સુખી લગ્નજીવન માટે મહત્વનું પાસું સુખી અને સંતોષકારક જાતીય જીવન પણ છે. દરેક દંપતિ પોતાના જાતીય જીવનમાં સુખ ઈચ્છે છે. તેમની ઈચ્છા હોય છે કે સંભોગ દરમિયાન તેઓ ચરમસુખ પ્રાપ્ત કરે. તેવામાં જરૂરી છે કે દંપતિ સ્વસ્થ હોય.
આ માટે દવાઓ લેવી જરૂરી નથી. તમે શારીરિક ક્ષમતા વધારતી વસ્તુઓનું સેવન કરીને પણ લાંબા સંભોગ સુખને પ્રાપ્ત કરી શકો છો. આજે તમને જણાવીએ એવી વસ્તુઓ જે સંભોગ સુખને લાંબા સમય સુધી માણવામાં મદદ કરશે.
એવા કેટલાક ફળ અને શાકભાજી છે જેનું સેવન કરવાથી તમે તમારી શારીરિક ક્ષમતાને કુદરતી રીતે વધારી શકો છો. તેના માટે લીલા શાકભાજી, ફળ વગેરેનું સેવન આહારમાં વધારે કરવું જોઈએ. આજે તમને જણાવીએ કે તમે કઈ રીતે દવાના ઉપયોગ વિના લાંબા સમય સુધી શારીરિક સુખનો આનંદ માણી શકો છો.
લાંબા સમય સુધી શારીરિક સુખ માણવા માટે સંબંધ બાંધતા પહેલા કેળાનું સેવન કરો. કેળાનું સેવન કરવાથી સંભોગનો આનંદ વધારે સમય સુધી માણી શકો છો.
કેળાની જેમ જ સ્ટ્રોબેરી પણ લાભકારક હોય છે. તેનાથી પણ તમે તમારી ક્ષમતા વધારી શકો છો. આ સિવાય આમળા પણ સ્વાસ્થ્ય અને શક્તિ વર્ધક ફળ છે. આમળાના રસનું સેવન કરવાથી સેક્સ ક્ષમતા વધે છે.
આમળાનો રસ નિયમિત પીવાથી પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા વધે છે. આ ઉપરાંત તેઓ લાંબા સમય સુધી સંભોગનો આનંદ પણ માણી શકે છે. આ સિવાય સંભોગ પહેલા ફોરપ્લે પર પણ વધારે ધ્યાન આપવું. તેનાથી શારીરિક સુખને આનંદ વધી શકે છે.
ફોરપ્લેથી પાર્ટનર ઉત્તેજીત થાય છે અને તેનાથી ચરમસુખ સુધી પહોંચવું શક્ય બને છે. આ સિવાય દૈનિક આહારમાંથી અને ખાસ કરીને રાતના સમય પ્રોસેસ્ડ શુગરનું સેવન ટાળવું. તેનાથી સંભોગ કરવાની ક્ષમતા પર અસર થાય છે.
ધુમ્રપાન જેવા વ્યસન હોય તો તેને પણ છોડવા કારણ કે વ્યસન સ્વાસ્થ્યને તો નુકસાન કરે જ છે પરંતુ તેની સાથે સેક્સ ક્ષમતા પણ ઘટાડે છે.
દોસ્તો વ્યસનના કારણે લિંગ સુધી રક્તપ્રવાહ પહોંચાડતી ધમનીઓ બ્લોક થઈ જાય છે. જેના કારણે યૌન કાર્યોમાં બાધા આવે છે. ધુમ્રપાન કરનાર પુરુષોને ઈરેક્ટાઈલ ડિસફંકશનની સમસ્યા થાય છે.
દારુનું સેવન કરવાથી પણ સંભોગ પર અસર થાય છે. સંભોગનો આનંદ માણવા માટે નિયમિત વ્યાયામ કરવો પણ જરૂરી છે. તેનાથી શરીરના સ્નાયૂમાં ઊર્જા આવે છે અને શરીરમાં થાક રહેતો નથી.
વ્યાયામ કરવાથી લિંગ સુધી રક્તસંચાર થાય છે જે ઉત્તેજના વધારે છે. ભુજંગાસન, પોચયમાત્સસન સહિતના આસનો જનનૈન્દ્રિયોમાં રક્તસંચાર કરે છે જે જાતીય જીવનને સુખકર બનાવે છે.
આ સિવાય પુરતી ઊંઘ કરવાથી અને સ્ટ્રેસ ફ્રી રહેવાથી પણ લાભ થાય છે. જો ઊંઘ ન થાય અને સ્ટ્રેસ રહે તો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન ઘટે છે જે જાતીય જીવનના આનંદને ઘટાડે છે.