આજે આપણે કઠોળની વાત કરવા જઈ રહ્યા છીએ જે કઠોળનો રાજા માનવામાં આવે છે, તેથી આપણા શરીરને વિટામિન અને પ્રોટીન પુરતા પ્રમાણ મળે છે. મગમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં નબળાઇ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ફણગાવેલા મગમાં તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ફણગાવેલા મગનું પાણી પીવાથી કબજિયાતની પીડા ઓછી થાય છે. મગને આખી રાત પલાળી રાખો અને તેને સુતરાઉ કાપડમાં નાંખો જેથી બીજા દિવસે ફણગાવેલા મગ દેખાય.
જો તમને કોઈ પણ પ્રકારનું કેન્સર છે, તો તમારે દરરોજ સવારે બે ચમચી ફણગાવેલા મગનું સેવન કરવું જોઈએ. આ કારણ છે કે ફણગાવેલા મગમાં પોલિફેનોલ હોય છે, જે કેન્સર સામે રક્ષણ આપે છે. અને શરીરના કેન્સરના કોષોને નષ્ટ કરે છે ફણગાવેલા મગ શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેથી રોગ શરીરમાં ન આવે ને શરીરને શક્તિ મળે.
વજન ઓછું કરવા માટે, તમારે દરરોજ સવારે એક ગ્લાસ મગનું પાણી પીવું જોઈએ અને તમારા ભોજનમાં મગનું શાક ખાવું જોઈએ.
ફણગાવેલા મગ ડાયાબિટીસના દર્દીના બ્લડ સુગર કંટ્રોલ કરે છે. જે લોકોને ડાયાબિટીઝ કંટ્રોલ નથી તેમને રોજ સવારે મગનું પાણી પીવું જોઈએ અને તેમના ખોરાકમાં ફણગાવેલા આહાર પણ ખાવા જોઈએ.
મગ એ શરીરમાં પ્રોટીનનો સ્રોત છે, જે શરીરના હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. મગ શરીરનો કચરો દૂર કરે છે અને ત્વચા હળવી કરે છે.
ફણગાવેલા મગ ખાવાથી વાળમાં ચમક આવે છે. મગમાં એન્ટીઓકિસડન્ટ ભરપૂર હોય છે જે વાળને કાળા અને લાંબા રાખવામાં પણ ઉપયોગી છે. શાકભાજીમાં મગનો પણ ઉપયોગ થાય છે. મગ વિટામિન સી ધરાવે છે જે નબળાઇ દૂર કરે છે અને ઉર્જા આપે છે.