દોસ્તો ત્વચા સંબંધિત સમસ્યાઓ કોઈપણ ઉંમરના લોકોને થઈ શકે છે. લાંબા સમય સુધી તડકામાં રહેવાને કારણે ચહેરા પર કરચલીઓ થાય છે. જે દેખવામાં એકદમ ખરાબ લાગે છે અને તે વૃદ્ધત્વ ની નિશાની પણ છે. જેથી કરીને તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી બની જાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ ચહેરા પર કરચલીઓને કારણે કંટાળી ગયા છો તો આજના આ લેખને અંત સુધી વાંચજો. કારણ કે આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે.
લીંબુ અને મધના મિશ્રણને ચહેરા પર લગાવવાથી ચહેરા પર પડેલી કરચલીઓની સમસ્યા દૂર થઈ શકે છે. હકીકતમાં લીંબુમાં પ્રાકૃતિક બ્લીચિંગ ગુણો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ સાથે મધ ત્વચાના ભેજને જાળવી રાખવામાં ખૂબ જ મદદગાર છે. આ સિવાય લીંબુમાં વિટામિન સી વધારે માત્રામાં જોવા મળે છે, જે ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે.
આ માટે એક કાચના બાઉલમાં એક લીંબુનો રસ નાખો અને તેમાં બે ચમચી મધ ઉમેરો, આ મિશ્રણને તમારી ત્વચા પર અસરગ્રસ્ત વિસ્તારોમાં લગાવો અને લગભગ 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારપછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. માત્ર થોડા દિવસો સુધી આમ કરવાથી કરચલીઓની સમસ્યામાંથી રાહત મળશે.
આ સિવાય એલોવેરા ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. આપણા ચહેરા પરથી ડાર્ક સર્કલ અને કરચલીઓ દૂર કરવાની સાથે તે આપણને સૂર્યના હાનિકારક કિરણોથી પણ બચાવે છે. આ ઉપરાંત તે ત્વચાના કુદરતી pH સ્તર અને તેલના સ્તરને પણ નિયંત્રિત કરે છે.
આ માટે કાચના બાઉલમાં અડધી ચમચી મધ અને 2 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો અને લગભગ 10 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ આ મિશ્રણને કરચલીઓ પર 20 મિનિટ માટે લગાવી રાખો. હવે તમારા ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો અને સાફ કરો. આ મિશ્રણને દિવસમાં એક વાર લગભગ બે અઠવાડિયા સુધી લગાવવું જોઈએ, જેથી ચહેરાની કરચલીઓ ઝડપથી દૂર થઈ શકશે.
કાકડી પોષક તત્વો, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. જે ત્વચાને ઘણી રીતે ફાયદો આપી શકે છે. તેમાં પિમ્પલ્સ, કરચલીઓ, સોજો અને બળતરા જેવી સમસ્યાઓ ઘટાડવાની શક્તિ હોય છે. કાકડીમાં લગભગ 90 ટકા પાણી હોય છે જે ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ રાખવામાં સક્ષમ છે. વળી તેમાં મધ અને લીંબુ મિક્સ કરીને ચહેરા પર લગાવવામાં આવે તો કરચલીઓ બહુ જલદી દૂર થઈ શકે છે.
આ માટે એક ગ્લાસ બાઉલમાં એક ચમચી કાકડીનો રસ, એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને કરચલીઓ થઈ હોય તે ભાવ પર લગાવો અને લગભગ 10 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી સાફ કરો. આ મિશ્રણને દિવસમાં બે વાર લગાવવાથી ચહેરા પરની કરચલીઓની સમસ્યા જલ્દી દૂર થઈ જાય છે.
ચંદનને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, જે કરચલીઓની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ છે. મોટેભાગે તેનો ઉપયોગ સનસ્ક્રીનમાં થાય છે કારણ કે તે સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બીજી તરફ, ગુલાબજળમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચાને કુદરતી રીતે સ્વચ્છ રાખે છે, જે ત્વચા સંબંધિત ચેપ સામે પણ રક્ષણ આપે છે. આ બંનેનું મિશ્રણ ચહેરા પરની ધૂળ અને અન્ય અશુદ્ધિઓને સાફ કરે છે.
આ માટે બે ચમચી ચંદન પાવડર અને બે ચમચી ગુલાબજળ એકસાથે મિક્સ કરીને આ પેસ્ટને અસરગ્રસ્ત જગ્યાઓ પર લગાવો અને લગભગ અડધા કલાક પછી તમારા ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લો. આ પેસ્ટને દિવસમાં બે વાર લગાવવાથી ચહેરા પરથી કરચલીઓ દૂર થઈ શકે છે.