શરીરનો દુખાવો સામાન્ય છે. ખોટી રીતે ઊંઘવાથી અથવા કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસવાથી દુખાવો થાય છે. ઘણા માણસોને ખભાનો અને ઘણાને કમર કે પીઠનો દુખાવો એટલે કે બેકપેઇનની સમસ્યા હોય છે.
શરૂઆતના દિવસોમાં આ તકલીફો વધારે પડતી સમસ્યા ઉભી કરતી નથી. પરંતુ ભવિષ્યમાં તેના ગંભીર પરિણામો આવી શકે છે. આજની બદલાતી જીવનશૈલીને કારણે લોકો કમરનો દુખાવો અથવા પીઠનો દુખાવો જેવી સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.
ટેબલવર્ક કરનારાઓએ કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવું પડે છે. આ સ્નાયુઓ પર દબાણ લાવે છે. એક જગ્યાએ બેસીને કામ ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. સમયાંતરે વિરામ લો.
ઉપરાંત કાર્યસ્થળને આરામદાયક બનાવવાની જરૂર છે. ખૂબ જ વધારે સમય એક જ પોઝિશનમાં બેસી રહેવાથી કમરના નીચેના ભાગમાં સખત દુખાવો એટલે કે બેકપેઇન થાય છે. જો તમે પણ આ સમસ્યાનો કરી રહ્યા છો તો નીચે આપેલા ઉપાયો વાંચો. આ ઉપાયો તમને જરૂરી રાહત આપશે.
આદુ રાહત આપે છે: પીઠનો દુખાવો દૂર કરવામાં આદુ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી તાજા આદુના 2 થી 3 ટુકડા લો અને તેને 1.5 કપ પાણીમાં નાખો અને તેને 10 થી 15 મિનિટ સુધી ઉકાળો.
પાણી ઉકળે પછી તેને થોડું ઠંડુ થવા દો. પાણી ઠંડુ થાય એટલે તેમાં થોડું મધ ઉમેરીને પીવું. જો તમે આ રોજેરોજ આ ઉપચાર કરો છો તો તમે કમરના દુખાવામાંથી મુક્તિ મેળવી શકો છો. આ સિવાય ઘા હોય તે વિસ્તારમાં આદુની પેસ્ટ લગાવવાથી પણ રાહત મળી શકે છે.
તુલસી ઉપચાર: તુલસી કમરનો દુખાવો અથવા પીઠના દુખાવામાં પણ રાહત આપે છે. 8 થી 10 તુલસીના પાનને પાણીમાં નાખીને પાણીને અડધું થાય ત્યાં સુધી ઉકાળો.
પછી પાણી ઠંડુ થાય ત્યાં સુધી રાહ જુઓ. પછી તેમાં એક ચપટી મીઠું નાખીને તેનું સેવન કરો. દરરોજ તેનું સેવન કરવાથી તમે પીઠના લાંબા દુખાવામાંથી છુટકારો મેળવશો.
લસણથી રાહત: લસણમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. તે આખી બોડી માટે ઉપયોગી માનવામાં આવે છે. તેથી તમે તેનો ઉપયોગ પીઠના દુખાવાથી છુટકારો મેળવવા માટે કરી શકો છો.
લસણની 2 થી 3 કળી લો અને તેને સરસવના તેલમાં ઉકાળો કે જ્યાં સુધી લસણની કળીઓ કાળી ન થાય. જ્યારે તેલ ઠંડુ થાય છે, ત્યારે તેને પીડાદાયક વિસ્તાર પર મસાજ કરો. આમ કરવાથી તમને તરત રાહત મળશે.