ફક્ત 2 મિનિટમાં જાણી લો વાત,પિત્ત અને કફ નુ સંતુલન, જિંદગીભર રોગોથી રહેશો દૂર

દોસ્તો શરીર સ્વસ્થ અને નિરોગી રહે તે માટે જરૂરી છે કે શરીરમાં વાત પિત્ત અને કફ સંતુલનમાં રહે. જો આ ત્રણેય વસ્તુઓ સંતુલનમાં હોય તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થતી નથી.

જો તેનું સંતુલન ખરાબ થાય તો શરીરમાં બીમારીઓ ઘર કરે છે. જ્યારે શરીરમાં પિત્ત વધી જાય છે તો ગંભીર બીમારીનું જોખમ ઊભું થાય છે. તેવી જ રીતે કફનું પ્રમાણ વધે ત્યારે પણ શરીરમાં રોગ વધે છે.

આ સમસ્યા સામાન્ય લાગે છે પરંતુ તેના કારણે અનેક રોગ થઈ શકે છે. જેમ કે કફમાં 28 રોગ, પિત્તમાં 40 અને વાત્તમાં 80 પ્રકારના રોગ થઈ શકે છે. કફની તકલીફ છાતીથી ઉપરના ભાગમાં, પિત્તની તકલીફ છાતીથી નીચેના ભાગમાં અને વાત્તની તકલીફ કમરથી નીચેના ભાગમાં થાય છે.

જો શરીરમાં પિત્તનું પ્રમાણ વધુ હોય તો વારંવાર હેડકી આવે છે, ત્વચા, નખ અને આંખનો રંગ પીળો થાય છે, ક્રોધ આવે છે, શરીરમાં બળતરા થાય છે, ગરમી વધારે થાય છે, ચક્કર આવે છે જેવા લક્ષણો જણાય છે.

જ્યારે વાત્તમાં હાડકા નબળા પડે છે, હાડકા વારંવાર ખસી જાય છે અથવા તૂટી જાય છે, મોઢાનો સ્વાદ કડવો થાય છે, શરીરના અંગો વારંવાર ખાલી ચડી જાય છે, શરીર વધારે પડતું સુકુ રહે છે, સ્નાયુ ખેંચાતા રહે છે, હાથ પગમાં અચાનક દુખાવો થાય છે અને શરીર અકડાઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આવી સમસ્યાઓ રહેતી હોય ત્યારે આમળાને રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે તેને હાથથી મસળી ને પાણીને ગાળીને તેમાં સાકર અને જીરુ ઉમેરીને પી જવું.

પિત્તની તકલીફ વધારે હોય તો કાળા જીરા નો ઉપયોગ ભોજનમાં કરવો કાળું જીરું ખાવાથી પિત્તને સંતુલિત થાય છે.

ત્રણ ગ્રામ અજમો અને સિંધવ નમક ને લઈને તવા પર શેકી લેવું. તેને વાટીને લેવાથી વાયુ દોષ દૂર થાય છે. આ સિવાય સવારે અને સાંજે આદુ તેમજ લીંબુનો રસ મીઠું ઉમેરીને પીવાથી પણ વાયુ મટે છે

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ગોળમાં સૂંઠ અને થોડું ઘી ઉમેરીને સવારે અને સાંજે ખાવાથી કફ અને વાયુ મટે છે. પિત્ત વધારે થયું હોય તો દિવસમાં દર અઢી કલાકે ઠંડા દૂધમાં સાકર ઉમેરીને પીવું. બે અઠવાડિયા આમ કરશો તો પિત્તની તકલીફ દૂર થઈ જશે.

રોજ રાત્રે કાળી દ્રાક્ષને પાણીમાં પલાળીને સવારે તે પાણીને હાથથી મસળીને ગાળીને પીવાથી પેટની ગરમી શાંત થાય છે.

કાળી દ્રાક્ષ માં આમળાનો રસ અને મધ ઉમેરીને પીવાથી પીત્ત મટે છે. સંતરાના રસમાં મરી, શેકેલું જીરું અને સંચળ ઉમેરી ને પીવાથી પીત્ત મટે છે.

કોઠાના પાનની ચટણીનું સેવન કરવાથી પિત્તમાં રાહત થાય છે. ટામેટાના રસમાં સાકર ઉમેરીને પીવાથી પિત્ત જન્ય રોગથી છુટકારો મળે છે.

દાડમના દાણાનો રસ કાઢી તેમાં ખડી સાકર ઉમેરીને પીવાથી પિત્ત શાંત થાય છે. પિત્તની તકલીફ હોય તો ભોજનમાં ગાયના દૂધથી બનેલ ઘીનો જ ઉપયોગ કરવો.

આ સિવાય પિત્તના રોગમાં દહીંનું સેવન કરવાને બદલે દહીની પાતળી છાશ બનાવીને પીવી જોઈએ. તેમાં અજમો ઉમેરવાથી વાયુમાં પણ રાહત થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!