જીવશો ત્યાં સુધી હેરાન નહીં કરે સાંધાના દુખવા, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓ, ખાલી જાણી લો સેવન કરવાની રીત.

દોસ્તો જ્યારે કંદમૂળ ની વાત આવે છે ત્યારે આપણા મગજમાં વિવિધ પ્રકારની શાકભાજી ઉભરી આવે છે. આ પૈકી સૂરણ ની શાકભાજીની બહુ ઓછી વાત કરવામાં આવે છે પંરતુ તમારે જાણવું જોઈએ કે સૂરણમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જે આપણા સ્વાસ્થ્યની કાળજી લેવાની સાથે સાથે ઘણા રોગો દૂર કરવાનું કામ કરે છે. એક રિપોર્ટ અનુસાર સૂરણમાં પ્રોટીન, વિટામીન અને ખનીજ દ્રવ્યો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

સૂરણ કફ નાશક, પિત્ત નાશક, કબજિયાત દૂર કરનાર, મોટાપો થી છુટકારો અપનાવનાર છે. જો તમને પેટ સંબંધિત રોગોનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે સૂરણ નું સેવન કરીને આસાનીથી આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. જો તમારું પેટ વારંવાર ફૂલી જતું હોય તો પણ તમે સૂરણ નું સેવન કરી શકો છો.

સૂરણમાં દરેક પ્રકારના વિટામીન ની સાથે ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે તમારી પાચન શક્તિ સુધારવાનું કામ કરે છે. આ સાથે સૂરણમાં મેંગનેશિયમ અને પોટેશિયમ મળી આવે છે. જે બ્લડ પ્રેશર ને કાબૂમાં રાખવાની સાથે સાથે ડાયાબિટીસ સામે લડવામાં મદદ કરે છે.

જો તમારી કમર ફૂલી ગઈ છે અથવા તો પેટ બહાર નીકળી ગયું છે તો તમારે સૂરણ નું સેવન કરવું જોઈએ. કારણ કે સૂરણ માં રહેલા સારા બેક્ટેરિયા ભોજનને સારી રીતે પચાવવાનું કામ કરે છે અને તેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેથી કરીને આપણને વારંવાર ખાવાની જરૂર પડતી નથી. વળી આ વજન ઓછું કરવા માટેનો સૌથી સારો રસ્તો છે.

સૂરણ ખાવાથી તમારી એકાગ્રતામાં વધારો કરી શકાય છે, જેથી કરીને તમે થોડુક વાંચીને તેને લાંબા સમય સુધી યાદ કરી શકો છો. આ વાતને ધ્યાનમાં રાખીને જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓને ભોજનમાં સૂરણ શામેલ કરવું જોઈએ. સૂરણ રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરીને ચેપી રોગોને તમારાથી દૂર રાખે છે. તેથી જે લોકો વારંવાર શરદી, ઉધરસ, કફ અને વિવિધ વાયરલ રોગોનો સામનો કરી રહ્યા હોય છે તેવા લોકોએ અવશ્ય ભોજનમાં સૂરણ શામેલ કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જ્યારે કોઈ વ્યક્તિને હાથીપગો થાય છે ત્યારે તે વ્યક્તિનો પગ ધીમે ધીમે હાથી જેવો જાડો થઈ જતો હોય છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો તમારે ભોજનમાં સૂરણ શામેલ કરી દેવું જોઈએ. કારણ કે સૂરણમાં રહેલા ઘટકો હાથીપગો થી છુટકારો અપનાવવાનું કામ કરે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!