આ ફળની છાલના ઉપયોગ થી કેન્સર અને હૃદયરોગ પણ રહેશે દૂર

મિત્રો લીંબુ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે વિટામિન સીનું ઉત્તમ સ્ત્રોત છે. આપણે લીંબુનો રસ કાઢીને તેની છાલ શેકી દેતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે લીંબુની છાલ માં પણ ઘણા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો શરીરની અનેક ગંભીર બિમારીઓમાં દવા જેવું અસર કરે છે.

લીંબુનું પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે લીંબુના રસમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાને ચમક આપે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે લીંબુના રસ કરતાં તેની છાલમાં દસ ગણું વધારે વિટામિન સી હોય છે. તેની છાલ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

સંશોધન અનુસાર લીંબુની છાલ સ્તન કેન્સર, કોલન કેન્સર અને ત્વચાના કેન્સરમાં પણ કારગર સાબિત થાય છે. તેની છાલમાં એવા ચમત્કારિક ગુણ હોય છે જે શરીરમાં કેન્સર ગ્રસ્ત કોશિકાઓનો નાશ કરે છે. નિષ્ણાતો કહે છે કે કિમોથેરાપી કરતા પણ લીંબુ ની છાલ ના પ્રયોગો વધુ અસરકારક સાબિત થાય છે.

શરીરની ચરબી ઘટાડીને વજન ઓછું કરવામાં પણ લીંબુની છાલ મદદ કરે છે. પાણીમાં લીંબુ ની છાલ કાઢીને તેને પીવામાં આવે તો શરીરમાં નબળાઈ આવતી નથી અને વજન પણ ઘટે છે.

જે લોકોના મોઢામાંથી વાસ આવતી હોય તેને લીંબુ ની છાલ ના પાણીથી કોગળા કરવા જોઇએ. તેનાથી મોમાંથી આવતી દુર્ગંધ મટે છે અને મોઢાના રોગ પણ મટી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

દાંત નબળા પડી ગયા હોય, પેઢામાંથી લોહી આવતું હોય કે શ્વાસમાં વાસ આવતી હોય ત્યારે પણ લીંબુ ની છાલ ના પાણીથી કોગળા કરવાથી રાહત મળે છે.

કેન્સર એ સૌથી ગંભીર અને જીવલેણ બીમારી છે તેમાં પણ લીંબુનો છોતરા મદદ કરે છે. તેમાં રહેલા દ્રવ્ય કેન્સરની કોશિકાઓને વધતી અટકાવે છે અને તેનો નાશ કરે છે. લીંબુના છોતરા કેન્સરની કોશિકાઓને નિષ્ક્રિય કરે છે.

ચહેરા પર સરસ અને ત્રણ ના કારણે ઝડપથી કરચલીઓ પડવા માંડે છે આ સમસ્યામાં પણ લીંબુ ની છાલ નો ઉપયોગ કરી શકાય છે. તેના માટે લીંબુની છાલને સૂકવીને તેનો પાઉડર બનાવી લેવો. આ પાઉડરમાં ગુલાબ જળ મિક્ષ કરીને ચહેરા પર લગાવી રાખવું. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લેવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઘણા લોકોને મુસાફરી દરમ્યાન ઉલટીઓ થતી હોય છે તેવામાં લીંબુની છાલ સાથે રાખીને તેને સૂંઘવાથી ઊલટીઓ આવતી નથી.

જો નખ પીળા પડી ગયા હોય અને તેને દસ જ મિનિટમાં ચમકાવવા હોય તો તેના ઉપર લીંબુ ની છાલ ઘસો. આ સિવાય હુંફાળા ગરમ પાણીમાં લીંબુ ની છાલ ઉમેરીને 10 મિનીટ માટે નખને ડૂબાડી રાખો. ત્યાર પછી નખ સાફ કરી લેવા. અઠવાડિયામાં બે વખત આવું કરવાથી નખ ચમકદાર બને છે.

લીંબુની છાલ માંથી ચા પણ બની શકે છે. તેના માટે પાણીમાં લીંબુ ની છાલ ઉમેરીને બરાબર ઉકાળો. તેને ગાળીને તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરો. તેનાથી શરીર નું પાચન સુધરે છે, વજન ઓછું થાય છે, પીએચ લેવલ જળવાય છે અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

લીંબુની છાલ માં પોટેશિયમનું પ્રમાણ ભરપૂર હોય છે. તેનાથી હાર્ટ પર સકારાત્મક પ્રભાવ પડે છે. લીંબુની છાલને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરવાથી હૃદય રોગની બીમારી થવાનું જોખમ ઘટી જાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!