ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવું છે કે કોઈ એલર્જીથી પરેશાન છો, આ વસ્તુના ઉપયોગથી બધી સમસ્યા થઈ જશે દૂર

ડુંગળીની છાલ ખૂબ જ ફાયદાકારક છે અને તેના ઉપયોગથી ત્વચા અને સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો થાય છે. તેથી તમારે ડુંગળીની છાલને કચરાપેટીમાં ન જવા દેવી જોઈએ અને તેનો ઉપયોગ તમારી સુંદરતા વધારવા માટે કરવો જોઈએ. તો ચાલો જાણીએ તેના ફાયદા.

ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે- ડુંગળીની છાલનું પાણી પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટી શકે છે. જે લોકો ખરાબ કોલેસ્ટ્રોલ ધરાવે છે તેઓએ રાત્રે પાણીમાં ડુંગળીની છાલ પલાળી રાખવી જોઈએ અને સવારે પાણીમાંથી કાઢ્યા બાદ ડુંગળીની છાલનું પાણી પીવું જોઈએ. 

તમે આ પાણીમાં સુગર અથવા હની પણ મિક્સ કરી શકો છો. એક સપ્તાહ સુધી સળંગ ડુંગળીની છાલનું પાણીનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને કંટ્રોલમાં રહે છે.

વાળ સ્ટ્રોંગ કરવા- જો તમારા વાળ બેમુખા અને પંખાયેલા હોય તો તમારે વાળને ડુંગળીની છાલના પાણીથી સરખી રીતે  ધોવા જોઈએ. ડુંગળીની છાલનાં પાણીથી વાળ ધોવાથી વાળ મજબૂત થાય છે ઉપરાંત વાળ નરમ અને રેશમી બને છે.

મોં ચોખ્ખું કરવા- મોઢાના ડાઘ દૂર કરવા માટે પણ ડુંગળીની છાલ ખૂબ જ ફાયદાકારક છે. જો ચહેરા પર ફોલ્લીઓ હોય તો ડુંગળીની છાલનો ફેસ પેક બનાવીને મોઢા પર લગાવો. ફેસ પેક લગાવવાથી મો ચોખ્ખું થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ફેસ પેક કેવી રીતે બનાવવો- તમે ડુંગળીની છાલનો એક નાનો ટુકડો લો અને પછી તેમાં હળદર અને પાણી ઉમેરો. તમારે આ પેકને સારી રીતે પાતળું કરવું જોઈએ અને પછી તેને તમારા મોં પર લગાવવું જોઈએ. 

15 મિનિટ પછી મોંને સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ. આ ફેસ પેકનો 3 દિવસ સુધી ઉપયોગ કરવાથી બધા ડાઘ દૂર થાય છે. જો મો સિવાય તમારા શરીરના કોઈપણ ભાગ પર કોઈ નિશાન હોય તો તમે આ ફેસ પેકને તે જગ્યા પર પણ લગાવી શકો છો.

ગળામાં દુખાવો દૂર કરવા માટે- જ્યારે ગળામાં દુખાવો થાય છે ત્યારે તમે ડુંગળીની છાલને પાણીમાં પલાળી શકો છો અને પાણીને સારી રીતે ઉકાળી શકો છો. પછી પાણી ઠંડુ કરીને પીવું જોઈએ. આ પાણી પીવાથી તમારું ગળું સાફ થઈ જશે. જો તમે ઇચ્છો તો પાણી સિવાય તમે ડુંગળીની છાલવાળી ચા પણ બનાવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એલર્જી દૂર કરવા માટે- જો તમને પણ એલર્જીના કારણે ખંજવાળ આવે છે તો તમે ડુંગળીની છાલની મદદથી એલર્જીથી પણ છુટકારો મેળવી શકો છો. 

એલર્જીના કિસ્સામાં ડુંગળીની છાલને આખી રાત પાણીમાં પલાળી રાખવી જોઈએ અને પછી તેને સવારે પીવું જોઈએ. જો તમે ઇચ્છો તો પાણી પીવા સિવાય તમે તેનાથી તમારી ત્વચાને પણ સાફ કરી શકો છો. આમ કરવાથી એલર્જી દૂર થાય છે.

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!