દોઢ ચમચી કાળા મરીનો પાઉડર નાખો અને અંતે એક ચપટી મીઠું નાખો. આ બધી વસ્તુઓને એક સાથે મિક્ષ કરીને, પેસ્ટ બનાવીને તેનું સેવન કરવાથી ખાંસીની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. અને આરામ મળે છે.

ડુંગળી એન્ટીઓકિસડન્ટ અને અન્ય પોષક તત્ત્વોથી ભરપુર હોય છે તેથી નિયમિત રીતે ડુંગળી ખાવી જોઈએ.ક્ફ ની મુશ્કેલી ને દૂર કરવા માટે એક ડુંગળી લઈ ને તેને છોલીને પિલી કરવી ત્યારબાદ તેમાં એક લીંબુનો રસ નાખો. હવે આ મિશ્રણને એક કપ પાણીમાં નાંખો અને બે થી ત્રણ મિનિટ સુધી ગરમ કરો. એક ચમચી મધ પણ ઉમેરો.  વે આ મિશ્રણ દિવસમાં ત્રણ વખત લો, આ ક્રિયા નિયમિત કરવાથી ગળા અને કફની સમસ્યાને મૂળમાંથી દૂર કરવામાં મદદ મળે છે.

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!