તમારું વજન આસાનીથી ઘટાડવું છે, આ ઉપાયથી ઘરબેઠા થઈ જશો પાતળા

ભારતીયોના રસોડામાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્વાસ્થ્યને નિરોગી રાખવામાં મદદ કરે છે. પરંતુ તેની સાથે જ સૂકુ આદુ એટલે સૂંઠ પણ અત્યંત લાભદાયી માનવામાં આવે છે. 

તેમાં વિટામીન એ, વિટામીન સી, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, સોડિયમ, જિંક, ફોલિક એસિડ, ફેટી, એસિડ, પોટેશિયમ વગેરે યોગ્ય તત્વ તેમજ એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે. 

એવામાં તેનું સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત થવાની સાથે ઝડપથી વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે. તો ચાલો જાણીએ સૂંઠના લાજવાબ ફાયદા વિશે… 

વધતુ વજન કંટ્રોલ કરે- મેદસ્વીપણુ આજકાલ દર બીજી મહિલાની સમસ્યા છે. એવામાં આથી બચવા માટે કસરત, યોગા સાથે તમે તમારી ડેલી ડાયટમાં સૂંઠ સામેલ કરી શકો છો. આ પાચન તંદુરસ્ત કરીને ભૂખ શાંત કરવામાં મદદ કરે છે. એવામાં શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઘટવામાં માટે તેનું સેવન કરવું ફાયદાકારી રહેશે. તમે તેને ગરમ પાણી અથવા દૂધમાં મિક્સ કરીને પી શકો છો.

પીરિયડ્સ પીડાથી અપવાશે આરામ- પીરિયડ્સના દિવસોમાં ઘણી યુવતીઓને પેટમાં અસહ્ય પીડાનો સામનો કરવો પડે છે. એવામાં તમે સૂંઠના લાડવાનું સેવન કરી શકો છો. આથી પેટની સફાઈ થવાથી દુખાવો દૂર થાય છે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેના સાથે જ પેટને લગતી અન્ય પરેશાનીઓથી આરામ રહે છે. તેમજ ડિલીવરી પછી પેટ સાફ કરવું તેમજ નબળાય દૂર કરવા માટે પણ સૂંઠના લાડવાનું સેવન કરવું લાભદાયી ગણાય છે.

ગર્ભવસ્થામાં મોર્નિંગ સિકનેસ થશે દૂર- ઘણીવાર મહિલાઓને પ્રગ્નેન્સી મોર્નિંગ સિકનેસની પરેશાની રહે છે. તેના લીઘે મહિલાઓને ગભરાહટ, જીવમૂંજાવો વગેરે સમસ્યાનો સામનો કરવો પડે છે. 

એવામાં 1 ગ્લાસ નવશેકુ પાણીમાં 1/2 ચમચી સૂંઠ પાવડર અને સ્વાદનુસાર મધ મિક્સ કરીને પીઓ. પરંતુ પીતા પહેલા એક વાર તબીબની સલાહ લેવાનું ન ભૂલો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કોલેસ્ટ્રોલ ઘટાડવમાં ફાયદાકારક- શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી હૃદય સંબંધીત બીમારીઓની ઝપેટમાં આવવાનો ખતરો રહે છે. એવામાં તમે સૂંઠનું સેવન કરી શકો છો. સૂંઠ શરીરમાાં બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઇડના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. જેથી સ્વસ્થ હૃદય માટે તેને તમારી ડાયટમાં જરૂર સામેલ કરો.

બ્લડ શુગર લેવલ રાખો કંટ્રોલ- બ્લડ શુગર લેવલને કંટ્રોલ રાખવા માટે પણ સૂંઠનું સેવન કરી શકાય છે. તેના માટે સવારે ખાલી પેટ ગરમ પાણી ચપટી ભરીને સૂંઠ પાવડર અને નમક મિક્સ કરીને પીઓ. 

શરીરમાં સોજા ઓછા કરવામાં મદદરૂપ- સૂંઠ પાવડરમાં મીઠું મિક્સ કરીને સેવન કરવું લાભદાયી માનવામાં આવે છે. તેનાથી સાંધા, આંગળીઓ તેમજ શરીરના અન્ય ભાગમાં સોજા ઓછા કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત ઈજાના કારણ થનારી સમસ્યાથી પણ રાહત મળે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!