આખા શરીરમાં ગમે ત્યાં નસો ફૂલી ગઈ હોય તો અપનાવી લો આ દેશી ઉપાય, મળી જશે રાહત, એક પણ રૂપિયો ખર્ચવાની નહિ પડે જરૂર

દોસ્તો આજના આધુનિક સમયમાં લોકો કામના તણાવને લીધે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આવી જ એક સમસ્યા નસ ફૂલી જવાની છે. જ્યારે નસ ફૂલી જાય છે ત્યારે તે જગ્યાએ સોજો આવી જાય છે અને અસરગ્રસ્ત વિસ્તારની આજુબાજુ વાદળી રંગ દેખાવા લાગે છે. 

જો આપણે વાત કરીએ તો આ સમસ્યા મહિલાઓમાં વધારે જોવા મળે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવવા જોઈએ. જેના વિશે આજે અમે તમને જણાવીશું.

જો તમારી નસ ફૂલી ગઈ હોય તો તમારે લીલા શાકભાજીમાં ઓલિવ તેલ અને લીંબુનો રસ મિક્સ કરીને ખાઇ શકાય છે. આ સાથે તમે પાલક, કોબીજ, ગાજર વગેરેને પણ બાફીને ખાઈ શકો છો. જેનાથી તમારી સમસ્યા ધીમે ધીમે દૂર થાય છે.

તમે લીલા શાકભાજી ની જગ્યાએ ગાજરના રસમાં પાલકનો રસ મિક્સ કરીને પણ નિયમિત પી શકો છો, તેનાથી ફૂલેલી નસ ધીમે ધીમે સ્વસ્થ થઈ જાય છે. આ સિવાય જો તમે ગરમ પાણીથી સ્નાન કરો છો તો આ સમય દરમિયાન નવશેકા પાણીથી સ્નાન કરવું જોઈએ. 

આ સાથે અસરગ્રસ્ત વિસ્તાર પર ઠંડા પાણીથી શેક કરવો જોઈએ, જેનાથી નસ ફૂલવાની સમસ્યા દૂર થાય છે. જો તમે ગરમ પાણીમાં મીઠું નાખીને સ્નાન કરો છો તો તેનાથી શરીરમાં ઊર્જા જળવાઈ રહે છે અને ફૂલેલી નસ સ્વસ્થ થાય છે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમે સફરજનનો સરકો ની મદદથી પગની માલિશ કરો છો તો પણ ફૂલેલી નસ ની સમસ્યા દૂર થાય છે. આ સિવાય તમે ઓલિવ તેલથી પણ અસરગ્રસ્ત વિસ્તાર ની માલીશ કરી શકો છો, જેનાથી સમસ્યાથી રાહત મળે છે. 

તમે લસણને શેકીને તેનું તેલ પણ જ્યાં નસ ફૂલી હોય ત્યાં લગાવી શકો છો. જોકે યાદ રાખો કે માલિશ કરતી વખતે તમારે વધારે પડતું દબાણ કરવું જોઈએ નહીં. કારણ કે તેનાથી સમસ્યા વધુ વણસી શકે છે, આ માટે તમે હળવા હાથે માલિશ કરી શકો છો.

 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!