ભાદરવાના મહિનામાં આ પાંચ ચીજવસ્તુઓથી બનાવી લો અંતર, નહિતર શરીર બની જશે અનેક બીમારીઓનું ઘર

ભારતમાં ખાવાની આદતો ઘણા હદ સુધી મોસમી ઉત્પાદનો પર આધારિત છે. જેના લીધે મોસમની સાથે શરીરને ફિટ રાખવા ભોજનમાં બદલાવ કરવો ખૂબ જ જરૂરી છે. આયુર્વેદ પ્રમાણે આ નિયમો શરીરમાં વાત, પિત્ત અને કફની સરચંના પર આધારિત છે. તેથી મોસમમાં બદલાવા આવવાની સાથે ભોજન પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

હાલમાં ભાદરવા મહિનાની શરૂઆત થઇ ગઇ છે. તેથી ભોજન પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. કારણ કે એવી ઘણી વસ્તુઓ છે, જેને ભાદરવા મહિનામાં ખાવાથી આપણું શરીર અનેક રોગોનું ઘર બની શકે છે. આ સાથે ઘણી સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ પણ આવી શકે છે.

તો ચાલો આપણે જાણીએ કે આ વસ્તુઓ કઈ-કઈ છે, જેને ભાદરવા મહિનામાં ખાવાથી બચવું જોઈએ.

ભાદરવા મહિનામાં તમારે પત્તા ધરાવતી શાકભાજીનું સેવન કરવું જોઇએ નહીં. ભાદરવા મહિનામાં વાત્ત વધી જાય છે અને આ મહિના પિત પણ જમા થવા લાગે છે, જેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. વરસાદની ઋતુમાં પત્તાદાર શાકભાજીઓનો બેક્ટેરિયાનો દર વધે છે, તેથી તે સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક હોઈ શકે છે.

આયુર્વેદ અનુસાર ભાદરવા મહિનામાં દહીં સહિત ડેરી પ્રોડક્ટ ખાવાથી બચવું જોઇએ. કારણ કે આ સમય દરમિયાન શરીરમાં પિત્ત વધી શકે છે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ પેદા થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આધુનિક વિજ્ઞાન અનુસાર વરસાદની ઋતુમાં વધારે પ્રમાણમાં જમીન સાથે જોડાયેલ લીલાં શાકભાજીનું સેવન કરવું જોઇએ નહીં. હકીકતમાં તેના સેવનથી માનવ શરીર ઝેરી બની શકે છે. આ સિવાય ભાદરવા મહિનામાં ઢોસા, ઈડલી, ઢોકળા સહિત લીલા શાકભાજીનું સેવન કરવું જોઇએ નહીં.

ભાદરવા મહિનો અંગ્રેજી મહિના અનુસાર ઓગસ્ટ સપ્ટેમ્બર વચ્ચે આવે છે. આ દરમિયાન છાશ, દહીં અને તેનાથી બનેલી ચીજવસ્તુઓથી અંતર બનાવી રાખવું જોઇએ. તેનાથી તમને ઘણા રોગો થઈ શકે છે અને તમે શારીરિક રીતે નબળાઈ અનુભવી શકો છો. ભાદરવા મહિનામાં તલનો ઉપયોગ કરવો જોઈએ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!