દોસ્તો આજના સમયમાં દરેક વ્યક્તિને કોઈકને કોઈક રોગોનો સામનો કરવો પડતો હોય છે. જેમાંથી કેટલાક રોગો તો એવા હોય છે કે જે સાંભળવામાં નાના લાગે છે પંરતુ તેને અવગણવાથી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.
આવી જ એક સમસ્યા હાંફ ચઢી જવી છે. તમે ધ્યાન આપ્યું હોય તો ઘણી વખત અમુક પગથિયાં ચઢ્યા પછી અથવા તો ચાલ્યા પછી હાંફ ચઢી જતી હોય છે. આ સાથે ઘણી વખત તો હાંફ ચઢી જવાને લીધે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.
જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે તેને અવગણવાની ભૂલ ક્યારેય કરવી જોઈએ નહીં. જો તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે નિયમિત યોગ કરવાની ટેવ પાડવી જોઈએ.
આ સાથે તમારે અનુલોમ વિલોમ કરવો જોઈએ. જેનાથી તમારી સમસ્યા ઘણા અંશ સુધી ઓછી થઈ જશે. જે લોકોને કોરોના કાળમાં સંક્રમિત થયા બાદ શ્વાસ લેવામાં તકલીફ પડે છે એવા લોકોએ પણ આ ઉપચાર અપનાવવો જોઈએ.
કારણ કે તેનાથી તમારા બંધ નાક ખૂલી જાય છે અને શ્વાસ નળીમાંથી યોગ્ય શ્વાસની આપ લે થઈ શકે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જો તમે દરરોજ અનુલોમ વિલોમ કરવાની ટેવ બનાવો છો તો તમારા શ્વસન કાર્યમાં વધારો કરી શકાય છે.
આ સાથે તમે શ્વાસ લેવામાં પડતી તકલીફમાંથી છુટકારો મેળવી શકો છો. તમને જાણીને આશ્ચર્ય થશે કે અનુલોમ વિલોમ કરવાથી માનસિક વિકાસ માં પણ વધારો થાય છે. જેના લીધે તમારી યાદ શકિતમાં પણ વધારો કરી શકાય છે.
જો તમે ઘણા સમયથી કોઈ તણાવ અને થાકનો સામનો કરો છો તો પણ તેનાથી રાહત આપવા માટે અનુલોમ વિલોમ કામ કરે છે. તેનાથી વ્યક્તિની હતાશા યુક્ત લાગણીઓ પર કાબૂ આવે છે અને માનસિક રીતે સંતુલન જળવાઈ રહે છે.
આ સિવાય અનુલોમ વિલોમ કરવાથી લોહીનું સ્તર શરીરમાં જળવાઈ રહે છે અને શરીરમાં લોહીની કમી રહેતી નથી. તેનાથી વ્યક્તિના મગજમાં સકારાત્મક વિચારો આવે છે અને તમે ખોટા ડિપ્રેશન યુક્ત વિચારોથી છુટકારો મેળવી શકો છો.
જોકે આ ઉપાય કરતી વખતે યાદ રાખો કે તમારે આ અનુલોમ વિલોમ કરતી વખતે નાક પર વધારે આંગળીઓ રાખવી જોઈએ નહીં. કારણ કે તેનાથી તમારી સમસ્યામાં વધારો થઈ શકે છે. જો તમને આ અનુલોમ વિલોમ કરતા આવડતું નથી તો તમે ઓનલાઇન તેના વિશે શીખી શકો છો.