દોસ્તો સ્થૂળતા, કબજિયાત સહિતના રોગની સાથે વર્તમાન સમયમાં અનિદ્રા પણ સામાન્ય રોગ બની ચૂક્યો છે. હરીફાઈવાળું જીવન, સતત કામ, માનસિક ચિંતા વગેરેના કારણે લોકો અનિદ્રાનો ભોગ બને છે. જ્યારે મગજના જ્ઞાનતંતુઓ ને આરામ મળતો નથી ત્યારે અનિન્દ્રાની બીમારી થઈ જાય છે.
જે વ્યક્તિને અનિદ્રાની સમસ્યા હોય છે તેને રાત્રે વારંવાર પેશાબ કરવા જવું, નસકોરા આવવા, વારેવારે તરસ લાગવી, પગમાં ખાલી ચડી જવી કેવી તકલીફો થાય છે અને ઊંઘ આવતી નથી. આવી સ્થિતિમાં તમને કેટલાક એવા રસ્તા બતાવીએ જેને કરવાથી પાંચ મિનિટમાં વ્યક્તિ ઘોડા વેચીને સુઈ જાય છે.
સૌથી પહેલા તો સૂતા પહેલાં નિયમિત રીતે અડધો કિલોમીટર ખૂબ જ ઝડપથી ચાલવું. ચાલ્યા પછી અડધો ગ્લાસ સોડા પી જવી. આમ કરવાથી તુરંત જ ઊંઘ આવે છે..
રાત્રે જમતી વખતે ભોજનની સાથે ડુંગળીનું કચુંબર ખાવાથી ઊંઘ સારી આવે છે.
રાતના સમયે ગંઠોડાનું ચૂર્ણ અને ગોળ ખાઈ જવો અને ઉપરથી ગરમ દૂધ પી જવું. ગાઢ ઊંઘ આવે છે.
રોજ રાતે એક સફરજન ખાય તેની ઉપર એક ગ્લાસ દૂધ પીવું. 15 દિવસમાં અનિદ્રાની તકલીફ દૂર થઈ જશે.
1 ચમચો પોઈના પાનનો રસ 1 કપ દૂધ સાથે રાત્રે સુતા પહેલા પીવું. તેનાથી ગાઢ ઊંઘ આવે છે.
એક દૂધમાં બે ચમચી ગંઠોડાનો પાઉડર ઉકાળીને રાત્રે સુતા પહેલા પી જવું. અનિદ્રાની તકલીફ દૂર થાય છે.
એક ગ્લાસ દૂધમાં એક ચમચી વરિયાળી નો અર્ક ઉમેરીને પીવાથી અનિંદ્રાની ફરિયાદ દૂર થાય છે.
અનિદ્રાના દર્દીને રોજ રાતે સૂતા પહેલાં હૂંફાળા દૂધમાં એક ચમચી ઘી અને અડધી ચમચી હળદર ઉમેરીને આપવી.
ગાઢ ઊંઘ આવે તે માટે જાયફળ, પીપરીમૂળ અને સાકર અને દૂધમાં નાખીને ગરમ કરી દર્દીને પીવડાવવું.
ગોળ અને ઘી મા ગંઠોડાનો પાઉડર ઉમેરી ને ખાવાથી ઊંઘ સારી આવે છે.
રાત્રે સુતા પહેલા પગના તળિયામાં સરસવના તેલની માલિશ કરવી તેનાથી મગજ શાંત થાય છે અને સારી ઊંઘ આવે છે.
દિવસ દરમિયાન ત્રીસ મિનિટ સુધી કસરત કરવી. તમે સારી ઊંઘ માટે ભ્રમરી પ્રાણાયામ પણ કરી શકો છો.
આ સિવાય સૂવાના બે કલાક પહેલા રોજ જમી લેવું જમીને તરત જ ક્યારે સૂવું નહીં અને રાત્રે હળવો ખોરાક જ લેવો.