આ ઉપાય કરી લેશો તો વાતાવરણ ભલે ગમે તેટલો બદલાવ આવે તો પણ તમે શરદી ઉધરસનો શિકાર નહી બનો, માનવામાં આવે છે ઔષધિનો રાજા..

દોસ્તો તમે બધા સારી રીતે જાણતા હશો કે હવામાનમાં પરિવર્તન થતાની સાથે જ તેની સીધી અસર વ્યક્તિના સ્વાસ્થય પર થાય છે. જેના લીધે તમે વાયરલ બીમારીઓ જેમ કે શરદી, ઉધરસ, કફ વગેરેનો શિકાર બની જતા હોવ છો. વળી આનાથી કાયમી છુટકારો પણ મળી શકતો નથી.

આવી સ્થિતિમાં જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે કેટલાક એવા ઉપાય કરવા જોઈએ જે વાયરલ બીમારીને દુર કરીને તમને સ્વસ્થ બનાવી શકે. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપચાર કયા કયા છે.

જો તમે કફ, ઉધરસ અને શરદીનો સામનો કરી રહ્યા છો તો તમારે માટે ઈલાયચી દવા ની જેમ કામ કરી શકે છે. હકીકતમાં તેમાં મળી આવતા એન્ટી તત્વો તમને સવસ્થ બનાવવા માટે કામ કરે છે. 

તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ઈલાયચી, લીંબુ નો રસ અને મધ ત્રણેયને મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી જોઈએ. ત્યારબાદ તેનું સેવન કરવાથી વાયરલ બીમારીઓ છૂમંતર થઈ જશે.

આ સિવાય તમે ઘણા વૃદ્ધ લોકો પાસેથી સાંભળ્યું હશે કે શરદી ઉધરસ ની સમસ્યા દૂર કરવા માટે હળદર રામબાણ સાબિત થઈ શકે છે. હકીકતમાં હળદર માં એન્ટી ઓક્સિડન્ટ તત્વો મળી આવે છે, 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે તમને વાયરલ બીમારીઓથી દૂર કરીને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કામ કરે છે. આવામાં તમારે આ કોરોના કાળમાં આ ઉપાય કરવો જ જોઈએ. તમને જણાવી દઈએ કે તમે હળદર નો ઉપયોગ દૂધ સાથે કરી શકો છો.

જો તમે નવશેકા પાણીમાં ખાવાનું મીઠું મિક્સ કરીને દિવસમાં 5થી10 વખત કોગળા કરો છો તો તેનાથી તમારી સમસ્યા દૂર થઈ શકે છે. આ ઉપાય કરવાથી ગળાની ખરાશ માંથી પણ રાહત મળી જશે.

જો તમે ચા પીવાની આદત છે તો પણ તમે વાયરલ બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. ખાલી શરત એટલી છે કે તમારે ચા બનાવતી વખતે તેમાં કાળા મરી, આદુ અને તુલસીને તેમાં ઉમેરી લેવી જોઈએ. આ ઉકાળો પીવાથી તમને શરદી, ખાંસીથી રાહત મળી જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે સાઇટ્રસ ફળો એટલે કે ખાટા ફળોનું સેવન કરશો તો તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થશે અને તમે વાયરલ બીમારીઓનો શિકાર બની શકશો નહીં. વળી તેનાથી તમને કોરોના જેવી સંક્રમિત બીમારી સામે લડવામાં પણ મદદ મળશે.

આ સિવાય જો તમને કોઈ વસ્તુ અથવા વાતાવરણથી એલરજી હોય તો તમારે તેનાથી અંતર બનાવી રાખવું જોઈએ અને વાતાવરણ પ્રમાણે જરૂરી ચોકસાઈ રાખવી જોઈએ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!