દોસ્તો સામાન્ય રીતે તુલસી નો ઉપયોગ ધાર્મિક રીતે સૌથી વધારે કરવામાં આવે છે પરંતુ તમારે જાણવું જોઈએ કે તુલસી ઔષધીય ગુણોથી પણ સમૃદ્ધ છે. જે તમારી ઘણી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બીમારીઓ ને કાયમ માટે દૂર કરી શકે છે,
વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. આવી સ્થિતિમાં તમારે તેનો ઉપયોગ કરવો જ જોઈએ. સામાન્ય રીતે જ્યારે પેટમાં દુખાવો થાય છે કે પેટમાં ગેસ એસીડીટી ની સમસ્યા થાય છે ત્યારે સૌથી પહેલા આપણે ડોક્ટર પાસે જવાનું પસંદ કરીએ છીએ.
પરંતુ તમારે જાણવું જોઈએ કે ડોક્ટરી દવાઓનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી તમને નુકસાન થાય છે. તેથી તમારે તુલસીનો ઉપયોગ કરીને પેટ સાથે જોડાયેલા રોગોથી રાહત મેળવવી જોઈએ.
જ્યારે તમે યોગ્ય રીતે ભોજનનું પાચન કરી શકતા નથી ત્યારે પેટમાં એસિડ ની રચના થાય છે, જે એસિડ અન્નનળીમાં પરત ફરે છે ત્યારે અપચોની સમસ્યા પેદા થાય છે. જે ઘણી વખત ગેસનું નિર્માણ કરે છે.
જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે તેનાથી ઝડપથી છુટકારો મેળવવો જોઈએ, કારણકે તે અન્ય ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને પેટના રોગો જેમ કે ગેસ, એસિડિટી, અપચો પેટનો વિકાર, ગેસ, કબજીયાત વગેરેથી છુટકારો મેળવવા માટે તુલસી નો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
તુલસીમાં વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન કે અને ઓમેગા 3 ફેટી એસિડ મળી આવે છે. આ સાથે કોપર, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ વગેરેથી સમૃદ્ધ છે. જે તમારા શરીરમાં રહેલી બધી જ સમસ્યાઓ દૂર કરીને તમને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે.
જો તમે અપચોની સમસ્યા નો સામનો કરી રહ્યા છો તો તમે તુલસીના પાનનું સેવન કરી શકો છો. તેનાથી પાચન મા સુધારો થાય છે. આ સાથે જો તમે ગેસ, એસિડિટી અને કબજિયાતથી સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો પણ દરરોજ બેથી ત્રણ તુલસીના પત્તાનું સેવન કરવું જોઈએ.
તમે તેનો ઉપયોગ કરવા માટે આ પત્તાનો જ્યૂસ કાઢીને પીવો જોઇએ. આ સાથે તમે નારિયેળ પાણી, લીંબુ પાણી, છાશમા બે-ત્રણ ચમચી તુલસીના પાનનો રસ મિક્સ કરીને સેવન કરી શકો છો. જેનાથી તમને ઝડપથી રાહત મળી શકશે.
તમને જણાવી દઈએ કે તુલસી ની તાસીર ઠંડી હોય છે, જે પેટના રોગોથી ઝડપથી રાહત આપે છે. જો તમે ઉનાળામાં તેનું સેવન કરો છો તો તમે ચામડીના રોગો થવાનો ભય ઘણા અંશ સુધી ઓછું થઈ જાય છે. આ સાથે તુલસીના પાનમાં મળી આવતું ફાઇબર તમારી પાચન શક્તિમાં વધારો કરે છે અને લોહીને પણ શુદ્ધ બનાવે છે.