દોસ્તો આજના સમયમાં વધુ પડતા તણાવ અને દિવસ દરમિયાનની વ્યસ્તતાને લીધે લોકો પોતાના શરીર પર ધ્યાન આપી શકતા નથી. જેના લીધે તેઓ ક્યાંક ને ક્યાંક બીમાર પડતા હોય છે.
આ સાથે તેમની પાસે એટલો સમય પણ હોતો નથી કે તેઓ પોતાના સ્વાસ્થ્ય માટે સારું બનાવીને ખાય. આ ચક્કરમાં તેઓ બહારના ભોજન પર નિર્ભર થઈ જાય છે.
આપણી ખાવાની ખોટી ટેવને લીધે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો જન્મે છે, જેમાંથી પેટના રોગો તો ભોજનની ખરાબ ટેવોને કારણે સૌથી વધારે પેદા થાય છે. જેમાં કબજિયાત, એસિડિટી, ગેસ, અપચો વગેરે જેવા રોગો મોખરે છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટેના કેટલાક ઘરેલુ ઉપચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે બહુ જલદી કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકશો અને દિવસ દરમિયાન પેટ એકદમ સ્વચ્છ રહેશે.
જો તમે કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો તમારે દિવસના આઠથી-દસ ગ્લાસ પાણી પીવાની ટેવ બનાવી જોઈએ. કારણ કે પાણી પીવાથી આપણા શરીરમાં રહેલી અશુદ્ધિઓ મળ સાથે બહાર નીકળી જાય છે અને પેટ એકદમ સાફ રહે છે.
આ સાથે તેનાથી કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મળે છે. આ માટે તમારે રાતે સૂતા પહેલા અથવા સવારે ઉઠ્યા પછી એક કે બે ગ્લાસ નવશેકુ પાણી પી લેવું જોઈએ. જેનાથી પેટ એકદમ સ્વચ્છ થઈ જશે.
તમે આજ પહેલા લસણનો ઉપયોગ તો કર્યો જ હશે. લસણ ભોજનનો સ્વાદ વધારવા માટે ખૂબ જ કારગર માનવામાં આવે છે. જો કે જો તમે દરરોજ બેથી ત્રણ કાચા લસણ ખાવાની તે બનાવી લો છો તો,
તમારું પેટ એકદમ સ્વસ્થ રહી શકે છે અને આ સાથે તેનાથી આંતરડાં જામી ગયેલ કચરો પણ બહાર નીકળી જાય છે. હવે તમે કહેશો કે કાચું લસણ ખાવાનું થોડું મુશ્કેલ છે તો તમે તેનું અથાણું અથવા ચટણી બનાવીને સેવન કરી શકો છો.
મેથી સ્વાદમાં કડવી હોય છે પરંતુ તે તમારા શરીર માટે અનેક બીમારીઓ દૂર કરવા માટે રામબાણ માનવામાં આવે છે. તેનાથી કબજિયાતની સમસ્યા ઝડપથી દૂર થઈ જાય છે. તેનો ઉપયોગ કરવા માટે સૂતા પહેલાં એક ચમચી મેથી લઈને તેને ગરમ પાણીમાં મિક્ષ કરી લેવી જોઈએ.
હવે સવારે ઊઠીને આ મેથીની ફિલ્ટર કરીને તે પાણીનું સેવન કરવું જોઈએ. જેનાથી પેટ એકદમ સાફ થઈ જશે. આ સિવાય તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. કારણ કે દહીં પેટમાંથી ખરાબ બેક્ટેરિયા દૂર કરીને પેટને સ્વસ્થ બનાવે છે.