દોસ્તો આજના સમયમાં કોઈ સમસ્યા નો સામનો વધુ લોકો કરી રહ્યા હોય તો તે એનિમિયા ની સમસ્યા છે. આ સમસ્યાથી પીડિત લોકોના શરીરમાં લોહીની કમી રહે છે અને આયરન તથા હિમોગ્લોબીન લેવલ પણ ઓછું થઈ જાય છે.
જ્યારે શરીરમાં હિમોગ્લોબીન નું પ્રમાણ યોગ્ય હોતું નથી તો તમારું શરીર આળસ, નબળાઈ, થાક વગેરે અનુભવે છે.જેનાથી તમે યોગ્ય રીતે કામ કરવા માટે તૈયાર થઈ શકતા નથી.
આવામાં જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે કેટલાક એવા ઉપાય કરવા જોઈએ કે જેનાથી લોહીની કમી દૂર થઈ શકે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે શરીરમાં લોહીની કમી થવાને લીધે ત્વચા પર તેની સીધી અસર થાય છે. તેનાથી તમને ચર્મરોગ થવાનો ભય વધી જાય છે. આ સાથે તમે માથાનો દુઃખાવો, ચહેરા પર ખીલ-ડાઘ, આંખોમાં ઇજાનો સામનો કરવો પડે છે.
શરીરમાં લોહીની કમી દૂર કરવા માટે તમારે કયા ઉપાય કરવા જોઈએ..?
તમને જણાવી દઈએ કે તમારે શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માટે અંજીરની જરૂર પડશે. અંજીરને ડ્રાય ફ્રુટ તરીકે ઓળખવામાં આવે છે અને તેનાથી તમારા શરીરમાં લોહીની કમી પૂરી કરવાની સાથે સાથે માનસિક શકિતમાં પણ વધારો કરી શકાય છે.
તમને જણાવી દઈએ કે તમારે તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા રાતે અંજીરને પાણીમાં પલાળી દેવું જોઈએ. હવે સવારે જ્યારે તમે ઉઠો ત્યારે આ પાણીને પી લેવું જોઈએ અને અંજીર પણ ખાઈ લેવી જોઈએ. આ ઉપાય એક મહિના સુધી કરવાથી તમારા શરીરમાં તરત જ અસર દેખાવા લાગશે.
જો તમને ઉપર જણાવેલ ઉપાય કરવામાં કોઈ તકલીફ થાય છે તો તમારે બીજો ઉપાય કરવો જોઈએ. આ માટે સૌથી પહેલા બીટ લઈને તેના ટુકડા કરી લેવા જોઈએ, ત્યારબાદ તેનો પાંદડા સાથે રસ કાઢી લેવો જોઈએ અને દરરોજ તેને લીંબુ રસ ઉમેરીને સેવન કરવાથી પણ લાભ થઈ શકે છે.
જો તમે આ બંને ઉપાય માંથી જે સરળ પડે તે ઉપાય કરશો તો તમારા શરીરમાં લોહીની કમી પડશે નહિ. આ સાથે મહિલાઓને તો આ ઉપાય કરવો જ જોઈએ. કારણ કે એનિમિયા ની સમસ્યા સૌથી વધારે મહિલાઓમાં જોવા મળે છે.