આ વસ્તુઓ વાપરવાનું ઓછું કરી દેજો નહીંતર તમારી કિડની થઈ જશે ફેઈલ

શરીરની કિડની લોહીને સાફ કરીને ઝેરી તત્વો દૂર કરવા અને ખનિજ તત્વોને સંતુલિત કરવા અને પ્રવાહીનું સ્તર જાળવી રાખવાનું કામ કરે છે. તંદુરસ્ત શરીરની પાછળ કિડનીની મોટી ભૂમિકા હોય છે.

ડાયાબિટીસ અને હાઈ બીપીની સમસ્યા ઘણીવાર લોકોમાં કિડની ફેઈલનું કારણ બને છે. કિડનીની તકલીફ હોય ત્યારે ઘણી વસ્તુઓ ખાવાની ના પડેલી હોય છે. તો ચાલો જાણી લઈએ કે જો તમને કિડનીની સમસ્યા હોય તો ડોક્ટરો કઈ વસ્તુઓ ખાવાની ના પાડે છે.

સોડા: કિડનીની બિમારીવાળા લોકોએ સોડાનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ. તેમાં રહેલુ ફોસ્ફરસ તમારા આરોગ્ય માટે બિલકુલ યોગ્ય નથી. તેથી તેનો ઉપયોગ બહુ જ ઓછો કે સંપૂર્ણ બંધ કરી દેવો જોઈએ.

સોડાનો ઉપયોગ સ્વાદ વધારવા અને કલર બદલવા માટે થાય છે. સોડામાં ફોસ્ફરસનું પ્રમાણ પણ હોય છે. 200 ml સોડામાં લગભગ 80 થી 100 ml ફોસ્ફરસ હોય છે.

એવોકાડો: પોટેશિયમથી ભરપૂર એવોકાડો પણ કિડની રોગથી પીડાતા લોકો માટે સારું નથી. એક એવોકાડોમાં લગભગ 5 mg પોટેશિયમ હોય છે જે કિડનીના દર્દીઓએ ટાળવું જોઈએ. કિડનીના દર્દીઓને તેમના ભોજનમાં પોટેશિયમનું ખૂબ ઓછું પ્રમાણ લેવાની સલાહ અપાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કેળા: કેળાને ત્વરિત ઉર્જાનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. કેળા વધારે પોટેશિયમયુક્ત ખોરાક  છે. તેમાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે પરંતુ તેમાં 5 mg પોટેશિયમ હોય છે. કિડનીના દર્દીઓના દૈનિક આહારમાં કેળાનો સમાવેશ ન હોવો જોઈએ.

બટાકા: બટાટા પણ કિડનીના દર્દીઓના આરોગ્ય માટે સારા નથી. મધ્યમ સાઈઝના બટાકામાં લગભગ 210 mg પોટેશિયમ હોય છે. લગભગ 10 મિનિટ સુધી બટાકાને ઉકાળીને પોટેશિયમની માત્રા ઘટાડી શકાય છે.

નારંગી: વિટામિન-C થી સમૃદ્ધ મોસંબી પણ પોટેશિયમથી ભરપૂર ફળ છે. એક નારંગીમાં લગભગ 5 મિલિગ્રામ પોટેશિયમ હોય છે. 1 કપ નારંગીનો રસ શરીરને લગભગ 3 મિલિગ્રામ પોટેશિયમ પૂરું પાડે છે. તેથી તેનો ઉપયોગ ન કરવો જોઈએ. નારંગીને બદલે દ્રાક્ષ, સફરજનનો વપરાશ સારો વિકલ્પ ગણી શકાય.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ડેરી ઉત્પાદનો: ડેરી ઉત્પાદનોમાં વિવિધ પ્રકારના ખનિજો અને વિટામિન્સ હોય છે. પરંતુ તેમાં ફોસ્ફરસ અને પોટેશિયમનું ઉચ્ચ સ્તર પણ છે. તેના વધુ પડતા સેવનથી કિડનીના દર્દીઓના હાડકાં પર હાનિકારક અસર પડે છે. હાડકાંમાં ફોસ્ફરસ વધવાને કારણે કેલ્શિયમની ઉણપ થાય છે જેના કારણે હાડકાં નબળા પડી શકે છે.

તમારે દરરોજ આવા જાણકારીથી ભરપૂર આર્ટિકલ દરરોજ વાંચવા હોય તો અમારા આ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર પેજને લાઈક કરો અને તમારા પરિવારજનો સાથે શેર કરો.

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!