આ ૠતુમાં ઘણા લોકોને કાનના દુખાવાથી પીડાય છે. કેટલીક વાર કાનમાં થતો દુખાવો મગજ સુધી પણ પહોંચે છે અને માથામાં પણ ખૂબ દુખાવો થાય છે.
કાનમાં દુખાવો થવાના ઘણા કારણો છે. ઉદાહરણ તરીકે બદલાતી ઋતુમાં ઠંડી અને ગરમીના કારણે કાનમાં દુખાવાની ફરિયાદ રહે છે. જ્યારે કેટલાક લોકોને કાનમાં ગંદકીના કારણે દુખાવો થાય છે.
કાનનો દુખાવો થાય ત્યારે ડોકટર પાસે જવાને બદલે આ ઘરેલુ ઉપાયો પણ કરી શકાય છે. નીચેના પગલાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે અને થોડીવારમાં કાનના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે.
લસણ અને સરસવ ઓઇલ: કાનના દુખાવામાં થોડું સરસવ તેલ ગરમ કરો અને ગરમ થાય ત્યારે લસણ ઉમેરો. તેને સારી રીતે ગરમ કર્યા બાદ તેને થોડું ઠંડુ થવા દો.
પછી કોટનની મદદથી કાનમાં તેલના થોડા ટીપાં નાખો. તેલ ઉમેરતા પહેલા ખાતરી કરો કે તેલ ખૂબ ગરમ નથી. આ પ્રક્રિયા દિવસમાં ત્રણ વખત કરો. લસણ અને સરસવનો આ ઉપાય કાનનો દુખાવો મટાડી શકે છે.
સારી રીતે સાફ કરો: ક્યારેક કાનમાં બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શનને કારણે દુખાવો શરૂ થાય છે. આવી સ્થિતિમાં તમારે કાનને યોગ્ય રીતે સાફ કરવા જોઈએ. કાનની અંદર પાણી ન જવું જોઈએ. કાનની યોગ્ય કાળજી લેવા અને સમયાંતરે કાન સાફ કરવાથી દુખાવો જાતે જ દૂર થઈ જાય છે.
તુલસીનો રસ: તુલસીના પાનમાં ઘણા ઔષધીય ગુણ હોય છે. તુલસીના પાનનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો સમાપ્ત થાય છે. તુલસીના પાનને પીસીને રસ કાઢો. આ રસને ગરમ કરો અને તેને રૂની મદદથી કાનમાં નાખો. કાનમાં તુલસીનો રસ લગાવવાથી કાનમાં બેક્ટેરિયા અને વાયરલ ચેપ દૂર થાય છે.
ડુંગળીનો રસ: એક ડુંગળી લો અને તેનો રસ મિક્સરમાં કાઢો. આ રસને ગેસ પર ગરમ કરો. જ્યારે તે સહેજ ગરમ થાય ત્યારે કાનમાં બે-ત્રણ ટીપાં નાખો. કાનમાં ડુંગળીના રસના ટીપાં નાખવાથી કાનનો દુખાવો મટી જાય છે.
લીમડાના પાનનો રસ: જો તમને કોઈક ચેપને કારણે કાનમાં દુખાવો કે બળતરા થતી હોય તો કાનમાં લીમડાના પાનનો રસ નાખો. કાનમાં લીમડાનો રસ લગાવવાથી દુખાવામાં રાહત મળે છે.
લીમડાના પાનના કેટલાક ટુકડા કરો અને તેનો રસ કાઢો. આ રસને થોડોક ગરમ કરો અને ઠંડો થાય ત્યારે કોટનની મદદથી કાનમાં તેના ટીપાં નાખો. લીમડાના પાંદડાનો રસ થોડી થોડી વારે એક દિવસમાં ત્રણ વખત કાનમાં ટીપા નાખવાથી તરત જ દુખાવો મટી જશે.
દરરોજ આવી જ અગત્યની માહિતી મેળવવા અમારા આ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર પેજને જરૂરથી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો.