રાતે સૂતા પહેલાં કરી લો આ નાનકડો ઉપાય, નસકોરાની સમસ્યાથી મળી જશે કાયમી છુટકારો…

દોસ્તો દરેક વ્યક્તિ માટે રાતની ઊંઘ ખૂબ જ જરૂરી હોય છે કારણ કે રાતે વ્યક્તિનું શરીર શાંતિથી આરામ કરે છે, જેથી બીજા દિવસે ઊર્જા સાથે કામ કરી શકાય છે પંરતુ ઘણી વખત રાતે ઊંઘમાં તકલીફ થાય છે, જેના લીધે બીજા દિવસે કામ કરવામાં પણ તકલીફનો સામનો કરવો પડે છે.

જો આપણે ઊંઘમાં ખલેલ પડવા પાછળના કારણો વિશે વાત કરીએ તો તેમાં મુખ્ય કારણ નસકોરા ની સમસ્યા છે. આ સમસ્યા એવી છે કે જેનાથી પીડિત વ્યક્તિ તો શાંતિથી ઊંઘ લઈ શકે છે પંરતુ તેની આજુબાજુ રહેલા લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.

જો તમે પણ આ સમસ્યાથી કંટાળી ગયા છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો તમારે કેટલાક ઘરેલું ઉપાય અપનાવવા જોઈએ, જેનાથી તમને આસાનીથી રાહત મળી જશે અને રાત દરમ્યાન બધા જ લોકો શાંતિથી ઊંઘ લઈ શકશે.

આ એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ ઘણી બીમારીઓ માટે કારગર માનવામાં આવે છે. આજ ક્રમમાં તમે નસકોરાની સમસ્યા દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં તેના ઉપાયથી બંધ થઈ ગયેલ નાક ખુલ્લું થઈ જાય છે અને તમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડતી નથી, જે તમને નસકોરાથી છુટકારો આપવા માટે કામ કરે છે.

ઈલાયચીનો ઉપયોગ કરવા માટે તમારે રાતે સૂતા પહેલા ઈલાયચીને ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લો અને તેને એક ગ્લાસ પાણીમાં ઉમેરીને સેવન કરવું પડશે, જેનાથી તમને રાતભર સુધી નસકોરા ની તકલીફ થશે નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમને જાણીને આશ્ચર્ય થશે કે બંધ નાક અથવા તો નસકોરા ની સમસ્યા દૂર કરવા મયે દેશી ઘી પણ કામ કરી શકે છે. વળી તેનો ઉપયોગ કરવો પણ આસાન છે. તેના ઉપયોગ માત્રથી બંધ નાક આસાનીથી ખુલી જાય છે અને શ્વાસોશ્વાસની પ્રકિયા યોગ્ય રીતે થાય છે.

તેનો ઉપયોગ કરવો પણ આસાન છે. આ માટે સૂતા પહેલા થોડુંક ઘી ગરમ કરી લો અને જ્યારે તે હૂંફાળું બને ત્યારે તેમાંથી એક ટપકું નાકમાં નાખી દો. આ ઉપાય કરવા માત્રથી તમે આસાનીથી નસકોરા ની સમસ્યાથી કાયમી છુટકારો મેળવી શકશો.

નસકોરાં ની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ઓલિવ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. હકીકતમાં તેમાં મળી આવતા એન્ટી તત્વો ને લીધે નાકને શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડતી નથી અને તમે રાતભર શાંતિથી ઊંઘ લઈ શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેનો ઉપયોગ પણ દેશી ઘીની રીતે જ કરવો પડશે. સૌથી પહેલા ઓલિવ તેલમાં થોડુંક મધ મિક્સ કરીને તેને ગરમ કરી લો અને હૂંફાળું બનતાની સાથે જ તેના બે ટીપાં નાકમાં ઉમેરી લો. આ ઉપાય થી તમને રાહત મળી જશે.

નસકોરાં ની સમસ્યા દૂર કરવા માટે લસણ પણ દવાની જેમ કામ કરે છે. વળી લસણનો આ ઉપાય કરી લેવાથી તમારે બીજો કોઈ ઉપાય કરવાનો રહેતો નથી. તો ચાલો આપણે જાણીએ લસણનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

તમારે તેનો ઉપયોગ કરવા માટે લસણના ફોતરા કાઢીને બે લસણની કળીઓ કાઢી લેવી જોઈએ. ત્યારબાદ તેનું સેવન કરીને પાણી પી લેવામાં આવે તો રાતભર નસકોરા સતાવતા નથી.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!