તમે ડ્રેગન ફ્રૂટ વિશે સાંભળ્યું હશે અથવા તો ખાધું હશે. આ ફળ જોવા અને સાંભળવામાં અજીબ લાગશે પરંતુ તે ખૂબ જ સ્વાદિષ્ટ છે.
તે મેક્સિકો ઉપરાંત સાઉથ અમેરિકા અને યુ.એસ.એ. માં પેદા કરવામાં આવતું હતું પરંતુ હવે તો તે ભારતમાં પણ પેદા કરવામાં આવે છે. આ ફળને તેના સ્વાસ્થ્ય લાભોને કારણે ‘સુપરફૂડ’ પણ કહેવામાં આવે છે.
તેમાં કેલરી ઓછી છે અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મોથી પણ સમૃદ્ધ છે. આ ઉપરાંત તે વિટામિન અને ખનીજો જેવા કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને સોડિયમથી પણ સમૃદ્ધ છે.
આ ગુણધર્મોને કારણે તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે ખાવાથી ઘણી બધી બીમારીઓમાંથી મુક્તિ મળે છે. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે: આ ફળમાં વિટામિન-સીની નોંધપાત્ર માત્રા હોય છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે શરીરમાં અન્ય એન્ટીઓકિસડન્ટો વધારવામાં પણ મદદ કરે છે. તે બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન સામે પણ રક્ષણ આપે છે.
પાચન શક્તિ વધારે છે: જો તમે અપચો અને કબજિયાત જેવી પેટની બીમારીઓથી પીડાતા હોવ તો ડ્રેગન ફ્રૂટનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ફળ આ રોગોને દૂર કરવામાં મદદ કરી શકે છે.
વાસ્તવમાં આ ફળ ફાઇબરથી ભરપૂર છે અને તેમાં પાણી પણ પુષ્કળ પ્રમાણમાં છે. તેથી આ ફળનું સેવન કબજિયાતથી પીડાતા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ડાયાબિટીસ: ડ્રેગન ફ્રૂટનું સેવન ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. તે બીપીનું લેવલ ઘટાડવામાં પણ મદદ કરે છે. તે મુખ્યત્વે ડાયાબિટીસથી પીડાતા લોકો માટે ઘણું ઉપયોગી છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે દરરોજ ડ્રેગન ફ્રૂટ ખાવું જોઈએ.
હાડકાં મજબૂત બનાવે છે: ડ્રેગન ફ્રુટ કેલ્શિયમથી ભરપૂર છે જે સ્વસ્થ હાડકાં જાળવવામાં મદદ કરે છે. તેના સેવનથી પેઢાં અને દાંત પણ મજબૂત બને છે. આ સિવાય આ ફળ આંખોનું તેજ વધારવા માટે પણ ઉપયોગી છે. તેનું સેવન મોતિયાથી બચાવે છે.