શિયાળો પૂરો થતાં પહેલાં ભોજનમાં શામેલ કરી દો આ લોકપ્રિય શાકભાજી, પેટના રોગો, મોટાપો, કબજિયાત વગેરેથી મળશે આરામ.

દોસ્તો વટાણા એક લોકપ્રિય શાકભાજી છે. જેનો ઉપયોગ વિવિધ પ્રકારની શાકભાજીમાં ઉમેરવા માટે કરવામાં આવતો હોય છે. આ સાથે કેટલીક વાનગીઓ વટાણા વિના અધૂરી હોય છે, જેમ કે મટર પનીર, પુલાવ અને વેજ બિરયાની વગેરે… જોકે આપણા ભોજનનો સ્વાદ વધારવાની સાથે વટાણા આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર વટાણામાં કેટલાક એવા પોષક તત્વો જોવા મળે છે જે અનેક રોગોના ઈલાજમાં ફાયદાકારક છે.

વટાણાનું સેવન કેન્સરને રોકવામાં પણ મદદરૂપ છે કારણ કે વટાણામાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે, જે શરીરમાં કેન્સરના કોષોને વધતા અટકાવે છે. વટાણામાં હાજર કોલેસ્ટ્રોલ શરીરને કેન્સર સામે લડવાની શક્તિ આપે છે.

આ સાથે હૃદયરોગથી પીડિત લોકો માટે પણ વટાણાનું સેવન ફાયદાકારક છે. વટાણામાં જોવા મળતું એન્ટીઓક્સીડેન્ટ તત્વ હાર્ટ એટેક અને હાઈ બીપીનું જોખમ ઘટાડવાની સાથે હૃદયને લગતી અનેક બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ છે.

વટાણામાં જોવા મળતું વિટામિન સી આપણા વાળ માટે ફાયદાકારક છે. તે વાળને ખરતા અટકાવે છે તેમજ તેમને લાંબા અને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે.

વટાણાનું સેવન ત્વચા માટે ફાયદાકારક છે કારણ કે વટાણામાં એન્ટી રિંકલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે આપણી ત્વચા માટે ફાયદાકારક છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વટાણાનું સેવન ડાયાબિટીસથી પીડિત લોકો માટે ફાયદાકારક છે. કારણ કે વટાણામાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે લોહીમાં હાજર સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

વટાણાનું સેવન હાડકાંને મજબૂત રાખવા માટે ફાયદાકારક છે. વટાણામાં વિટામિન-K ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવા માટે જરૂરી છે. આ સિવાય વટાણાનું સેવન હાડકાંમાં થતા ઓસ્ટિયોપોરોસિસના રોગથી પણ રાહત અપાવે છે.

વટાણાનું સેવન વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક છે કારણ કે વટાણામાં ઓછી કેલરી અને ઓછી ચરબી હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. વટાણામાં ફાઈબરનું પ્રમાણ પણ જોવા મળે છે, જે અનિયમિત ભૂખને નિયંત્રિત કરીને વજન વધતું અટકાવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વટાણા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ફાયદાકારક છે. કારણ કે વટાણામાં આયર્ન, ઝિંક, મેંગેનીઝ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને રોગો સામે લડવાની ક્ષમતા પ્રદાન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.

આ સાથે સગર્ભા સ્ત્રી માટે ગર્ભાવસ્થા દરમિયાન વટાણાનું સેવન ફાયદાકારક છે. કારણ કે વટાણામાં કેલ્શિયમ અને ફોલિક એસિડની સાથે એવા ઘણા વિટામિન અને પોષક તત્વો મળી આવે છે, જે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી સ્ત્રીની નબળાઈને દૂર કરે છે અને તેમને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.

વળી પાચનતંત્રને મજબૂત રાખવા માટે પણ વટાણાનું સેવન ફાયદાકારક છે. વટાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામિન અને મિનરલ્સ હોય છે, જે પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવાની સાથે પાચનતંત્રને મજબૂત રાખવામાં મદદ કરે છે.

વટાણાનું સેવન યાદશક્તિ વધારવા માટે પણ ફાયદાકારક છે. એક સંશોધન અનુસાર, વટાણામાં આલ્ફા-લિનોલીક એસિડ, પ્યોસમ સેપોનિન અને વિટામિન B, C અને E હોય છે, જે યાદશક્તિ વધારવામાં મદદરૂપ છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!