વરિયાળીનો ઉપયોગ રોજબરોજના જીવનમાં કિચનમાં થાય છે. તેનો ઉપયોગ ભોજનમાં અને માઉથ ફ્રેશનર તરીકે પણ થાય છે. વરિયાળી ચાવવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે. આ સિવાય, તેના બીજા પણ ઘણા બધા ફાયદા છે.
વરિયાળી ઔષધીય ગુણધર્મોથી ભરપૂર છે. તમે જોયું જ હશે કે હોટેલમાં જમ્યા પછી વરિયાળી અને સાકર નો મુખવાસ આપવામાં આવે છે. ભોજન પછી વરિયાળીનો મુખવાસ ચાવવાથી પાચન ઝડપી અને સારું બને છે. આ ઉપરાંત, વરિયાળીના પાણીમાં વરિયાળી કરતાં વધુ ફાયદા છે.
વરિયાળીના પાણીનો ઉપયોગ કરવાના બીજા પણ ઘણા બધા બેનીફીટ્સ છે. વરિયાળીનું પાણી પેટને સંબંધિત તમામ બીમારીઓ દૂર કરે છે. આજના લેખમાં, અમે વરિયાળીના પાણીના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. તો હવે જોઈએ તેના ફાયદાઓ વિશે.
પેટની તમામ સમસ્યાઓથી છુટકારો: વરિયાળીનું પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પાણી પીવાથી એસિડિટી, પેટનો ગેસ અને પાચનની સમસ્યાઓ દૂર થાય છે. ઘણી વખત જમ્યા પછી મન અશાંત રહે છે. આવી સ્થિતિમાં વરિયાળીનું પાણી તમને ખૂબ રાહત આપી શકે છે.
આ સિવાય વરિયાળીનું પાણી વોમિટિંગના કિસ્સામાં પણ લઈ શકાય છે. જો તમે હંમેશા પેટની બીમારીઓથી ઝઝૂમી રહ્યા હોવ તો તમારે વરિયાળીનું પાણી રોજેરોજ લેવાનું શરૂ કરવું જોઈએ. આમ કરવાથી તમને થોડાક જ દિવસમાં લાભ મળવાનું શરૂ થઈ જશે.
વજન ઘટાડવામાં ઉપયોગી: જો તમે વજન ઓછું કરવા માંગતા હો, તો તમારે સવારે ખાલી પેટ વરિયાળી ખાવી જોઈએ. વરિયાળીનું પાણી પીવાથી શરીરમાં પાચનશક્તિ વધે છે. જેના કારણે શરીરની ચરબી ઝડપથી બળે છે. તેથી બે ચમચી વરિયાળીને આખી રાત પાણીમાં પલાળો અને સવારે ઉઠીને આ પાણીને ગાળીને પી લો.
માસિક સ્રાવના દુખાવામાં રાહત: દર મહિને મહિલાઓ માસિક સ્રાવમાંની પીડામાંથી પસાર થાય છે. કેટલીક મહિલાઓને આ સમય દરમિયાન અસહ્ય દર્દ સહન કરવું પડે છે.
વરિયાળીનું પાણી મહિલાઓ માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. આ પાણી માસિક સ્રાવ દરમિયાન પેટના દુખાવામાં રાહત આપે છે. માસિક દરમિયાન ઉલટીની સમસ્યા પણ વરિયાળીના પાણીથી દૂર કરી શકાય છે.
બ્લડ સુગર કંટ્રોલ: વરિયાળીનું પાણી બીપીનું લેવલ પણ કન્ટ્રોલ કરે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો વરિયાળીનું પાણી ચોક્કસ માત્રામાં રોજેરોજ લેવામાં આવે તો તે લોહીમાં સુગરનું પ્રમાણ ઘટાડી શકાય છે, જે કેટલીકવાર મોંઘી દવાઓથી પણ ઘટાડી શકાતું નથી.
બ્લડને શુદ્ધ કરે છે: વરિયાળીનું પાણી મૂત્રવર્ધક માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જેના કારણે શરીરમાંથી ઝેરી તત્વો બહાર આવે છે. શરીરની અશુદ્ધિઓને સાફ કરવાથી બ્લડ પણ શુદ્ધ થાય છે.
તેથી, થોડીક વરિયાળીને પાણીમાં આખી રાત પલાળો અને સવારે ઉઠીને આ પાણી પીવો. આમ કરવાથી તમને થોડા દિવસોમાં જ ફરક જોવા મળશે.