મિત્રો, આજે આ લેખમાં આપણે વજન ઓછું કરવા માટે કંઈક લાવ્યા છીએ, જેના વિશે તમે કદાચ વિચાર્યું પણ ન હોત. હા મિત્રો, આજે અમે તમારા માટે ખીચડી બનાવવાની રીત લાવ્યા છીએ.
આનું સેવન કરવાથી, તમારા શરીરનું વજનમાં તીવ્ર ઘટાડો થશે.
પોષણથી સમૃદ્ધ અને શાકભાજીથી ભરપૂર, તમે આ ખીચડી સવારે કે સાંજે બનાવી શકો છો. આ ખોરાક નિયમિતપણે ખાવાથી તમને ફક્ત આઠ દિવસમાં પાંચથી છ કિલો વજન ઘટાડવામાં મદદ મળશે.
હમણાં સુધી તમે જિમમાં જતા હશો, એક્સરસાઇઝ પણ કરતા હશો. પરંતુ તમે ભરપેટ ખાઈને પણ વજન ઓછું કરી શકો છો. તો મિત્રો, અમે તમને પોષણથી ભરપૂર ખીચડી બનાવવાની માહિતી આપીશું.
વેઇટલોસ ખીચડી કઈ રીતે બનાવવી
આ કરવા માટે, એક નાનું ટામેટુ અને એક નાની ડુંગળી લો. એક નાનું મરચુ લો. બાઉલમાં ઑટ્સ લો. મિત્રો આ ખીચડી બનાવવા માટે ભાતનો ઉપયોગ કરવાનો નથી. એક વાટકી મગની ફોતરા વગરની દાળ લો.
સૌ પ્રથમ ઓટ્સ અને મગની ફોતરા વગરની દાળ મિકસ કરો. તેને બાઉલમાં લઈ પાણીથી ધોઈ લેવું. દાળ અને ઓટ્સ ધોયા પછી પ્રેશર કૂકરમાં થોડું તેલ નાંખો. તેલ ગરમ થાય એટલે તેમાં થોડું જીરું નાખો. જીરું ચયાપચય વધારે છે, તેથી જીરાનું પ્રમાણ વધારે રાખો.
ત્યારબાદ તેમાં થોડીક હીંગ નાંખો. ત્યારબાદ તેમાં મરચું, ડુંગળી અને ટામેટા નાખી બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તમારે સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર અને ધાણા પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો.
જ્યારે આ બધું થઈ જાય, ત્યારે તેમાં પલાળેલા ઓટ્સ અને દાળ ઉમેરો, થોડી વાર પછી ત્રણ બાઉલ પાણી નાંખો, પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરો અને ચાર સીટીઓ વગાડો. મિત્રો તમારું વજન ઓછું કરવા માટે ખીચડી તૈયાર છે.
મિત્રો, આ ખીચડી તમે સવારના નાસ્તામાં કે રાત્રિભોજનમાં લઈ શકો છો. મિત્રો, જો તમે સતત આઠ દિવસ આ પ્રયોગ કરો છો, તો તમે ચારથી પાંચ કિલો વજન ઘટાડી શકો છો.
જો તમે આવા અવનવા ઘરેલું ઉપાયો વિશે માહિતી મેળવવા માંગતા હો, તો કૃપા કરી નીચે આપેલા લાઈક બટનને ક્લિક કરીને અમારું પેજ લાઈક કરો અને આ ઉપયોગી માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. શેર જરૂરથી કરો… આભાર.