જળ માંથી નીકળતા ગુંદરને રાળ કહેવાય છે. આ રાળ શરીર માટે દવા જેવું કામ કરે છે. તેનો ઉપયોગ આયુર્વેદિક ઉપચાર માં વિશેષ રીતે કરવામાં આવે છે. તેની પ્રકૃતિ ઠંડી હોય છે. તેનાથી વાત, પિત્ત, કફ, રકતદોષ, અતિસાર, સંગ્રહણી, બળતરા વગેરે રોગ દૂર થાય છે.
રોગ દૂર કરવાની સાથે રાડ નો ઉપયોગ તમે ઈજા ઉપર કે દાઝ્યા ઉપર દવા તરીકે પણ કરી શકો છો. તેનાથી ઇજાના નિશાન અને બળતરા ઝડપથી મટે છે. આજે તમને રાળ ના કેટલાક આવા જ ઉપયોગી ઉપચાર વિશે જણાવીએ.
રાળ, મીણ અને શંખજીરું અઢી તોલા, ફટકડી દોઢ તોલો, એક તોલો કાથો, એક તોલો ગેરુ, તેલ પાંચ તોલા લઈને તેનો મલમ બનાવો. આ મલમ નો ઉપયોગ ભગંદર જેવા રોગને મટાડવામાં ઉપયોગી નીવડે છે.
પ્રદર, નાકમાંથી નીકળતું લોહી મટાડવા માટે બે તોલાની માત્રામાં રાળ, સરસવ શુદ્ધ હિંગાળો, શુદ્ધ ગંધક, સફેદ લોબાન, ગુલાબના સુકાયેલા ફુલ, કપૂર, તપકીર, બાવળનો ગુંદર બધું જ લઈને ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણને એલચી અને સાકર સાથે આપવાથી સમસ્યા દૂર થાય છે.
આ ચૂર્ણને શરીર પર છાંટવાથી પરસેવાના કારણે થયેલી ફોડલીઓ મટે છે. જો બાળકોને વારંવાર પાણી જેવા ઝાડા થઈ જતા હોય તો રાળમાં મધ અને ઘી ઉમેરીને આપવાથી ઝાડા મટે છે.
રાળ ને ગુલાબ સાથે ચહેરા પર લગાડવાથી ચામડી સુંવાળી બને છે. હાડકાંને લગતી સમસ્યા હોય ત્યારે તેનો લેપ કરીને લગાડવાથી હાડકા ની સમસ્યા મટાડે છે.
લોહી પડતા હરસને મટાડવા માટે અઢી તોલાના માપમાં રાળ, લીમડાની છાલ, કરીયાતુ, પાષાણભેદ લઈ તેને પાંચ તોલા સાકર ઉમેરીને બારીક ચૂર્ણ કરી દેવું. આ ચૂર્ણ આપવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે.
પડવા-વાગવાથી શરીરમાં આવેલા સોજાને દૂર કરવા માટે પાણીમાં રાળ નું ચૂર્ણ ઉમેરી ને પાણીને ઉકાળવું. આ પાણી ઘટ્ટ થઈ જાય પછી સોજો આવ્યો હોય તે જગ્યાએ લેપ કરવો.
રાળ, ઓથમીજીરૂ, કાથો, મોરરસ, ખેરસાર સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણની એક ચમચી દહીં તેમજ સીંધવ મીઠું સાથે દર્દીને આપવાથી અતિસાર અને રક્તસાર મટે છે.
પગ ના તળિયા માં ચીરા પડી ગયા હોય ત્યારે પણ રાળનો મલમ બનાવીને લગાવવાથી તુરંત લાભ થાય છે.