દોસ્તો સુવાદાણા નો ઉપયોગ ઔષધિ તરીકે સૌથી વધારે કરવામાં આવે છે. જોકે તે સ્વાદમાં કડવા અને તીખા હોવાથી મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરવાનું ટાળે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સુવાદાણા નો ઉપયોગ કરવાથી મોઢાના ચાંદા થી લઈને કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં પણ ખૂબ જ રાહત મળે છે.
આ ઉપરાંત તાવ, શરદી, ઉધરસ, ચેપ જેવી તકલીફોમાંથી તો એક જ દિવસમાં છુટકારો મળી જાય છે અને તે પણ કોઇપણ જાતની દવા વિના. સુવા પચવામાં હળવા, વાયુનાશક, કૃમી દૂર કરનાર અને વાયુના વિકાર મટાડનાર છે.
તેનાથી થતા લાભ ના કારણે જ બાળકના જન્મ પછી પ્રસૂતા સ્ત્રીને સૂવાનું સેવન કરાવવામાં આવે છે. જેનાથી તેના શરીરની નબળાઈ પણ દૂર થાય અને બાળક પણ સશક્ત થાય. કારણકે સૂવાથી પ્રસૂતા સ્ત્રી નું ધાવણ વધે છે.
1. એક ચમચી ગોળ માં અડધી ચમચી સુવા દાણા ઉમેરીને ચાવી ચાવીને ખાવાથી ભૂખ વધે છે.
2. મધ અથવા ઘી સાથે અડધી ચમચી સૂવાનું ચૂર્ણ ખાવાથી યાદશક્તિ વધે છે.
3. એક ગ્લાસ દૂધમાં સુવાના પાંદડા ની પેસ્ટ, અળસી અને એરંડા બીજ ઉમેરીને પીવાથી સાંધાનો દુખાવો અને સોજો મટે છે.
4. નાના બાળકોને કૃમિ ના કારણે જો વારંવાર પેટમાં દુખાવો થતો હોય તો સુવા ને વાટીને પાણી સાથે પીવડાવવાથી તુરંત આરામ મળે છે. બાળકને જો હેડકી ચડી હોય અથવા તો ઊલટી થતી હોય ત્યારે પણ સુવાનું પાણી આપવાથી તુરંત રાહત થાય છે.
5. સૂવાનું સેવન કરવાથી ધાવણ વધે છે અને યોનીશૂળ પણ મટે છે. મહિલાઓ તેનો નિયમિત ઉપયોગ કરે તો ગર્ભાશય ની સમસ્યાઓ પણ દૂર થાય છે.
6. સુવાનું પાણી પીવાથી પેશાબ બરાબર ઉતરે છે અને પથરીમાં પણ રાહત થાય છે.
7. મધ સાથે સૂવા પીવાથી ઉલ્ટી તુરંત બંધ થાય છે. સાથે જ મૂત્રપિંડના અને મૂત્રાશયની તકલીફો પણ મટે છે.
8. સૂવાનું સેવન કરવાથી જાડા તુરંત જ બંધ થાય છે. કારણ કે તેમાં રહેલા તત્વ જાડાનું કારણ બનેલા જંતુઓનો નાશ કરે છે.
9. પાચન ક્રિયા નબળી હોય તો નિયમિત જમ્યા પછી અડધી ચમચી સુવા નો પાઉડર ખાવાથી પેટની બધી તકલીફો દૂર થાય છે.
10. સુવા, અજમાં, સફેદ મરી, નાગરમોથી, કુટકી, કરિયાતું, મૂળાના બી, ગાજરના બી, સૂંઠ, મરી, અકલકરો, ઇન્દ્રજવ, કુચલા, ગળો, પટોળ, અરડુસી, કળથી અને ગોળ સમાન માત્રામાં લઈને તેનો ઉકાળો બનાવવો. આ ઉકાળો રોજ પ્રસૂતા સ્ત્રીને પીવડાવવાથી શરીરમાં શક્તિ આવે છે.
11. સુવા દેવદાર હિંગ અને સિંધવ બધી જ વસ્તુઓ અને સમાન માત્રામાં લઈને આંકડાના દૂધમાં બાફી તેનો લેપ બનાવો. તેનાથી અસ્થીવાત, સંધિવાતમા રાહત થાય છે.
12. 20 ગ્રામ સુવા દાણા, પાંચ-પાંચ ગ્રામ હરડે પીપરી તજ અને વરિયાળી, અઢી ગ્રામ હિંગ અને 30 ગ્રામ સંચળ લઈ ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણનું સેવન કરવાથી પેટના કૃમી, લીવરની તકલીફો, કબજિયાત વગેરેનો નાશ થાય છે.
13. સૂવામાં એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે જે શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સને બહાર કાઢવામાં મદદ કરે છે જેના કારણે કેન્સર અને હાર્ટ પ્રોબ્લેમ જેવા ગંભીર રોગોનું જોખમ ઓછું રહે છે.
14. સૂવામાં એવા કેટલાક તત્વો હોય છે જે શરીરમાં કેન્સરને વધતું અટકાવે છે.