દોસ્તો તમે આજ સુધી ઘણી વખત પાત્રા ખાધા હશે અને ઘણા લોકોની તો તે ફેવરિટ આઈટમ પણ હશે પંરતુ શું તમને ખબર છે કે પાત્રા બનાવવા માટે કયા પાનનો ઉપયોગ થાય છે? જો ના તો તમને કહી દઈએ કે પાત્રા બનાવવા માટે અળવી ના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.
આ સાથે તમને જાણીને આશ્ચર્ય થશે કે અળવી ભોજનની વસ્તુઓ બનાવવા માટે તો વપરાય છે પંરતુ સાથે સાથે અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ પણ છે. તેનાથી ઘણી સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.
તમને કહી દઈએ કે અળવીની ખેતી ઉનાળા અને ચોમાસામાં કરવામાં આવે છે. આ સાથે તેનું વાવેતર કર્યા ના ચારેક મહિના બાદ તેનું ઉત્પાદન લઈ શકાય છે. તો ચાલો હવે આપણે તેનાથી થતા સ્વાસ્થય લાભો વિશે વિગતે માહિતી મેળવીએ.
જો તમે ઘણા પ્રયત્નો પછી પણ વજન ઓછું કરી શકવામાં નિષ્ફળ ગયા છો તો હવે તમારે અળવી ના પાનનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં તેમાં ફાઈબર મળી આવે છે, જે પેટને લાંબા સમય સુધી ભરી રાખે છે.
જેના લીધે તમને ભૂખ લાગતી નથી અને તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહી શકો છો. જે વજન ઓછું કરવા માટે ખૂબ જ જરૂરી છે. જો તમે બાળકની માતા બની ગયા છો અને સ્તન માંથી દૂધ આવતું નથી અથવા બહુ ઓછું આવે છે તો તમારે અળવી નાં પાનનો ઉપયોગ કરવો જોઈએ.
હકીકતમાં તેમાં રહેલા સ્ત્રીના સ્તન માં દૂધ વધારવા માટે કામ કરે છે. જો તમને કફ, પિત્ત અને પેટમાં બળતરાં થતી હોય તો પણ અળવી કોઈ દવા કરતા ઓછી નથી.
જો તમને શરીર પર ફોલ્લા થઇ ગયા છે તો પણ અળવી કામ લાગી શકે છે. આ માટે સૌથી પહેલા અળવી ના દાંડા ને સળગાવીને તેની જે રાખ આવે તેને ફોલ્લા પર પેસ્ટ સ્વરૂપે લગાવવી જોઈએ.
તેનાથી તમને રાહત મળશે. આ સિવાય જો તમને પેશાબમાં બળતરા થઇ રહી છે તો તમારે અળવીના પાનના રસને ગરમ કરીને તેને ઉકાળો બનાવી લેવો જોઈએ અને તેનું સેવન કરવું જોઈએ.
તમને જણાવી દઈએ કે જો તમારા શરીરમાં કોઈ અંગ સુધી લોહી પહોંચી રહ્યું નથી તો પણ તમે અળવી સાથે જોડાયેલ ઉપાય કરી શકો છો. તેના સેવનથી શરીરના દરેક અંગ યોગ્ય પ્રમાણમાં લોહી પહોંચે છે અને શરીરને સારી રીતે કાર્ય કરવા માટે વેગ મળે છે.
જો તમે ડાયાબીટીસ ની સમસ્યા થી પરેશાન થઈ ગયા છો તો તમારે અળવી ઉપયોગી સાબિત થઇ શકે છે. હકીકતમાં અળવી માં ફાઈબર મળી આવે છે. જે બ્લડ સુગર લેવલ કાબૂમાં રાખીને ઇન્સ્યુલીન લેવલ વધારવા માટે કામ કરે છે. જેનાથી ડાયાબીટીસ ની સમસ્યા ધીમે ધીમે ઓછી થાય જાય છે. આ સાથે તેનાથી ગ્લુકોઝ લેવલ પર યોગ્ય રહે છે.
જો તમને છાતીમાં દુઃખાવો થઇ રહ્યો છે તમારે સૌથી પહેલા અળવી ના પાનને ધોઈ નાખો અને તેને શેકેલા જુરી સાથે મિક્સ કરીને ગ્રાઇન્ડ કરી લો. હવે તેમાં થોડીક સાકાર ઉમેરીને તેનું સેવન કરવામાં આવે તો તમને રાહત થઈ શકે છે.