તમારા વાળને ચમકદાર બનાવવાની સાથે હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે આ શાકભાજી, આજ સુધી 99% લોકો હશે અજાણ.

દોસ્તો ભારતમાં પંડોળાની શાકભાજી બહુ ઓછી પ્રમાણમાં ખાવામાં આવે છે. જેના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભો થઈ શકે છે. હકીકતમાં તેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો જોવા મળે છે, જેના કારણે આપણે અનેક રોગોના જોખમોથી દૂર રહી શકીએ છીએ અને આજે અમે તમને તેના સેવનથી થતા ફાયદાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

પંડોળાના સેવનથી આપણી ભૂખ વધે છે. તેનાં પાંદડાં, ફળ, ફૂલ અને મૂળ બધું ઔષધિય ગુણોથી સમૃધ્ધ હોય છે. તેના ઉપયોગથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થઈ શકે છે પરંતુ તેના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્ય સંબંધિત કેટલાક નુકસાન પણ થઈ શકે છે, તેથી તેનું યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ.

પંડોળાનું શાક ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. પંડોળામાં ક્યુકરબીટાસિન-બી, કુકરબીટાસિન-ઇ, કેરોટીનોઈડ્સ અને એસ્કોર્બિક એસિડ હોય છે, જે આપણા શરીરમાં એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે. જે આપણા હૃદયના સ્વાસ્થ્યને હકારાત્મક અસર કરે છે. વળી તેનો ઉપયોગ કરીને, આપણા શરીરમાં હાજર મુક્ત રેડિકલને કારણે થતી સમસ્યાઓને રોકી શકાય છે.

પંડોળાનું સેવન કરવાથી આપણે ડાયાબિટીસ જેવી બીમારીઓથી દૂર રહી શકીએ છીએ. તેમાં ડાયાબિટીક વિરોધી ગુણો હોય છે જે આપણા લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. વળી ડાયાબિટીસના દર્દીઓને તેના સેવનથી ઘણો ફાયદો થાય છે.

પંડોળાનું નિયમિત સેવન આપણી પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર હોય છે જે આપણને આપણા ખોરાકને પચાવવામાં અને મળ દ્વારા સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી આપણું પાચનતંત્ર સારું રહે છે, જેથી આપણે કબજિયાત, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓથી બચી શકીએ છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પંડોળાના સેવનથી કમળા જેવી સમસ્યામાં રાહત મળે છે. તેમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે, જે કમળાના ઘરેલુ ઉપચારમાં ઘણી મદદ કરે છે. પંડોળાના 10-12 પાન અને ધાણાના 10-15 દાણાને અડધો લિટર પાણીમાં અલગ-અલગ વાસણમાં ઉકાળી, ઠંડું થાય પછી તેને મિક્સ કરીને તેનું સેવન કરવાથી કમળા જેવી સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે.

પંડોળાનો ઉપયોગ કરીને આપણે સ્થૂળતાની સમસ્યાથી બચી શકીએ છીએ. જે આપણા શરીરમાં ચરબી જમા થવા દેતું નથી અને તેમાં કેલરી અત્યંત ઓછી હોવાને કારણે તે આપણા શરીરનું વજન વધવા દેતું નથી, જેથી કરીને આપણે સ્થૂળતાની સમસ્યાનો શિકાર બનતા નથી.

પંડોળા એ સૌથી આરોગ્યપ્રદ શાકભાજી છે જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા આવશ્યક ખનિજો મળી આવે છે. જે આપણા હાડકાં અને સ્નાયુઓને સ્વસ્થ રાખવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે એટલું જ નહીં તેના સેવનથી આપણું હૃદય અને મગજનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પંડોળાના પાનનો ઉપયોગ કરીને વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. એક અભ્યાસ મુજબ તેના પાંદડાનો ઉપયોગ હર્બલ ટોનિક તરીકે કરી શકાય છે. આ માટે પંડોળાના પાનનો રસ અઠવાડિયામાં 3-4 વાર લગભગ 20-25 મિનિટ સુધી લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળે છે અને વાળ મજબૂત થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!