આ ઉપાયથી ગળાના સોજા,દુખાવો અને કાકડા 1 જ દિવસમાં થઇ જશે દૂર

દોસ્તો ઘણા લોકોને ગળામાં કાકડા ની ફરિયાદ હોય છે. આ ફરિયાદ છે ઋતુ બદલાય છે ત્યારે વધી જાય છે. કાકડામાં ગળાની બંને તરફ સોજો આવી જાય છે અને સખત દુખાવો થાય છે. તેના કારણે ઘણી વખત વ્યક્તિ ને તાવ પણ આવે છે.

કાકડા ની તકલીફ મોટા ભાગે ત્યારે જ થાય છે જ્યારે ગળાના કાકડા નબળા પડી જાય છે. તેમાં પણ જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેને આ સમસ્યા ઝડપથી થાય છે.

કાકડા થવાનું મોટાભાગે કારણ દૂષિત પાણી અને બિન આરોગ્યપ્રદ ખોરાક હોય છે. વધારે પડતું ઠંડુ ખાવાના કારણે પણ કાકડા થાય છે. આ સિવાય મોઢાની સ્વચ્છતાના અભાવને કારણે પણ ગળામાં કાકડા થાય છે. મોઢા માટે જ્યારે ગળામાં બેક્ટેરિયા પહોંચી જાય છે તો તેના કારણે કાકડા થાય છે.

કેટલાક લોકોને રોજ ગળ્યું ખાવાની આદત હોય છે તો વળી કેટલાક લોકો ગોળ પણ વધારે પ્રમાણમાં ખાતા હોય છે.આ સિવાય ઠંડુ પાણી, શેરડીનો રસ, ઠંડા પીણા વગેરે વધારે પ્રમાણમાં પીવાથી પણ કાકડા થવાની શક્યતા રહે છે. આ સિવાય આઈસ્ક્રીમ, બરફના ગોળા, કુલ્ફી વગેરે પણ કાકડા ની તકલીફ ને વધારે છે.

કાકડાના દુખાવાને અને કાકડા ને મટાડવા માટે સૌથી સરળ અને અસરકારક ઉપાય હળદર છે. નાના બાળકોને દૂધ સાથે હળદર આપવાથી કાકડા મટે છે. આ સિવાય ખીચડી એકદમ ગયેલી બનાવી અને તેમાં હળદર આપવાથી બાળકોને કાકડા મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લીલી હળદર નું કચુંબર અથવા તો તેનો રસ મધ ઉમેરીને પીવાથી કાકડાના દરદીને રાહત મળે છે. જો કાકડા ખૂબ જ વધી ગયા હોય તો હળદરના ચૂર્ણમાં મધ ઉમેરીને દિવસમાં ત્રણ વખત આપવાથી એક જ દિવસમાં રાહત મળી જાય છે.

જ્યારે કાંકડાની સમસ્યા વધી જાય તો પીવા માટે નવશેકા પાણી નો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધુ લીંબુ અને એક ચમચી મધ ઉમેરીને પીવું.

કાકડાનો દર્દીએ દિવસમાં બે વખત એક ગ્લાસ બીટનો જ્યૂસ પીવું જોઈએ. જો એકલું બીટ ન ભાવે તો તેમાં આમળું, ટામેટું અને લીંબુ ઉમેરીને પણ પી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એક લીટર પાણીમાં ત્રણ ચમચી સૂકી મેથી ઉમેરીને પાણીને બરાબર ઉકાળો. આ પાણીનો ઉપયોગ કરીને દર બે કલાકે કોગળા કરો. હૂંફાળા ગરમ પાણીમાં મીઠું ઉમેરીને કોગળા કરવાથી પણ કાકડા મટે છે. પાણીમાં મધ ઉમેરીને કોગળા કરવાથી પણ કાકડા નો દુખાવો દૂર થાય છે.

કાકડાનું દુખાવો વધારે હોય તો કેળાની છાલ ગળા ઉપર બાંધવાથી પણ તુરંત રાહત મળે છે. જ્યારે પણ કાકડા નો દુખાવો થાય ત્યારે હૂંફાળું પાણી પીવાનું રાખવું.

હૂંફાળા ગરમ પાણીમાં સંચળ ઉમેરી ને કોગળા કરવાથી ગળાનો દુખાવો મટે છે. આ સિવાય પીવાના પાણીમાં લીંબુનો રસ અને મધ ઉમેરીને પીવાથી કાકડા માં દુખાવો દૂર થાય છે.

એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી વાટેલી હળદર ઉમેરીને તેનું સેવન કરવાથી કાકડા મટે છે.

દરરોજ સવારે અને સાંજે લસણના પાણીથી કોગળા કરવાથી આરામ મળે છે. લસણનું પાણી બનાવવા માટે એક લીટર પાણીમાં 10 કળી લસણ ફોલી ને થોડી વાટીને ઉમેરી દેવી તેને ઉકાળીને કોગળા કરવા માટે ઉપયોગમાં લેવો.

શેરડીનું બરફ વિના નો રસ પીવાથી પણ કાકડા મટે છે. આ રસમાં એક ચમચી હરડે પાવડર ઉમેરી લેવાથી ફાયદો થાય છે. શેરડીનો આ રીતનો રસ પીધા ની એક કલાક સુધી કંઈપણ ખાવું કે પીવું નહીં.

ગળાના કાકડા ને દુર કરવા માટે રોજ એક ગાજરનુ જ્યુસ પીવું. સવારે અને સાંજે ગાજરનો જ્યુસ પીવાથી ઝડપથી ફાયદો થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!