હૃદય રોગ, મોટાપો, ડાયાબીટીસ, ચામડીના રોગો સહિત ઘણી બીમારીઓ દૂર કરવા માટે કામ કરે છે આ વસ્તુ, સેવન માત્રથી મળશે રાહત

આજના સમયમાં દરેક ભારતીય ઘરમાં ઘઉંની રોટલી બનાવવામાં આવે છે પંરતુ ભાગ્યે જ બાજરી ખાવામાં આવે છે. જોકે તમારે જાણવું જોઈએ કે બાજરીમાં ઘઉં અને ચોખા કરતા પણ વધારે પોષક તત્વો હોય છે અને તમે તેનાથી ઘણા રોગો પણ દૂર કરી શકો છો.

બાજરીનો ઉપયોગ તમે ઔષધિ તરીકે કરી શકો છો. હકીકતમાં તેના સેવનથી તમને પેટના રોગો થતા નથી અને શરીરના દુખાવાથી પણ છુટકારો મેળવી શકાય છે. જો તમે કોઈ સંક્રમિત બીમારીનો શિકાર બની ગયા છો તો તેનાથી પણ રાહત મળી જાય છે.

તો ચાલો આપણે જાણીએ કે બાજરી ખાવાથી આપણને કેવા લાભ થાય છે અને કંઈ બીમારીઓ દૂર કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે બાજરીમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર મળી આવે છે, જેનાથી તમે આસાનીથી કોઈપણ ખોરાકનું પાચન કરી શકો છો. આ સાથે જો તમે કબજિયાત, ગેસ, અપચોથી પણ રાહત મળી શકે છે. 

તમારે બાજરીનો ઉપયોગ કરવા માટે બાજરીનો એક કાપડમાં વીંટીને તેને ગરમ કરીને અસરગ્રસ્ત વિસ્તારમાં શેક કરવો જોઈએ. તેનાથી પેટના બધા જ રોગોથી છુટકારો મેળવી શકશો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે દહીં અને ખાંડ સાથે બાજરીના રોટલાનું સેવન કરો છો તો તેનાથી તમને વાઈ આવવાની સમસ્યા થઇ હોય તો તે પણ દૂર થઈ જાય છે. જોકે યાદ રાખો કે તમારે તેનો અઠવાડીયામાં બે વખત સેવન કરવું જોઈએ.

જો તમે ભોજનમાં બાજરી શામેલ કરશો તો તેમાં મળી આવતું કેલ્શિયમ તમારા શરીરને મજબૂત બનાવવા માટે કામ કરે છે. આ સાથે તમારા સાંધાના દુઃખાવા, હાથ પગના દુઃખાવા, ઘૂંટણની પીડા, સંધિવા વગેરેથી રાહત મળી શકે છે.

બાજરીની અંદર એન્ટી કેન્સર ગુણ મળી આવે છે, જેનાથી શરીરમાં જો કોઈ જગ્યાએ કેન્સરના કોષો જન્મ પામ્યા હોય તો તેનો પણ નાશ થાય છે. આ સાથે કેન્સરના વિકાસને પણ અટકાવવામાં મદદ મળે છે. આવામાં જે લોકો કેન્સરથી પીડાઈ રહ્યા છે એવા લોકોએ તો બાજરી ખાવી જ જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સામાન્ય રીતે આપણા શરીરમાં આયરન ની ઉણપ થતા લોહીની કમી વર્તાય છે અને એનિમિયા ની સમસ્યા થઇ શકે છે. આવામાં જો તમે ભોજનમાં બાજરી શામેલ કરશો તો તેનાથી શરીરમાં આયરન અને હિમોગ્લોબીન ની કમી પૂર્ણ થશે અને તમે લોહીની કમીનો સામનો કરશો નહીં.

બાજરીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ મળી આવે છે, જે રક્ત સંચાર ને યોગ્ય રાખીને  તમારા લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. આ સાથે તમને હૃદય રોગ થવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!