મોઢામાં અવારનવાર ચાંદાં પડી જતા હોય તો અપનાવી લો આ ઉપાય, એક રાતમાં મળી જશે આરામ

દોસ્તો આજના સમયમાં અનિયમિત ભોજન અને ખરાબ જીવનશૈલીને લીધે લોકો અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે. આવી જ એક બીમારી મોઢામાં ચાંદા પડવાની છે, જેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. 

જ્યારે મોઢામાં ચાંદા પડી જાય છે ત્યારે બોલવામાં તકલીફ પડે છે સાથે સાથે તમે કોઈ વસ્તુને સરખી રીતે ખાઈ શકતા નથી. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો હવે ચિંતા કરવાની જરૂર નથી. 

કારણ કે આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે ચાંદાની સમસ્યા દૂર કરવા માટે કામ કરે છે. જો તમે ચાંદાની સમસ્યાથી કંટાળી ગયા છો તો તમારે દરરોજ ભોજનમાં આમળાનું સેવન કરવું જોઇએ. 

તેમાં વિટામિન સી મળી આવે છે, જે પાચનક્રિયાને યોગ્ય રીતે સંચાલિત કરીને પેટને સાફ કરવા માટે કામ કરે છે. આમળામાં સંતરાં કરતાં વધારે વિટામિન સી મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

આ સિવાય તમે આંકડાના દૂધ નો ઉપયોગ પણ ચાંદાની સમસ્યા માટે કરી શકો છો. આ માટે આકડાનું દૂધ લઈને તેમાં એક ચમચી મધ ઉમેરી લેવું જોઈએ. હવે તેને મોઢામાં ચાંદા પર લગાડવાથી તમે સમસ્યાથી છુટકારો મેળવી શકશો. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય તમે ફુદીનો, ધાણા અને સાકર ત્રણેયને એકસાથે મિક્સ કરીને ખાવાથી પણ લાભ થાય છે. શેતુર પણ ચાંદાની સમસ્યા દૂર કરવા માટે કામ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તેને ગ્રાઈન્ડ કરીને અડધો ગ્લાસ બનાવી લેવો જોઈએ.

હવે જો તમે તેનું સેવન કરશો તો તેનાથી ચાંદા દૂર થઈ જાય છે. આ સિવાય તમે તરબૂચનો ઉપયોગ કરીને પણ ચાંદાની સમસ્યા દૂર કરી શકો છો. મોઢાના ચાંદા દૂર કરવા માટે તમે જાંબુના પત્તા નો પણ ઉપયોગ કરી શકો છો. 

તેનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ તેને ઘરે લાવીને ધોઈને સાફ કરી લેવા જોઈએ. હવે તેને ગ્રાઈન્ડ કરીને રસ બનાવી લેવો જોઈએ. ત્યારબાદ તેનાથી કોગળા કરવાથી મોઢામાં ચાંદાની સમસ્યા દૂર થાય છે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમે ટામેટા રસનો ઉપયોગ કરીને પણ મોઢાનાં ચાંદાની સમસ્યા દૂર કરી શકો છો. નારિયેળ તેલમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણધર્મો મળી આવે છે. જે કોઈપણ પ્રકારના દુખાવાથી રાહત આપી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારી નારિયેળ તેલને લાવીને ચાંદા પર લગાવવું જોઈએ. 

જેનાથી મોઢાનાં ચાંદાની સમસ્યા જલ્દી થી દૂર થઈ જશે અને તમને આરામ મળશે. સફરજનનો સરકો પણ મોઢાના ચાંદાની સમસ્યા દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માટે એક કપ સરકો લઈને તેને અડધા કપ પાણીમાં મિક્સ કરી લેવો જોઈએ. 

હવે તેનાથી દિવસ દરમિયાન કોગળા કરવાથી તમને મોઢાનાં ચાંદાની સમસ્યાથી રાહત મળે છે અને તેના પર રૂઝ આવી જાય છે.

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!