ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. અહીં તમને દરેક જાતિ, અને ધર્મના લોકો મળશે. ખાદ્યપદાર્થો અલગ અલગ જગ્યાએ અને સમાજે સમાજમાં અલગ છે.
પરંતુ રોટલી અને ભાત એ બંને એવા ખોરાક છે કે જે લગભગ દરેક જગ્યાની ભોજનની ડિસમાં જોવા મળે છે. તમને કોઈ દિવસ એવો વિચાર મનમાં આવ્યો કે આપણે જમતી વખતે પહેલા શુ ખાવું જોઈએ, રોટલી કે ભાત. આ બેમાંથી કઈ વસ્તુ પહેલા લેવી જોઈએ? ચાલો આ પ્રશ્નોના જવાબો જાણીએ.
ઉત્તર અને દક્ષિણ ભારત: ઉત્તર ભારતના પ્રદેશોમાં શાકભાજી અને ભાત સાથે રોટલી રાખવાનો રિવાજ છે. જયારે સાઉથ ઇન્ડિયાના કેટલાક ભાગમાં લોકો પહેલા ભાત અને પછી રોટલી ખાય છે.
મહારાષ્ટ્રના બ્રાહ્મણ સમુદાયમાં પરંપરા મુજબ પ્રથમ ભાત અને સાદી દાળમાં ઘી પીરસવામાં આવે છે. જ્યારે ભાત પૂરા થાય ત્યારે રોટલી પીરસવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે કયા વિસ્તારોમાં લોકો તેમની ખાધપદ્ધતિમાં સાચા છે.
રોટલી અને ભાતનું પોષણ મૂલ્ય: તમારા પ્રશ્નનો જવાબ આપવા માટે, ચાલો પહેલા પોષણ મૂલ્ય જોઈએ. 1/2 કપ ભાત લેવાથી શરીરને 20 કેલરી, 1 ગ્રામ પ્રોટીન, 0.1 ગ્રામ ચરબી અને 15 ગ્રામ કાર્બોહાઈડ્રેટ મળે છે.
બીજી બાજુ, 6 ઇંચ સાઈઝની રોટલી ખાવાથી, તમને 21 ગ્રામ કેલરી, 3 ગ્રામ પ્રોટીન, 20 ગ્રામ ચરબી અને 15 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ મળે છે. રોટલીમાં ઘણા બધા વિટામિન્સ ઉપરાંત કેલ્શિયમ અને આયર્ન પણ પૂરતી માત્રામાં હોય છે.
જવાબ: આ પ્રશ્નનો જવાબ તમે કયા વિસ્તારમાં રહો છો અને તમે કયા પ્રકારનું કામ કરો છો તેના પર પણ આધાર રાખે છે. કારણ કે માનવ શરીરની જરૂરિયાતો આસપાસના વાતાવરણ પર પણ આધાર રાખે છે.
ઉત્તર ભારતના પ્રદેશોમાં રહેતા લોકોએ પહેલા રોટલી ખાવી જોઈએ. જ્યારે દક્ષિણ ભારતમાં રહેતા લોકો સૌથી પહેલા ભાત ખાશે. પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકો પહેલા કંઈપણ લઈ શકે છે.
પ્રમાણ: આ બધાની ચર્ચા કરતી વખતે રોટલી અને ચોખાના જથ્થા વિશે વાત કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે ખૂબ કસરત કરી રહ્યા છો, તો તમારે રોટલીનું પ્રમાણ વધારવું જોઈએ અને ભાતનું પ્રમાણ ઓછું કરવું જોઈએ.
જેઓ શારીરિક શ્રમ નથી કરતા તેઓ રોટલી અને ભાત સમાન માત્રામાં લઇ શકે છે. બીજી નોંધનીય બાબત એ છે કે રોટલીમાં એક કપ ભાત કરતા ફાયબર વધુ હોય છે. આ ફાઇબર તમારાં પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેથી, પહેલા રોટલી અને પછી ભાત ખાવાનું સારું રહેશે.
દરરોજ આવી જ માહિતી મેળવવા અમારા આ પેજને લાઈક કરો અને તમારા મિત્રગણ સાથે શેર કરો.