આ વસ્તુના સેવનથી સાંધાના અને હાડકાંમાં ક્યારેય ઘસારો નહીં લાગે, દુખાવા થઈ જશે દૂર

દોસ્તો સાબુદાણાનું સેવન આપણે ત્યાં મોટાભાગે ઉપવાસમાં થાય છે. સાબુદાણા સાગો નામના ઝાળના મૂળમાંથી નીકળતા ગુંદ જેવા પદાર્થમાંથી તૈયાર થાય છે. સાબુદાણા આમ તો ફરાળમાં જ વધુ ખવાય છે પરંતુ તેનું સેવન સામાન્ય રીતે પણ કરી શકાય છે. કારણ કે આ વસ્તુ ખુબ જ પોષ્ટિક હોય છે.

સાબુદાણા કાર્બોહાઈડ્રેટ્સ, મિનરલ્સ, વિટામિન્સથી ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં તાકાત આવે છે. 100 ગ્રામ સાબુદાણામાં કેલેરી અને ચરબી ખૂબ ઓછી હોય છે જ્યારે કાર્બ્સ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન બધું જ સારા એવા પ્રમાણમાં હોય છે.

સાબુદાણાના સેવનથી હાડકાના વિકાસમાં મદદ મળે છે. કારણ કે તેમાંથી કેલ્શિયમ શરીરને સારું એવું મળે છે. તેમાં મેગ્નેશિયમની માત્રા પણ વધારે હોય છે. જે હાડકાને તુટતા બચાવે છે. શાકાહારી લોકો માટે સાબુદાણા પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે.

બીજા શાક અને ફળની સરખામણીમાં સાબુદાણા સૌથી વધુ પ્રોટીન આપે છે. જેમણે બોડી બનાવવાની હોય તેમને સાબુદાણા સ્નાયૂના વિકાસમાં મદદ કરે છે. કારણ કે સાબુદાણા સ્નાયૂને મજબૂત બનાવે છે અને શરીરના વિકાસમાં પણ મદદ કરે છે.

સાબુદાણાનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. સાબુદાણા ખાવાથી શરીરમાં સ્ફુર્તિ રહે છે. જો તમે વજન વધારવા પણ માંગતા હોય તો સાબુદાણા ખાઈ શકો છો. તેને દુધ સાથે લેવાથી વજન વધે છે. સાબુદાણા પચવામાં હળવા અને શક્તિ આપનાર છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સવારના સમયના નાસ્તામાં સાબુદાણા લેવાથી શરીરને આખો દિવસ માટેની ઊર્જા મળે છે. તેમાં ખનિજ, કાર્બ, કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરને ઊર્જા આપે છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ સાબુદાણા ઉત્તમ છે. તેમાં રહેલું ફોલિક એસિટ બાળકને પોષણ આપે છે.

સાબુદાણાનું સેવન કરવાથી ગર્ભમાં રહેલા બાળકમાં ખોડખાપણ રહેવાનું જોખમ ઘટી જાય છે. બાળકના વિકાસમાં પણ સાબુદાણા મદદ કરે છે. કબજિયાતને દુર કરવા માટે સાબુદાણાનું સેવન કરવું જોઈએ.

સાબુદાણાનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તેનાથી સ્નાયૂ પણ મજબૂત થાય છે. તેનાથી હાડકાનો દુખાવો મટે છે અને સાંધાનો દુખાવો દુર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શરીરમાં લોહીની ઊણપ હોય એટલે કે એનીમીયા ની તકલીફ હોય તો સાબુદાણાનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં આર્યન વધે છે અને એનિમીયા મટે છે.

સાબુદાણા શરીરમાં રક્તકણ વધારે છે. સાબુદાણાનું સેવન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. તેના કારણે બ્લડ પ્રેશરની સમસ્યાથી છૂટકારો મળે છે.

સાબુદાણાનો ઉપયોગ ત્વચાને નિખારવા માટે પણ કરી શકાય છે તેના માટે સાબુદાણાનું ફેસમાસ્ક બનાવીને લગાવી શકાય છે. તેનાથી ઢીલી પડેલી ત્વચા ટાઈટ થાય છે અને કરચલીઓ દુર થાય છે.

સાબુદાણાનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે અને ગેસ, અપચો દુર થાય છે. સાબુદાણામાં કેલ્શિયમ, આયરન, વિટામીન હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!