દરરોજ વપરાતી આ વસ્તુના ફાયદા જાણશો તો ચોંકી જશો, હાર્ટએટેક, કફ સામે ઉપયોગી તે ઉપરાંત આંખોના નંબર દૂર કરવા માટે છે ખૂબ જ અસરકારક

આજકાલ દરેક ઘરના રસોડામાં ધાણાનો ઉપયોગ તો ફરજીયાત થઈ ગયો છે. આજકાલ દરેકને મસાલેદાર અને સુંદર દેખાતો ખોરાક ખાવાનું પસંદ હોય છે. ધાણા દરેક શાકભાજીમાં વિવિધ પ્રકારે વપરાય છે. શ્રીમંત કે ગરીબ દરેક કોથમીરનો ઉપયોગ કરે છે. 

લોકો તેને ઘરે પણ ઉગાડે છે, તેને સૂકવે છે અને તેનો વપરાશ કરે છે અથવા તો બજારમાંથી લાવે છે અને તેનો ઉપયોગ ખોરાકમાં કરે છે. તો મિત્રો, આજે ધાણાના અસંખ્ય ફાયદા વિશે જાણો.

ધાણા ના ઘણા ફાયદા: –

ધાણા પેશાબને શુદ્ધ કરે છે અને ભૂખ વધારવામાં પણ ખૂબ ઉપયોગી છે. તેની ચટણી ખાવાથી એનોરેક્સીયા અને ભૂખથી રાહત મળે છે. તેની પેસ્ટનો હપયોગ કરીને મસા પણ મટાડી શકાય છે. જો શરીરમાં પિત્ત વધ્યો છે, તો પછી ખાંડ સાથે કોથમીર મિક્ષ કરી લેવાથી પિત્ત દૂર થાય છે. 

જો તમને ખૂબ તરસ લાગે છે, તો થોડી કોથમીરને પાણીમાં ઉકાળો અને તે પીવાથી તમારી તરસ મટે છે. જો કોઈ વ્યક્તિ ભૂખ ઓછી લાગે છે, તો કોથમીરની ચા પીવાથી તેને ભૂખ ઉઘડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ધાણા અને આદુનો અર્ક બનાવીને પીવાથી પરસેવો આવે છે, જે શરીરમાંથી વધારાનો ટોક્સિક બહાર કાઢે છે. જો નાના બાળકોને કૃમિ થાય છે, તો પછી ધાણામાં મધ મિક્ષ કરી આપવાથી બાળકો ને કૃમિ મટી જાય છે. જે લોકોને કફ છે, તેમને જેઠી મધ અને ધાણા મિક્સ કરીને પીવાથી કફ મટે છે.  

તે હૃદયરોગ માટે પણ ખૂબ ઉપયોગી છે. ખાંડ સાથે કોથમીર લેવું એ રામબાણ ઈલાજ છે. જ્યારે તે લીલા હોય છે, ત્યારે તેને ધાણા કહેવામાં આવે છે. સુકા એટલે તેનો ધાણાજીરું તરીકે ઉપયોગ થાય છે અને તેનો દાંડો મુખવાસમાં વપરાય છે.

ધાણાનો ઉપયોગ ખોરાકમાં થાય છે જે ખોરાકને ડાયજેસ્ટ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે, તે ગરમીની તાસીર દૂર કરીને ઠંડક આપે છે અને શરીરની ગરમી દૂર કરવામાં મદદ કરે છે.  કોથમીરનો રસ પીવાથી ઝાડા ઉલટી મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આંખોની રોશની વધારવા માટે પણ ધાણાનો રસ ખૂબ ફાયદાકારક છે. તેનો રસ પાડવાથી કારણે આંખોનું તેજ વધે છે.  ખીલથી છૂટકારો મેળવવા માટે ખીલની સારવાર કરવા ચહેરા પર ધાણાનો ઉપયોગ કરી શકાય છે. 

ગોટામાં આખા કોથમીર ઉમેરવાથી તે સુપાચ્ય અને સ્વાદિષ્ટ બને છે. ઉનાળામાં લીલા ધાણા સાથે છાશ પીવામાં ખૂબ જ મજા આવે છે. જો સગર્ભા સ્ત્રીને ઉલટી થાય છે તો ધાણા ખૂબ ફાયદાકારક છે. કોથમીરની થેલી બનાવીને તેને આંખો પર રાખવાથી બાળકોને આંખના દુખાવામાં રાહત મળે છે.  

ધાણાની પેસ્ટ પિત્તાશય, પેટનો સોજો અને પેટમાં દુખાવો માટે ઉપયોગી છે. દરરોજ સવારે લીલા ધાણાના પાનનો રસ પીવાથી તમામ રોગો મટે છે.

જો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો હોય તો અમારું આ આયુર્વેદિક ઘરઘથ્થુ ઉપચાર પેજને લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો, આભાર..

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!