કસરત કરતી વખતે અને ચાલતી વખતે આ ધ્યાન રાખજો, નહિ તો ચરબી ઘટવાની જગ્યાએ વધી જશે

સારું આરોગ્ય જાળવવા માટે લોકો અનેક પ્રકારની કસરત અને યોગ કરે છે. ઘણા લોકો વ્યાયામના નામે ફરવા પણ જાય છે. આખો દિવસ ચાલવું પણ એક સારી કસરત છે અને તે ખૂબ જ સરળતાથી કરી શકાય છે. 

ફક્ત ચાલવાથી તમને પૂરતો લાભ નહીં મળે. ચાલવાની સાથે, શરીરની સ્થિતિ, હાથની હિલચાલ અને ખેંચાણ પણ ખૂબ મહત્વનું છે. આ બધાનો સમન્વય થાય ત્યારે જ સારા લાભ મેળવી શકાય છે.  

લગભગ દોઢ કિલોમીટરની ઝડપી ચાલ 100 કિલોકેલરી સુધી બર્ન કરી શકે છે. જો તમે અઠવાડિયામાં ત્રણ દિવસ ત્રણ કિલોમીટર ચાલશો તો તમે દર ત્રણ અઠવાડિયે અડધો કિલો વજન ઘટાડી શકો છો. પરંતુ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો ચાલો હવે જાણીએ.

શરીરની સ્થિતિ- ચાલતી વખતે શરીરની સ્થિતિ પર ખાસ ધ્યાન આપવું પડે છે. આગળ ઝૂકવાનું ટાળવું જોઈએ. હંમેશા તમારી પીઠ સીધી રાખીને ચાલો. તમારી પીઠ વાળીને ચાલવું એ દરેક રીતે ખોટું છે. આ રીતે ચાલવાથી પીઠનો દુખાવો વધી શકે છે. જે ઘણી મુશ્કેલી ઉભી કરી શકે છે.

હાથ ખુલ્લા રાખો- જો તમે ચાલતી વખતે બંને હાથ બાંધી રાખો છો તો તમારે આ આદત છોડવી જોઈએ. આ આદત સારા કરતાં વધુ નુકસાન કરી શકે છે. ચાલતી વખતે હાથ ખુલ્લા રાખવા જોઈએ. આમ કરવાથી તમને ચાલવાનો સંપૂર્ણ લાભ મળશે. બાંધેલા હાથથી ચાલવાથી ખભાની તકલીફ અને દુખાવો થઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સમય ગોઠવવો- ચાલવાનો સમય હંમેશા નિશ્ચિત હોવો જોઈએ. ચાલતા ચાલતા લોકો ઘણીવાર કંટાળી જાય છે. તેથી તે અન્ય લોકો સાથે વાતચીત કરવાનું શરૂ કરે છે અને વાતચીત દરમિયાન જ આગળ વધે છે. 

ઘણા લોકો માત્ર દસથી પંદર મિનિટ જ ચાલી શકે છે અને પછી થાક લાગે છે. પરંતુ તમારે દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ ચાલવું જોઈએ. આમ કરવાથી તમે સ્વસ્થ રહી શકો છો અને વજન ઘટાડી શકો છો.

આ ઉપરાંત તમારે ચાલતી વખતે એ પણ ધ્યાન રાખવું જોઈએ છે ચાલવાનું શરૂ કરતાં પહેલાં અડધો કલાક પહેલાં પાણી ન પીવું જોઈએ અને ચાલ્યાંના 15 મિનિટ બાદ જ પાણી પીવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

 જો તમારે આવી જ આરોગ્યપ્રદ માહિતી દરરોજ વાંચવી હોય તો અમારા આ પેજને લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!