ભગવાનને અર્પણ કરવામાં આવતા આ ફૂલથી હૃદય રોગ, ડાયાબિટીસ, કિડની ફેલ જેવા રોગોનું કરે છે નિરાકરણ, ઘરબેઠા શરીરમાંથી દૂર ભાગે છે બીમારીઓ.

દોસ્તો સામાન્ય રીતે જાસૂદના ફૂલનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં અને ભગવાનને અર્પણ કરવા માટે થતો હોય છે. વળી જાસુદનું ફૂલ ભારતમાં લગભગ દરેક જગ્યાએ મળી આવે છે. જોકે આપણે બધા જાસૂદના ભૂલથી તો વાકેફ છીએ પરંતુ બહુ ઓછા લોકો જાસૂદ નો ઉપયોગ કરવાથી થતાં સ્વાસ્થ્ય લાભો વિષે માહિતગાર છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને જાસૂદના કેટલાક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ. જે લોકો કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કિડની ફેલ, માનસિક શક્તિનો અભાવ,

મોઢામાં ચાંદા પડવા, વાળ સફેદ થઈ જવા, શરદી-ઉધરસ, લોહીની કમી, ત્વચા પરના ખીલ, પેટનો સોજો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો તેવા લોકો માટે જાસુદનું ફૂલ એક ભેટ સમાન છે.

તમે જાસૂદના ફૂલનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો સાથે સાથે તમારી ત્વચા પરની ચમક પણ અકબંધ રહે છે. જો તમે જાસૂદ ના પત્તા માંથી બનેલી ચાનું સેવન કરો છો તો આપણા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે.

અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. વળી જાસૂદ ના ફૂલ માં મળી આવતા એન્ટિઓક્સિડન્ટ તત્વો બ્લડપ્રેશરને કાબૂમાં કરવાનું કામ કરે છે. આ માટે તમારે જાસૂદના ફૂલને ગરમ પાણીમાં ઉકાળીને સેવન કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકો ડાયાબિટીસથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા લોકો માટે પણ જાસુદનું ફૂલ દવા સમાન છે. જો તમે નિયમિત 20 થી 25 જાસૂદના પાનનું સેવન કરો છો તો તમને ડાયાબિટીસ કાબૂમાં રાખવામાં મદદ મળે છે.

જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિને કિડની સાથે જોડાયેલી કોઇ સમસ્યા છે તો તેને પણ જાસૂદના ફૂલમાંથી બનાવેલી ચાનું સેવન કરવું જોઈએ. જેનાથી ડિપ્રેશનમાંથી તો રાહત મળે છે સાથે સાથે તમારી યાદ શક્તિમાં પણ વધારો થાય છે.

જે લોકોની યાદશક્તિ ખૂબ જ નબળી થઈ ગઈ હોય તેવા લોકો જાસૂદ ના પત્તા લઈને તેને તડકામાં સૂકવી લેવા જોઈએ ત્યારબાદ જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેનો પાઉડર બનાવી લેવો જોઈએ અને પછી તેનો ઉપયોગ કરવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે વાળને એકદમ મજબૂત બનાવવા માંગો છો તો તમારે જાસૂદ ના પાન, બેરના પાન અને મેથીના દાણાને વાટીને એક પેસ્ટ બનાવી લેવી જોઇએ અને આ પેસ્ટને પાણીમાં પલાળી 15 મિનિટ સુધી વાળમાં લગાવી રાખવી જોઈએ. ત્યારબાદ વાળને ધોઈ નાખવા જોઈએ. આ ઉપાય કરવાથી વાળ એકદમ મજબૂત બની જાય છે.

જાસુદ માં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવતી હોવાને કારણે તે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં મદદ કરે છે. તેથી જે લોકો શરદી-ખાસી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો તેવા લોકો માટે જાસુદનું ફૂલ અમૃત સમાન છે.

જાસૂદ ના ફૂલ માં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને આર્યન મળી આવે છે. જે આપણા શરીરમાં હિમોગ્લોબીનની ઊણપ પૂરી કરે છે. જેના લીધે આપણે લોહીની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.

જાસૂદના ફૂલના એન્ટીઓક્સીડેન્ટ તત્વ પણ મળી આવે છે જે આપણા શરીરમાં રહેલા ફ્રી રેડીકલ સામે લડવાની શક્તિ ધરાવે છે. જેના લીધે આપણને બીમારીઓ જેમ કે હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ તેમ જ વાળને લગતી સમસ્યાઓ દૂર થાય છે.

જે લોકો પોતાની માનસિક સમસ્યાઓ દૂર કરવા માંગે છે તેવા લોકો માટે પણ જાસૂદનું ફૂલ ફાયદાકારક છે. જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન દુખાવાની સમસ્યા થઈ રહી હોય તો તેવી મહિલાઓ એ જાસુદ ની ચા પીવાની ટેવ પાડી લેવી જોઈએ. જેનાથી પિરિયડ નિયમિત થઈ જાય છે અને દુખાવો પણ બહુ ઓછો થાય છે.

જો તમે જાસૂદ ના ફૂલને મેથી અને 10થી 12 મીઠા લીમડામાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો છો અને આ પેસ્ટને માથામાં લગાવી રાખો છો તો તમારા માથા પરના વાળ એકદમ મજબૂત અને ચમકદાર બની જાય છે. વળી વાળ ખરવાની સમસ્યાથી પણ રાહત મળી શકે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!