તમે દરરોજ સૂર્ય નમસ્કાર કરતા જ હશો, પણ શું તમે ક્યારેય ચંદ્ર નમસ્કાર કર્યા છે કે તેના વિશે જાણો છો? જો તમે નથી જાણતા, તો ચોક્કસપણે ચંદ્ર નમસ્કાર વિશે જાણવું જોઈએ.
ચંદ્ર નમસ્કાર કરવાથી સ્વાસ્થ્ય માટે પણ સૂર્ય નમસ્કાર કરવા જેવા જ ફાયદા થાય છે. સૂર્ય નમસ્કારની જેમ આમાં પણ અનેક પ્રકારની મુદ્રાઓ કરવામાં આવે છે. સૂર્ય નમસ્કારમાં 12 આસનો કરવામાં આવે છે જ્યારે ચંદ્ર નમસ્કારમાં પણ 14 આસનો કરવામાં આવે છે.
જો કે આ બંનેની આરોગ્ય અસરો સંપૂર્ણપણે અલગ-અલગ હોય છે. ચંદ્ર નમસ્કાર કરવાથી શરીરને શાંતિ અને સુકૂન મળે છે. મન હળવું થાય છે. રાત્રે નિંદર સારી આવે છે. આમાં તમે બાલાસનથી લઈને ઉર્ધ્વ મુખ શવાસન જેવા અનેક પ્રકારના આસનો કરો છો.
જ્યાં સૂર્ય હોય ત્યારે સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે, જ્યારે ચંદ્ર હોય ત્યારે ચંદ્ર નમસ્કાર કરવામાં આવે છે, એટલે કે તેને સાંજે અથવા રાત્રે કરવામાં આવે છે. જાણો, ચંદ્ર નમસ્કાર કરવાના ફાયદા અને તે કરવાની સાચી રીત…
ચંદ્ર નમસ્કાર કરવાથી તમે ઉર્જાવાન બનો છો
ચંદ્ર નમસ્કાર કરવાથી શરીર ઉર્જાવાન બને છે. શરીરનું સંતુલન જળવાઈ રહે છે. ટેન્શન દૂર થાય છે. સાંજે, ટેરેસ અથવા બગીચામાં ચંદ્ર નમસ્કાર કરો. આ એક ખૂબ જ આરામદાયક યોગ આસન છે. આથી તમને રાત્રે સારી નિંદર આવે છે.
તણાવ દૂર કરવા માટે ચંદ્ર નમસ્કાર કરો-
ચંદ્ર નમસ્કાર એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે જે હંમેશા કોઈ ને કોઈ બાબતે ચિંતિત રહે છે. આ આસન ઉર્જાને સંતુલિત કરે છે. મન શાંત કરે છે. તમે ચંદ્ર નમસ્કાર કરતા પહેલા યોગ શિક્ષક પાસેથી તેને યોગ્ય રીતે કેમ કરવું તે શીખી શકો છો.
ચંદ્ર નમસ્કાર સ્નાયુઓને ખેંચવામાં મદદ કરે છે.
જો તમે તમારી જાંઘ, પેલ્વિસ (કેડ), પગ, પગની ઘૂંટીઓના સ્નાયુઓને મજબૂત કરવા માંગતા હોય તો ચંદ્ર નમસ્કાર કરવું જોઈએ. તે આ બધા ભાગોને ખેંચવામાં મદદ કરે છે. શરીરના નીચેના ભાગને મજબૂત બનાવે છે.
ચંદ્ર નમસ્કાર શરીરનું સંતુલન જાળવે છે-
શરીરને સંતુલિત કરવા સાથે જ ચંદ્ર નમસ્કાર પાચન તંત્ર સુધારે છે. કરોડરજ્જુ મજબૂત અને લચીલી થાય છે. ફેફસાં સ્વસ્થ રહે છે અને છાતી પહોળી થાય છે. રક્ત પરિભ્રમણ વધુ સારું થાય છે. કરોડરજ્જુની નસો ઉત્તેજિત થાય છે. કમર, પગ, જાંઘના સ્નાયુઓ ખેંચાય છે. આ શરીરને વધુ લચીલું બનાવે છે.